Book Title: Panchsutra
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 44
________________ પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ તથા શુભકર્મના અનુબંધો ચોતરફથી એકઠા થાય છે, ભાવની વૃદ્ધિવડે પુષ્ટ એટલે દ્રઢ થાય છે, તથા નીપજે છે એટલે સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી શું થાય છે ? તે કહે છે અને અનુબંધ સહિત, પ્રકૃષ્ટ એટલે પ્રધાન, પ્રકૃષ્ટ એટલે શુભ ભાવવડે ઉપાર્જન કરેલું અને નિશ્ચે ફળ આપનારું શુભ કર્મ. સારી રીતે પ્રયોગ કરેલા મોટા-શ્રેષ્ઠ ઔષધની જેમ શુભ ફળવાળું થાય છે, અનુબંધે કરીને શુભને વિષે પ્રવૃત્તિવાળું થાય છે, તથા પરંપરાએ કરીને પરમસુખને – મોક્ષને સાધનારું થાય છે. ૩૮

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50