Page #1
--------------------------------------------------------------------------
________________
IIIIIIIIII
પંચસૂત્ર
ની
રીત કરી છે ..
પ્રથમ સૂત્ર
02222 GSSS
ઉ6 :
:
ONGCS
: પ્રેરક : શ્રીનેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ શિષ્ય
આ. શ્રીવિજયપ્રધુમ્નસૂરિ મ.
: પ્રકાશક : શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા
અમદાવાદ-૧૪ સં. ૨૦૮
ઈ.સ. ૨૦૧૨
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી વિજય દેવસૂરિ ગ્રન્થમાલાઃ
-
--
પંચસૂત્ર
-
-
(પાપ પ્રતિઘાત - ગુણબીજાપાન)
પ્રથમસૂત્ર
: પ્રકાર :
-
---
શ્રી શ્રુતજ્ઞાન પ્રસારક સભા અમદાવાદ - ૩૮૦ ૦૦૭.
-----
---
---
Page #3
--------------------------------------------------------------------------
________________
—
——
—
પ્રકાશક : શ્રીશ્રુતજ્ઞાન પ્રસારક સભા,
પ્રત : ૨૦૦૦
કિંમત : ૧૦-૦૦
પ્રકાશક | પ્રાપ્તિસ્થાન : શ્રુતજ્ઞાન પ્રસારક સભા - - જિતેન્દ્ર કાપડિયા C/o. અજંતા પ્રિન્ટર્સ, ૧૨/બી, સત્તર તાલુકા સોસાયટી, પોસ્ટ, નવજીવન, અમદાવાદ-૩૮૦ ૦૧૪ (મો.) ૯૮૨૪૦૮૦૩૦૮
-----
---------------
શરદભાઈ ઘોઘાવાળા બી/૧, વી.ટી. એપાર્ટમેન્ટ, કાળાનાળા, ભાવનગર (મો.) ૯૪૨૬૨૨૮૩૩૮ વિજયભાઈ દોશી સી-૬૦૨, દત્તાણીનગર, બોરીવલ્લી (વેસ્ટ), મુંબઈ. (મો.) ૯૩૨૦૪૭૫૨૨૨
ટાઈપસેટીંગ / મુદ્રણ કિરીટ ગ્રાફિક્સ ૪૧૬, વૃંદાવન શોપીંગ સેન્ટર, રતનપોળ, અમદાવાદ-૧ (મો.) ૦૯૮૯૮૪૯૦૦૯૧
Page #4
--------------------------------------------------------------------------
________________
// નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂરયે //
સૂત્રપાઠ કરી શુદ્ધ બનીએ
સ્તોત્ર શિરોમણિ શ્રીભક્તામર સ્તોત્રના | પાઠનો એકનાદ છેલ્લા વર્ષોમાં શ્રી સંઘમાં પ્રવર્તે છે. સારું છે. શ્રી ભક્તામરસ્તોત્ર એ પુષ્ટિસ્તોત્ર છે, જયારે શ્રી પંચસૂત્ર એ શુદ્ધિસૂત્ર છે. પુષ્ટિ એટલે પુણ્યોપચય-પુણ્યનો સંચય અને શુદ્ધિ એટલે પાપક્ષય. | પુષ્ટિ એ મહેલ છે તો શુદ્ધિ એ પાયો છે. પંચસૂત્ર પૈકીનું પહેલું સૂત્ર, એનું સ્થાન શ્રાવક | ધર્મની આરાધના પહેલાં રાખ્યું છે. તે બતાવે છે કોઈપણ વસ્તુની સ્થાપના પહેલાં ભૂમિશુદ્ધિ કરવી જરૂરી છે.
