Book Title: Papni Saja Bhare Part 08
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 2
________________ પ્રવચન ૮ મુ પાંચમું પાપસ્થાનક—પરિગ્રહ “મૂર્છા- પરિગ્રહ પાપનું ફળ’ પરમ આરાઘ્યપાદ પરમપિતા પરમાત્મા ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરવાસ્મીના ચરણુકમળમાં સેકડા નમસ્કારપૂર્વક... न सो परिग्गा वृत्तो, नायपुत्रेण ताइणा । मुच्छा परिग्गा वृत्तो, इदं वृत्तं महेसिणा ॥ - જ્ઞાતપુત્ર મહાવીર ભગવાને માત્ર વસ્તુ રાખવાથી જ પરિગ્રહ નથી કહ્યો, પરંતુ તે તે સાધન, સામગ્રી પદાર્થમાં રાખેલી મૂર્છાઆસક્તિને જ પરિગ્રહ કહ્યો છે. આ પ્રમાણે મહિષ એ કહ્યુ છે. શ્રી દશવૈકાલિક આગમમાં આ વાત કહી છે. પુદ્ગલને અનાદિકાલીન રાગ અનન્ત બ્રહ્માંડમાં મૂળભૂત તે એ જ વસ્તુઓનુ અસ્તિત્વ છે. ત્રીજો પદાર્થ જ નથી. એક જીવ અને બીજો અજીવ. એક ચેતન અને બીજો અચેતન પછી જીવ–અજીવની સંચાગ-વિયેાગની પ્રક્રિયાથી અનેક પદાર્થાની ઉત્પત્તિ અને નાશ થાય છે. આ જીવાજીવ સૃષ્ટિમાં અનન્ત જીવાએ અનન્ત અજીવ પુર્દૂગલજન્ય પદાર્થને ઉપયાગ કર્યાં છે અને ઉપભેગ પણ કર્યાં છે. જીવ જ સચેતન જ્ઞાનયુકત સક્રિય દ્રવ્ય છે. અજીવ તા અચેતન, ચેતના રહિત, જ્ઞાન રહિત, સુખ-દુઃખ રહિત દ્રવ્ય છે. આથી પુદ્ગલદ્રવ્યથી ઉત્પન્ન થયેલા સુખ-દુ:ખના અનુભવના કર્તા-ભકતા એક માત્ર જીવ જ છે. અજીવ કયારે પણ કર્યાં, ભેાકતા બની શકતા જ નથી, કારણ કે એનામાં કતૃત્વ, ભાકતૃત્વને ભાવ નથી, સુખ– દુઃખાદિના અનુભૂતિ જ નથી. પુદ્ગલના (૧) સ્ક‘ધ (૨) દેશ (૩) પ્રદેશ અને (૪) પરમાણુ આ પ્રમાણે ચાર પ્રકાર છે. પરમાણુ સૂક્ષ્મતમ સ્વરૂપ છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 42