________________
પાટણનાં જિનાલયો
ડંકમહેતાનો પાડો
ટાંકલા પાર્શ્વનાથ (સં. ૧૯૫૯ પૂર્વે)
ઘીવટા વિસ્તારમાં આવેલ ડંકમહેતાનો પાડો કે ડંખમહેતાના પાડા તરીકે પ્રચલિત વિસ્તારમાં પ્રવેશતાં જમણી બાજુએ શ્રી ટાંકલા પાર્શ્વનાથનું આરસનું અને પથ્થરનું બનાવેલું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે.
૨૧૩
જિનાલયનો બાહ્ય દેખાવ ચિત્તાકર્ષક છે. (જુઓ ફોટોગ્રાફ નં. ૨૯) જિનાલયની અંદર તથા બહારના ભાગનું રંગકામ જિનાલયની શોભાને વધારે છે. કોટના દરવાજાથી છેક ઉપર તીર્થંકર ભગવાન તથા તેમની આજુબાજુ બે સાધ્વીજી મહારાજ સાહેબ અને તેની ઉપર કમાન તેમજ આજુબાજુ યક્ષ-યક્ષિણીનું શિલ્પ ખરેખર ખૂબ સુંદર દેખાવ આપે છે. થાંભલા પર પણ નર્તકીઓ, દેવીઓ જેવી પૂતળીઓ, કમાનની વિવિધ રંગોથી ચીતરેલી કોતરણી મનને મોહી લે છે.
મુખ્ય પ્રવેશદ્વારથી ઉપર બે દેવીશિલ્પો છે જેની બે બાજુ પર બે રંગીન હાથી કોતરેલા છે. પ્રવેશદ્વારની આજુબાજુ બે બારીઓ છે. તેની તથા દ્વારની ત્રણેય બારસાખ કોતરણીયુક્ત છે અને તે નયનરમ્ય રંગોથી ચીતરેલી છે. હારની દીવાલની છેક ઉપર એટલે કે ધાબા પર બે ખૂણામાં બે નાના ઝરૂખા જેવું બનાવેલ છે. તે પણ સુંદર રંગોથી રંગેલ છે. કાષ્ઠના પ્રવેશદ્વાર પર પણ બન્ને બાજુએ દેવી જેવું રંગીન ચિત્ર ઉપસાવેલું છે.
રંગમંડપમાં પણ થાંભલાની ઉપર રંગીન કોતરણી છે જેમાં ખાસ કરીને પૂતળીઓ નવીન પ્રકારે બનાવેલી છે. છતમાં પણ રંગકામ છે. રંગમંડપની આરસડિત દીવાલો અષ્ટાપદ, શત્રુંજય, વીસ સ્થાનક યંત્ર, ઋષિમંડળ યંત્ર, સમેતશિખર, સિદ્ધચક્ર જેવા પટ તથા યંત્રોથી શોભે છે. અહીં એક ગોખમાં આરસના પગલાંની એક જોડ છે. તેના પર સં. ૧૭૪૩નો લેખ છે. આ પાદુકા નયવિજયજીની છે.
રંગીન કોતરણીયુક્ત બારસાખવાળી ગર્ભદ્વારની ઉપરની દીવાલે પ્રભુના જન્માભિષેકના પ્રસંગને દર્શાવતો પટ છે. ગભારાને ફરતે પ્રદક્ષિણા કરી શકાય તેવી જગ્યા છે જેમાં મંગલમૂર્તિઓ છે. આ પ્રદક્ષિણા માટેના બે દ્વારની ઉપર બે પટ ચિત્રો છે જે પૈકી એકમાં ભગવાનના ઉપસર્ગ તથા અન્યમાં શ્રી પાર્શ્વનાથને હાથી દ્વારા કરવામાં આવતી કમળપૂજાનું દૃશ્ય ઉપસાવવામાં આવ્યું છે.
ગભારો પણ રંગકામથી બાકાત નથી. તેની છત રંગીન છે. ગર્ભદ્વાર એક છે. ગભારામાં કુલ ચાર આરસપ્રતિમા અને છ ધાતુપ્રતિમા છે. અહીં મૂળનાયક ધાતુના છે. ૨૧” ઊંચાઈ ધરાવતી મૂળનાયક શ્રી ટાંકલા પાર્શ્વનાથની પ્રતિમા અત્યંત ભાવવાહી અને આહ્લાદપ્રેરક છે.
Jain Education International
આ પ્રતિમા નીચેનું ૧૫' ઊંચાઈ ધરાવતું સિંહાસન વિશિષ્ટ છે. તેમાં ચાર પટ્ટા પાડવામાં આવ્યા છે જે પૈકી પ્રથમ પર અષ્ટમંગલ, દ્વિતીય અને તૃતીય પર દેવીઓ તથા છેલ્લા છેક નીચેના પટ્ટા પર આ દેવીના વાહનો કોતરેલા છે. મૂળનાયકની જમણી બાજુ મહાવીરસ્વામી
For Personal & Private Use Only
www.jainelibrary.org