આ પ્રથમ સૂત્ર ભૂમિકાને શુદ્ધ કરવાનું અગત્યનું કામ કરે છે. જે આત્મકલ્યાણમાં જરૂરી છે. અહીં મૂળસૂત્રનો પાઠ મોટા અક્ષરમાં, અને
Page #5
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી લિપિમાં આપ્યો છે. જેથી બાળકો કે વૃદ્ધો બધાંને એનો પાઠ કરવામાં સુગમતા રહે. વળી તે તે પદની સામે જ તેનો અર્થ પણ સરળ ભાષામાં આપ્યો છે, જેથી મૂળસૂત્રના પાઠ વખતે અર્થનું અનુસંધાન રહી શકે.
શ્રી સંઘના પ્રત્યેક શ્રાવક | શ્રાવિકા આ સૂત્ર ને કંઠસ્થ કરી નિત્ય-નિરંતર, દીર્ઘકાળ સુધી સત્કારપૂર્વક ત્રિકાળ અથવા જઘન્યથી એક વાર પાઠ કરી મનના મેલ દૂર કરી આત્મવિશુદ્ધિને પામી, સ્વાધીન સુખના સ્વામી બનો.
ચિત્તાત્મ સ્વાથ્ય લાભાય, ત્રિસધ્ધ શુદ્ધિસ્ટકમ્ | ત્રિાધા પઠિત્વા પ્રયન્તાં, શ્રીસંઘઃ સકલઃ સદા |
અમદાવાદ વિ.સં. ૨૦૬૮
Page #6
--------------------------------------------------------------------------
________________
સકલશ્રીસંઘ
કરકમલમાં...
Page #7
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
ણમો વીયરાગાણું, સવણૂણે,
દેવિંદ પૂઈઆણં, જહદ્ધિઅવસ્થવાઈબં
તેલુક્કગુરુર્ણ અહંતાણં ભગવંતાણ
Page #8
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
વીતરાગ એટલે રાગદ્વેષ રહિત, સર્વજ્ઞ એટલે જગતના સર્વભાવોને સંપૂર્ણ રીતે જાણનારા,
દેવેંદ્રોએ પૂજેલા, યથાસ્થિત એટલે જેવી હોય તેવી વસ્તુને કહેનારા, ત્રણ જગતના ગુરુ,
| અરુહ એટલે નહીં ઉત્પન્ન થનારા અર્થાત્ હવે પછી કોઈપણ વખત પુર્નજન્મને નહીં લેનારા, એવા ભગવંતોને નમસ્કાર થાઓ.
Page #9
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
-
જે એવમાઈતિ
ઈહ ખલુ
અણાઈ જીવે
અણાઈ જીવસ ભવે
અણાઈ કમ્મસંજોગનિવૃત્તિએ
દુઃખરુવે, દુઃખફલે
દુઃખાણુબંધે
૩
Page #10
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
જે ભગવંત આ પ્રમાણે કહે છે – કે
આ લોકમાં નિશ્ચ
જીવ અનાદિ છે,
| અનાદિ એવા જીવનો ભવ - જે સંસાર તે
અનાદિ છે અને તે | અનાદિ કર્મના સંયોગે કરીને બનેલો છે, વળી તે ભવદુઃખરૂપ છે, તથા દુઃખના ફળ વાળો છે, તથા દુઃખના અનુબંધવાળો છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
એઅસ્સ ણં વૃચ્છિત્તિ
સુદ્ધધમ્માઓ
સુદ્ધધમ્મસંપત્તી
પાવકમ્મવિગમાઓ
પાવકમ્મવિગમો
તહાભવ્વત્તાઈ ભાવઓ
૫
Page #12
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
આ ભવનો વિચ્છેદ
શુદ્ધ ધર્મથી થાય છે તથા
શુદ્ધ ધર્મની પ્રાપ્તિ
પાપકર્મના વિનાશથી થાય છે. તથા
પાપકર્મનો વિનાશ
તથા ભવ્યત્યાદિના પરિપાક પણાથી થાય છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
.
