________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ આ પ્રકારે આ સૂત્રને સારી રીતે એટલે સંવેગ સહિત પાઠ કરનારના, બીજાની પાસે સાંભળનારના અથવા અર્થનું સ્મરણ કરનારના અશુભ કર્મના અનુબંધો મંદ વિપાક થવાથી શિથિલ થાય છે. - પાતળા થાય છે અને ક્ષીણ થાય છે એટલે વિશેષ પ્રકારના અધ્યવસાયવડે મૂળથી જ નાશ પામે છે. ત્યાર પછી શું થાય? તે કહે છેતથા અનુબંધ રહિત અશુભકર્મ જે કાંઈક બાકી રહ્યું હોય તે આ સૂત્રપાઠાદિકથી ઉત્પન્ન થએલા શુભ પરિણામે કરીને ભગ્ન સામર્થ્યવાળું – સામર્થ્ય રહિત થાય છે. મંત્રના પ્રભાવવડે કંકણથી બાંધેલા વિષની | જેમ અલ્પફળવાળું એટલે થોડા વિપાક વાળું થાય છે. તથા સુખે કરીને દૂર કરવા લાયક એટલે સંપૂર્ણ વિનાશ કરવા લાયક થાય છે, તથા ફરીથી તેવા પ્રકારનો કર્મબંધ નહીં કરવાથી અપુનર્ભાવવાળું થાય છે.
-
-
-