Book Title: Pandav Charitra Granth
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 14
________________ થયું છે? તું યોવનમદ યુક્ત છતાં નમ્રપદ ગ્રહણ કરીને આનંદ સહિત સુંદર વદન કમળ વિકાશિત રસ અભીપ્સિત ૧૮૫૬ર ચિત્ત હરણ કરનારી એવી હું સ્ત્રી તું કોણ છે? કયા રાજાની કુંવરી છે? ઈત્યાદિક રાજાનાં વચનો શાંભળી તથા તેનો અભિપ્રાય જાણીને પાસે સખી ઊભી હતી તેને શાન કરી એટલે તે ખોલવા લાગી, એક રત્નપુર નામના નગરનો જન્તુ નામે વિદ્યાધરોનો રાજા છે તેની આ પવિત્રાંગી ગંગા નામની પુત્રી છે. તે રાજા એક સમયે આ સુંદર કન્યાને પોતાની ગોદમાં લેઇને ખેઠો હતો. વાત્સલ્યતાને લીધે કાંઈ લાલન પાલન કરતાં તે ખોલવા લાગ્યો કે, પુત્રી તારૂં અલૌકિક અનૂપ રૂપ જોઇને તારો પતિ કેવો શોધવો? તે વિષે મને વિચાર થઈ પડ્યો છે, ત્યારે હવે તુંજ કહે કે તને કહેવા પતિની ઈચ્છા છે? ત્યારે આ કન્યા બોલી કે, હે પિતા, જો રૂપવાન હોઇને મારૂં કહ્યુ ન માને તેવા પતિને હું શું કરૂ! માટે જે મારી આજ્ઞાને ઉલ્લંધન કર્યું નહી તેવા પતિની મને ઈચ્છા છે. એવાં પોતાની કન્યાનાં વચન શાંભળી અને દૃઢ નિશ્ચય જાણીને કેટલાએક મહાસ્વરૂપવાન પુરૂષો તેડાવ્યા; અને અનુક્રમે તે પ્રત્યેકને પોતાની કન્યાને પરણવાનું કહ્યું, પણ તેમની સાથે તે સરત કરવા માંડી. એ શરત કોઈ કબૂલ કરે નહી. કેમકે, સ્ત્રીના કહ્યામાં રહેવું ને જેમ તે કહે તેમ કરવું એ પુરૂષને યોગ્ય નથી એવું વિચારી તે સર્વ પુરૂષો એ વાતનો તિરસ્કાર કરવા લાગ્યા; અને તે કન્યાને પરણવાનું બધા ના કહેવા લાગ્યા. તે સાંભળીને આ કન્યા અતિ નિરાશ થઈ અને મનમાં ઘણો ખેદ્ય કરવા લાગી. પછી પોતાના મનનો મનોર્થ સિદ્દ કરવા સારૂ એણે વ્રત ધારણ કરવાની ઈચ્છા કરી. કેટલાએક દિવશ પછી એક બિન આરાધના રૂપ એવા વ્રતને ધારણ કરચો કે તે ચારણશ્રમણ મુનિ વિના ખીજાને ધારણ કરવો અતિ દુર્લભ થાય તે વ્રતમાં દુસૈન પ્રકાશ થવાથી કોઈ વિધુ આવી પ્રાપ્ત થાય એવા ભયથી તે વિશથી આ આશ્રમમાં આવી રહીને શ્રી જિનેશ્વરની પૂજા કરતી ખેહીછે. ઍમ શ્રી જિનેશ્વરની પૂજા કરતાં ઘણાં વર્ષ વીત્યાં ત્યારે ત પૂજા આજ સફળ થઈછે કેમકે, ગઈ કાલ દિનેજ આ ખાઈનો પિતા જહુ રાજા અત્રે આવી કહી ગયોછે કે, હે ભદે, તેં ધારણ કરેલા શુભ વ્રતના મહાત્મ્યથી તારો મનોર્થ પૂર્ણ થવાની સંધિ આવીછે. આવતી કાલે અચાનક એક હણિ તથા હરિણીના જોડાની પાછળ લાગીને અતિ વેગે હસ્તિનાપુરનો સાંતનુ રાજ અત્રે આવશે તે તારો અંગીકાર કરશે. અર્થાત્ તે તારો ઊતાર થશે. એવાં વચન જ્યારથી અમે શાંભલ્યાં ત્યારથી બન્ને જણયો આ મહેલ ઊપર ચઢીને તમારા આવવાનો પંથ નિહાલતી બેઠી છેએ. એટલામાં આપ આવ્યા તેથી અમારો મનોર્થ પૂર્ણ થયો એવો અમારો દૃઢ નિશ્ચય થઈ ચૂકોછે. એવાં તે પવિત્રાંગી ગંગાની સખીનાં વચનો ૧. ઈચ્છા કરનાર. ર. ભમા, Jain Educationa International For Personal and Private Use Only www.jainellbrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 596