તસ્ય પુણ વિવાગસાહણાણિ
ચઉસરણગમણે દુક્કડગરિહા
સુકડાણસેવણે અઓ કાયધ્વમિણે હોલુકામેણું
યા સુપ્પણિહાણે ભુજ્જો ભુક્કો સંકિલેસે તિકાલમસંકિલેસે
Page #14
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
વળી તેના એટલે તથાભવ્યત્વ આદિના ઉદયનાં પરિપાક થવાનાં સાધનો આ પ્રમાણે છે. ચાર શરણ કરવાં તે, તથા દુષ્કતની ગહનિંદા કરવી તે, તથા સુકૃતની સેવા અનુમોદના કરવી તે. આ કારણથી મોક્ષના અર્થી ભવ્ય પ્રાણીએ સદા શુભ એવા પ્રણિધાન વડે એટલે મન, વચન અને કાયાની એકાગ્રતાવડે આ ચતુદશરણાદિ કરવા લાયક છે. તે | ચતુદશરણાદિક. તીવ્ર રાગાદિક સંકલેશ હોય ત્યારે વારંવાર કરવા અને સંકલેશ ન હોય તો ત્રિકાળ કરવા. ત્રણ સંધ્યાએ પાઠ કરવો.
Page #15
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
જાવજીવે એ ભગવંતો
પરમતિયોગનાહા અણુત્તર પુણસંભારા
ખીણરાગદોસમોહા અચિંતચિંતામણિ
ભવજલહિપોયા એગંતસરણ્યા
અરહંતા સરણે
T
Page #16
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
જાવજીવ સુધી મારે સમગ્ર ઐશ્વર્યાદિક વડે યુક્ત એવા,
ઉત્કૃષ્ટ ત્રિલોકના નાથ, સર્વોત્તમ પુણ્યના
સમૂહવાળા,
ક્ષીણથયા છે રાગ, દ્વેષ અને મોહ જેના એવા.
અચિત્ત્વ-જેનું સ્વરૂપ ચિંતવી ન શકાય તેવા ચિંતામણિ રત્ન સમાન,
સંસારરૂપી સમુદ્રને વિષે પ્રવહણ સમાન તથા એકાન્તપણે શરણ કરવા લાયક એવા અર્હન્તો શરણરુપ હો
૧૦
Page #17
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
તહા
પછીણ-જરામરણા અવેય-કમ્મકલંકા પણઠ-વાબાપા કેવલનાણદંસણા સિદ્ધિપુરનિવાસી નિવમસુસંગયા સવહા-ક્યકિચ્ચા સિદ્ધા સરણે
Page #18
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
તથા ક્ષીણ થયા છે જરા -વૃદ્ધાવસ્થા અને મરણ જેમના એવા, નાશ થયું છે કર્મરૂપી કલંક જેનું એવા, | નાશ પામી છે સર્વ પ્રકારની બાધા-પીડા જેની એવા,
કેવળજ્ઞાન અને કેવળ દર્શનવાળા મોક્ષપુરીમાં વસનારા, અનુપમ સુખને પામેલા તથા સર્વથા પ્રકારે કર્યુ છે કાર્ય જેણે એટલે કે કૃતાર્થ થએલા એવા
સિદ્ધો મારે સદા શરણરુપ હો
Page #19
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
તહા
પરંતગંભીરાસયા સાવજ્જ જોગવિરયા પંચવિહાયારજાણગા પરોવારનિરયા પઉમાઈનિદંસણા ઝાણજઝયણ સંગયા વિસુજઝમાણભાવા
સાહૂ સરણે
Page #20
--------------------------------------------------------------------------
________________
-
-
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
તથા શાંત અને ગંભીર છે આશય એટલે ચિત્તના પરિણામ જેમના એવા,
-
સાવદ્ય એટલે પાપવાળા વ્યાપારથી વિરામ પામેલા,
-
પાંચ પ્રકારના આચારને જાણનારાપાળનારા, પરોપકાર કરવામાં તત્પર,
પદ્માદિકની ઉપમાવાળા, ધ્યાન અને સ્વાધ્યાયવડે યુક્ત તથા
| વિશુદ્ધ છે ભાવ જેમનો એવા સાધુઓનું મને શરણ હો,
-
-
Page #21
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
તહા સુરાસુરમણુએ પૂઈઓ
મોહતિમિરંસુમાલી રાગદોસવિસ પરમમંતો હેઊસયલ-કલ્યાણાર્ણ કમ્યવણવિહાવસૂ સાહગો સિદ્ધભાવસ્ય કેવલિપષ્ણત્તો ધમ્મો જાવજીવે મે ભગવં સરખું
Page #22
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
તથા સુર, અસુર અને મનુષ્યોએ પૂજેલો, મોહરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય
સમાન,
રાગદ્વેષરુપી વિષનો નાશ કરવામાં ઉત્કૃષ્ટ
મંત્ર સમાન,
સમગ્ર કલ્યાણનું કારણ,
કર્મરુપી વનને બાળવામાં અગ્નિ સમાન તથા સિદ્ધપણાને એટલે મોક્ષને સાધનાર એવો કેવલી ભગવંતે પ્રરુપેલો ધર્મ,
જાવજ્જીવ મારે શરણરુપ હો.
