Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 10
________________ બીજા શ્લોકમાં બાવીસમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાન વિષે મંગલાચરણ. અનુદુ વૃત્તમ્ पुण्यप्रसूतिः निमः, पातु वो देशना गवी ॥ घासः स्मरादयो यस्याः, क्षीरं मोक्षसुखं पुनः॥२॥ અર્થ. કામ તથા ક્રોધાદિક નાના પ્રકારનું જે મહરાજાનું સૈન્ય છે તે જ સમસ્ત તણરૂપ ઘાસ જેનો ચારે છે, જે મોક્ષ સુખરૂપ દૂધને દેનારી છે, અને જેથી પુણ્યરૂપ વાછરૂની ઉત્પત્તિ થાય છે, એવી શ્રી નેમિનાથ ભગવાનની દશનારૂપ જે ગાઈ તે તમારું રક્ષણ કરે. ર II આ પદ્યમાં આ રહસ્ય છે—કામ તથા ક્રોધાદિક જે મોહરાજને પરિવાર છે તેનો નાશ થયા વિના મોક્ષસુખની પ્રાપ્તિ થતી નથી કેમકે, કામાદિક જીવને બંધરૂપ હોવાથી અત્યંત Sી દુઃખરૂપ છે, અને તે કામાદિક સર્વ બંધના નારારૂપ જે મોક્ષ છે તે અત્યંત સુખરૂપ છે તે ) અત્યંત દુઃખનો નાશ અને અત્યંત સુખની પ્રાપ્તિ જેથી થાય તેના જેવો જીવને રક્ષણ કરતા બીજો કોઈ પદાર્થ કહેવાય નહી એવો પદાર્થ એક બેધ સિવાય બીજો કોઈ નથી એ દેશના પણ કહેવાય છે, એ દેશનાથી સર્વ પાપોનો ક્ષય થાય છે અને પુણ્યની ઉત્પત્તિ થાય છે. દેશના છે ક સાધારણ માણસના મુખથી ઉત્પન્ન થએલી નહીં પણ સાક્ષાત શ્રી નેમીશ્વર ભગવાનના મુખા રવિંદથી ઉત્પન્ન થઈ છે. એને ગાઈરૂપ કહેવાનું કારણ એ કે, તે ગમે તેવા પદાર્થને ભક્ષણ ) કરીને પણ પોતાના આશ્રીતને સારું દૂધ આપે છે તેમ એ દેશના જે છે તે પણ કહેલા ના પદાર્થોને નાશ કરીને શ્રેષ્ટ મોક્ષસુખને આપે છે. આ પદ્યમાં પણ સ્તવનાત્મકજ મંગલાચરણ છે; અને રૂપકાલંકાર છે. તે આમ: દેશના રૂપ ગાઈ, કામાદિક ઘાસ પુણ્યરૂપ વાછરૂ અને મોક્ષસુખરૂપ દૂધ કહ્યું છે. ત્રિીજા લોકમાં નેવીમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથ ભગવાન વિષે મંગલાચરણ, अनुष्टुप् वृत्तम् पार्श्वनाथः सवः पाया, यदंगयुतिसागरे ॥ प्रवालकंदलायंते, फणिरत्नप्रभांकुराः॥३॥ જેમ સમુદને વિષે પરવાળાની અફરો ચમકિ રહે છે, તેમ જેના શરીરના તેજરૂપ સમુ- દમાં સપના મણિરત્નના કિરણો શોભી રહ્યા છે એવા જે શ્રી પાર્શ્વનાથ ભગવાન છે તે તમારી તો ૭) રક્ષા કરો. ૩ . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 596