________________
૨૬૨
પાટણનાં જિનાલયો
ટાંગડિયાવાડો શેષફણા પાર્શ્વનાથ (સં. ૧૮૪૪ આસપાસ)
ટાંગડિયાવાડામાં આવેલી ભોજનશાળાના પાછળના ભાગમાં બાજુમાં મોટા ચોક જેવી જગામાં શ્રી શેષફણા પાર્શ્વનાથ અથવા સહસ્ત્રફણા પાર્શ્વનાથન – એમ બન્ને નામોથી પ્રચલિત શિખરબંધી પથ્થર અને આરસનું બે માળનું જિનાલય આવેલું છે. જિનાલયના વિસ્તારના પ્રમાણમાં આજુબાજુનો વિસ્તાર ઘણો મોટો છે. વચ્ચે મુખ્ય જિનાલય છે અને ચારે બાજુ ફરતે ચાર દેવકુલિકાઓ છે, જેમાં પટ, પગલાં, સહગ્નકૂટ વગેરે જોવા મળે છે. આ રચના નીચેના આલેખથી સ્પષ્ટ થશે :
ચૌમુખજી
-
પ્રવેશદ્વાર
પ્રવેશદ્વાર | શાંતિનાથ |
શાંતિનાથ
પ્રવેશદ્વાર
મેડા ઉપર
સિદ્ધિસૂરિનાં પગલાં તથા બે પટ ( – પ્રવેશદ્વાર–| મુખ્ય જિનાલય ઋષભદેવનાં પગલાં દેરીમાં
પ્રવેશદ્વાર
મેરુશિખર
/
સહગ્નકૂટ – ચક્રેશ્વરીમાતાનો | ગણધર |
પ્રવેશદ્વાર ગોખ પગલાં પ્રવેશદ્વારેથી પહેલા મુખ્ય જિનાલયમાં જવાય અથવા ત્યાં માત્ર દર્શન કરી ચારેબાજુની દેવકુલિકામાં ફરી શકાય. જિનાલયને સામસામે બે પ્રવેશદ્વાર છે. પ્રવેશચોકીએ સ્થંભ તથા તોરણોને રંગકામ થયેલું છે. ગભારો અતિ નાનકડો છે – માત્ર એક કે બે વ્યક્તિ સેવા કરી શકે તેવો. ૧૫” ઊંચાઈના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ અહીં મૂળનાયક તરીકે બિરાજમાન છે. મૂળનાયકને લેખ છે પણ તેના અક્ષરો પાછળ જતા રહેલા હોઈને માત્ર “સં. ૧૮૪૪ વર્ષે વૈશાખ વદિ ....' લખાણ વાંચી શકાયું છે. અહીં ત્રણ આરસપ્રતિમા, બે ધાતુપ્રતિમા અને પગલાંની ત્રણ જોડ છે જેમાં એકમાં “સં. ૧૮૧૩ વૈશાખ સુદ ૩’ વંચાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org