૧૬
Page #23
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
સરણમુવગઓ ય એએસિં ગરિહામિ દુક્કડું
જર્ણ અરહંતસુ વા, સિદ્ધસુ વા,
આયરિએસુ વા, ઉવજ્ઝાએસુ વા સાહૂસુ વા,
સાધુણીસુ વા. અનેસુ વા ધમ્મઠાણેસુ
માણણિજસુ પૂયણિજેસુ
Page #24
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
તથા આ અરિહંતાદિકના શરણને પામેલો હું દુષ્કતની નિંદા કરું છું. જે દુષ્કૃત અરિહંતોને વિષે, સિધ્ધોને વિષે, આચાર્યોને વિષે, અથવા ઉપાધ્યાયોને વિષે, અથવા સાધુઓને વિષે, અથવા સાધ્વીઓને વિષે, અથવા બીજા એવા ધર્મનાં સ્થાનો એટલે સામાન્યપણે ગુણો વડે અધિક એવા માનવા લાયક અને પૂજવા લાયક એવા ગુણીઓને વિષે,
Page #25
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
તહા માઈસુ વા, પિઈસુ વા, બંધૂસુ વા, મિત્તેસુ વા, વિયારીસુ વા
ઓહેણ વા જીવસુ મગૂઠિએસ અમન્ગઠિએસુ મમ્મસાહણેસુ અમગસાહણેસુ
Page #26
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર (પ્રથમ) - અર્થ તથા માતાઓને વિષે, અથવા પિતાઓને વિષે, અથવા બંધુઓને વિષે, અથવા
.
મિત્રોને વિષે, અથવા ઉપકારીઓને વિષે,
અથવા ઓધે એટલે સામાન્ય પણે
સમકિત આદિ માર્ગમાં રહેલા જીવોને
વિષે,
અથવા માર્ગમાં નહીં રહેલા એવા સર્વ જીવોને વિષે,
અથવા માર્ગને સાધનારા પુસ્તકાદિકને વિષે, અથવા
માર્ગને નહીં સાધનારા ખડ્યાદિકને વિષે
૨૦)
Page #27
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
જે કિંચિ વિતહમાયરિય અણાયરિયલ્વે અણિચ્છિયબં પાવે પાવાણુબંધિ
સુહુમ વા, બાયર વા, મણેણ વા, વાયાએ વા, કાબેણ વા, કર્ષવા, કારાવિસંવા, અણુમોઈયવા, રાગેણ વા, દોસણ વા, મોહેણ વા એન્થ વા જમે, જમ્મતસુ વા
-
-
Page #28
--------------------------------------------------------------------------
________________
-
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ જે કાંઈ વિપરીત આચરણ કર્યું હોય, કે જે ક્રિયાવડે નહીં આચરણ કરવા લાયક અને મન વડે નહીં ઈચ્છવા લાયક
એવું પાપાનુબંધી પાપ સૂક્ષ્મ અથવા બાદર – મોટું એવું આચર્યું હોય, તે પણ મન વડે, અથવા વાણી વડે, અથવા શરીર વડે
મેં પોતે કર્યું હોય, અથવા બીજા પાસે કરાવ્યું હોય, અથવા બીજાએ કરેલું સારું માન્યું હોય,
તે પણ રાગ વડે, અથવા દૈષ વડે, અથવા મોહ વડે આ જન્મને વિષે, અથવા અન્ય જન્મોને વિષે
