________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
તથા ક્ષીણ થયા છે જરા -વૃદ્ધાવસ્થા અને મરણ જેમના એવા, નાશ થયું છે કર્મરૂપી કલંક જેનું એવા, | નાશ પામી છે સર્વ પ્રકારની બાધા-પીડા જેની એવા,
કેવળજ્ઞાન અને કેવળ દર્શનવાળા મોક્ષપુરીમાં વસનારા, અનુપમ સુખને પામેલા તથા સર્વથા પ્રકારે કર્યુ છે કાર્ય જેણે એટલે કે કૃતાર્થ થએલા એવા
સિદ્ધો મારે સદા શરણરુપ હો