________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
-
કારણકે તે અરિહંતાદિક ભગવંતો અચિત્ત્વ શક્તિવાળા રાગદ્વેષ રહિત અને સર્વજ્ઞ છે. તથા પ્રાણીઓના ઉત્કૃષ્ટ કલ્યાણકારક અને ઉત્કૃષ્ટ કલ્યાણના હેતુ છે.
અને હું તો મૂઢ છું, પાપી છું, અનાદિ મોહથી વાસિત-સહિત છું, ભાવથી એટલે પરમાર્થથી અજ્ઞાની છું, તેથી તે અરિહંતાદિકના સામર્થ્ય વડે હું હિત અને અહિતનો જાણનાર થાઉં.
અહિતથી નિવૃત્તિવાળો થાઉં. અને હિતને વિષે પ્રવૃત્તિવાળો થાઉં. તથા પોતાનું હિત છે એમ ધારીને સર્વ પ્રાણીઓની ઉચિત સેવા કરવા વડે કરીને આરાધક થાઉં. એટલા માટે હું સુકૃતને ઈચ્છું છું. હું સુકૃતને ઈચ્છું છું. હું સુકૃતને ઈચ્છું છું.
૩૪