૨ ૨
Page #29
--------------------------------------------------------------------------
________________
G
પંચસૂત્ર (પ્રથમ) ગરહિયમય, દુક્કડમેય
ઉઝિયવ્યમેણં,
વિયાણિયું એ કલ્યાણમિત્ત ગુરુ ભગવંતવાણાઓ
એવમેયં તિ
રોઈયં સદ્ધાએ અરિહંતસિદ્ધસમM ગરિહામિ
અહમિણે દુક્કડમેય. ઉઝિયવ્રમેય
એન્થ મિચ્છામિ દુક્કડ, મિચ્છામિ દુક્કડું, મિચ્છામિ દુક્કડું
Page #30
--------------------------------------------------------------------------
________________
--
-
-
-
-
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ આ ગહ-નિંદા કરવા લાયક છે, આ દુષ્કૃત છે, આ ત્યાગ કરવા લાયક છે,
--
એમ મેં કલ્યાણમિત્ર એવા ગુરુ ભગવંતના વચનથી જાણ્યું છે. તેથી આ એમ જ છે એ પ્રમાણે શ્રદ્ધાવડે મને રુચ્યું છે – પસંદ પડ્યું છે.
તેથી અરિહંત અને સિદ્ધ સમક્ષ હું એ સર્વપાપને ગહું , આ દુષ્કત છે, આ ત્યાગ કરવા લાયક છે એમ કહું છું - અંતઃકરણથી માનું છું.
આ સંબંધી મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ.
૨૪)
Page #31
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
B
હોઉ મે એસા સમ્મે ગરહા હોઉ મે અકરણનિયમો બહુમયં મમેયં તિ. ઈચ્છામો અણુસò અરહંતાણં ભગવંતાણં
ગુરુર્ણ કલ્લાણમિત્તાણું તિ
હોઉ મે એએહિં સંજોગો
હોઉ મે એસા સુપત્થણા હોઉ મે એન્થ બહુમાણો
હોઉ મે ઈઓ મોખબીયં તિ પત્તેસુ એએસ
અહં સેવારિહે સિયા આણારિકે સિયા,
પડિવત્તિજુએ સિયા, નિરઈયારપારગે સિયા
૨૫
Page #32
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ મારે આ ઉપર કહી તે સમ્યક્ પ્રકારે એટલે ભાવથી ગહ થાઓ. મારે ફરી તેવું પાપ નહીં કરવાનો નિયમ હો, આ બન્ને બાબત મારે બહુ સંમત છે એ હેતુ માટે અરિહંત ભગવંતની તથા કલ્યાણમિત્રારુપ ગુરુમહારાજની અને શાસ્તિને એટલે હિતશિક્ષાને હું ઈચ્છું છું. મારે આ અરિહંતાદિકની સાથે સંયોગઉચિત યોગ થાઓ. મારી આ અરિહંતાદિકના સંયોગવાળી સારી પ્રાર્થના થાઓ. મને આ પ્રાર્થનાને વિષે બહુમાન થાઓ. તથા મને આ પ્રાર્થનાથી મોક્ષબીજ એટલે કુશલાનુબંધી કર્મ પ્રાપ્ત થાઓ. એ અરિહંતાદિક પ્રાપ્ત થયે છતે હું તેમની સેવાને લાયક થાઉં. તેમની આજ્ઞાને લાયક થાઉં. તેમની સેવા-ભક્તિથી યુક્ત થાઉં. તથા અતિચાર રહિતપણે તેમની આજ્ઞાનો પારગામી થાઉં.
Page #33
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
સંવિષ્પો જહાસત્તીએ સેમિ સુકડ.
અણમોએમિ સલ્વેસિ અરહંતાણં અણુઠાણું સલૅસિ સિદ્ધાણં સિદ્ધભાવે સલ્વેસિ આયરિયાણં આયાર
Page #34
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
હું સંવેગવાળો એટલે મોક્ષનો અભિલાષી થયેલો,
શક્તિ પ્રમાણે એટલે આત્મવીર્ય ગોપવ્યા વિના સુકૃતને એવું છું.
તે આ પ્રમાણે સર્વે અરિહંતોના ધર્મકથાદિક અનુષ્ઠાનને હું અનુમોદુ છું.
સર્વસિદ્ધોના અવ્યાબાધ આદિ સિદ્ધપણાને અનુમોદુ છું.
સર્વ આચાર્યોના જ્ઞાનાચારાદિક આચારને અનુમોદુ છું.
Page #35
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર (પ્રથમ) સન્વેસિ ઉવજ્ઝાયાણં
સુત્તપ્પયાણ સલૅસિં સાહૂણં સાહુકિરિય
સબેસિ સાવગાણું મોખિસાહણજોગે
એવું
સવૅસિં દેવાણં, સલૅસિં જીવાણું, હોઉકામાણે કલ્લાણાસયાણું
મગસાહણજોગે.
Page #36
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
સર્વ ઉપાધ્યાયોના દ્વાદશાંગીસૂત્રોના પ્રદાનને અનુમોદુ છું.
સર્વ સાધુઓની સ્વાધ્યાય આદિ સારી ક્રિયાને અનુમોદુ છું.
સર્વ શ્રાવકોના વૈયાવચ્ચ વિગેરે મોક્ષસાધનાના યોગોને અનુમોદુ છું.
સિદ્ધ થવાની ઈચ્છાવાળા એટલે આસન્નભવ્ય અને શુદ્ધ આશયવાળાં એવા ઈન્દ્રાદિક સર્વ દેવોના તથા સર્વ જીવોના માર્ગસાધનના યોગોને એટલે માર્ગાનુસારિપણાદિક કુશળ વ્યાપારોને હું અનુમોદુ છું.
૩૦)
Page #37
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
હોઉ મે એસા અણમોયણા સમ્મ વિહિપુવિઆ
સમ્મ સુદ્ધાસયા સમ્સ પડિવત્તિવા સમ્મ નિરઈયારા
પરમગુણજુત્ત અરહંતાઈસામર્થીઓ.
Page #38
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર (પ્રથમ) - અર્થ
મારી આ ઉપર કહી તે અનુમોદના સભ્ય - સારી રીતે સૂત્રમાં કહેલી વિધિપૂર્વક હો.
તથા કર્મના વિનાશ વડે શુદ્ધ આશયવાળી થાઓ.
તથા સમ્મક્રિયાપે - કરવાપે અંગીકાર રુપ થાઓ.
-
તથા સમ્યક્ નિર્વાહ કરવાવડે અતિચાર રહિત થાઓ. શાથી થાઓ? તે કહે છે -
ઉત્કૃષ્ટ ગુણો વડે યુક્ત એવા અરિહંત, સિદ્ધ વિગેરેના સામર્થ્યથી મારી અનુમોદના સારી થાઓ.
-
Page #39
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) અચિંતસત્તિજુત્તા હિ તે ભગવંતો, વીયરાગા, સવ્વષ્ણુ, પરમકલ્લાણા પરમકલ્યાણહેઊ સત્તાણું
મૂઢે અસ્ડિ પાવે, અણાઈમોહવાસિએ
અણભિન્ન ભાવ હિયાતિયાણું અભિને સિયા,
અહિયનિવિરે સિયા, હિયપવિત્તે સિયા,
આરાહગે સિયા, ઉચિયપડિવત્તીએ સિયા સવ્વસત્તાણું સહિયંતિ ઈચ્છામિ સુક્કડ, ઈચ્છામિ સુક્કડ, ઈચ્છામિ સુક્કડં.
૩૩
Page #40
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
-
કારણકે તે અરિહંતાદિક ભગવંતો અચિત્ત્વ શક્તિવાળા રાગદ્વેષ રહિત અને સર્વજ્ઞ છે. તથા પ્રાણીઓના ઉત્કૃષ્ટ કલ્યાણકારક અને ઉત્કૃષ્ટ કલ્યાણના હેતુ છે.
અને હું તો મૂઢ છું, પાપી છું, અનાદિ મોહથી વાસિત-સહિત છું, ભાવથી એટલે પરમાર્થથી અજ્ઞાની છું, તેથી તે અરિહંતાદિકના સામર્થ્ય વડે હું હિત અને અહિતનો જાણનાર થાઉં.
અહિતથી નિવૃત્તિવાળો થાઉં. અને હિતને વિષે પ્રવૃત્તિવાળો થાઉં. તથા પોતાનું હિત છે એમ ધારીને સર્વ પ્રાણીઓની ઉચિત સેવા કરવા વડે કરીને આરાધક થાઉં. એટલા માટે હું સુકૃતને ઈચ્છું છું. હું સુકૃતને ઈચ્છું છું. હું સુકૃતને ઈચ્છું છું.
૩૪
Page #41
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
એવમેય સમ્મ પઢમાણમ્સ, સુણમાણસ્સ
અણુપેહમાણસ્સ સિઢિલીભવંતિ, પરિહાયંતિ, ખિજૂજંતિ અસુહકમ્માણબંધા નિરણુબંધ વા અસુહકર્મો ભગ્નસામત્યે સુહપરિણામેણું કડગબદ્ધ વિ ય વિસે
અપ્પફલે સિયા સુહાવણિજે સિયા અપુણભાવે સિયા
૩૫
Page #42
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ આ પ્રકારે આ સૂત્રને સારી રીતે એટલે સંવેગ સહિત પાઠ કરનારના, બીજાની પાસે સાંભળનારના અથવા અર્થનું સ્મરણ કરનારના અશુભ કર્મના અનુબંધો મંદ વિપાક થવાથી શિથિલ થાય છે. - પાતળા થાય છે અને ક્ષીણ થાય છે એટલે વિશેષ પ્રકારના અધ્યવસાયવડે મૂળથી જ નાશ પામે છે. ત્યાર પછી શું થાય? તે કહે છેતથા અનુબંધ રહિત અશુભકર્મ જે કાંઈક બાકી રહ્યું હોય તે આ સૂત્રપાઠાદિકથી ઉત્પન્ન થએલા શુભ પરિણામે કરીને ભગ્ન સામર્થ્યવાળું – સામર્થ્ય રહિત થાય છે. મંત્રના પ્રભાવવડે કંકણથી બાંધેલા વિષની | જેમ અલ્પફળવાળું એટલે થોડા વિપાક વાળું થાય છે. તથા સુખે કરીને દૂર કરવા લાયક એટલે સંપૂર્ણ વિનાશ કરવા લાયક થાય છે, તથા ફરીથી તેવા પ્રકારનો કર્મબંધ નહીં કરવાથી અપુનર્ભાવવાળું થાય છે.
-
-
-
Page #43
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
તહા
આસગલિજંતિ, પરિપોસિર્જ્યતિ,
નિમ્મવિજ્યંતિ, સુહકમ્માણુબંધા સાણબંધં ચ સુહકમ્મ
પિંગö, પિગટ્ઠભાવિજજયં નિયમફલયં.
સુપઉત્તે વિ ય મહાગએ
સુહલે સિયા,
સુહપવત્તગે સિયા પરમસુહસાહગે સિયા.
૩૭
Page #44
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ તથા શુભકર્મના અનુબંધો ચોતરફથી એકઠા થાય છે, ભાવની વૃદ્ધિવડે પુષ્ટ એટલે દ્રઢ થાય છે, તથા નીપજે છે એટલે સંપૂર્ણ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી શું થાય છે ? તે કહે છે અને અનુબંધ સહિત, પ્રકૃષ્ટ એટલે પ્રધાન, પ્રકૃષ્ટ એટલે શુભ ભાવવડે ઉપાર્જન કરેલું અને નિશ્ચે ફળ આપનારું શુભ કર્મ. સારી રીતે પ્રયોગ કરેલા મોટા-શ્રેષ્ઠ ઔષધની જેમ શુભ ફળવાળું થાય છે, અનુબંધે કરીને શુભને વિષે પ્રવૃત્તિવાળું થાય છે, તથા પરંપરાએ કરીને પરમસુખને – મોક્ષને સાધનારું થાય છે.
૩૮
Page #45
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
અઓ અપ્પડિબંધમેય અસુહભાવનિરોહણ સુહભાવબીયં તિ સુપ્પણિહાણે સમ્મ પઢિયહૂં
સમ્મ સોયલ્વે સમ્મ અણુપેહિયવંતિ
દ
((
-
-
Page #46
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
આ કારણથી
આ સૂત્રને પ્રતિબંધ રહિત-નિયાણા રહિત,
અશુભ ભાવના રુંધવા વડે
આ સૂત્ર શુભ ભાવનું બીજ છે
એમ ધારીને
સારા પ્રણિધાન-ધ્યાન વડે સમ્યક્ એટલે શાંતચિત્તે ભણવું - પાઠ કરવો,
-
બીજા પાસે સાંભળવું, તથા
ભાવવું એટલે અર્થનું ચિંતવન કરવું.
४०
Page #47
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ)
નમો
નમિયનમિયાણ પરમગુરુ વીયરાગાણ નમો સેસનમુક્કારારિહાણે જયઉસવષ્ણુસાસણ
પરમસંબોહીએ સુહિણો ભવંતુ જીવા સુહિણો ભવંતુ જીવા
સુહિણો ભવંતુ જીવા ઈતિ પાવ પડિગ્યાય ગુણ બીજા
-હાણ સુત્ત સમત્ત છે
૪૧
Page #48
--------------------------------------------------------------------------
________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
-
-
નમસ્કાર કરાએલાએ નમસ્કાર કરેલા એટલે સર્વલોકોથી નમસ્કાર કરાએલા દેવર્ષિઓ વડે નમસ્કાર કરાએલા એવા પરમગુરુ શ્રી વીતરાગને નમસ્કાર થાઓ તથા બીજા નમસ્કાર કરવા લાયક આચાર્ય વિગેરે ગુણાધિકને નમસ્કાર થાઓ. તથા સર્વજ્ઞનું શાસન કુતીર્થના નાશ વડે જયવંતુ વર્તો.
૫૨મ સંબોધિએ કરીને એટલે શ્રેષ્ઠ બોધિના સમકિતના લાભે કરીને
મિથ્યાત્વને દૂર કરી સર્વ
જીવો સુખી થાઓ.
જીવો સુખી થાઓ જીવો સુખી થાઓ
बेस
Page #49
--------------------------------------------------------------------------
________________
નોધ
Page #50
--------------------------------------------------------------------------
________________ in VINAIMIMINIMIC છ690, (c)BLE ડ્યુનલાભા | અ.ૉ. અંજનાબેન કિરીટભાઇ શાહ તથા અ.. જેલોબેન પોષકુમાર શાહે કરેલ ઉપધાનતપ નિમિત્તે હ. કિરીટભાઇ શાહ MGCS S KIRIT GRAPHICS 9 89 8 49 0 0 9 1