________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
હું સંવેગવાળો એટલે મોક્ષનો અભિલાષી થયેલો,
શક્તિ પ્રમાણે એટલે આત્મવીર્ય ગોપવ્યા વિના સુકૃતને એવું છું.
તે આ પ્રમાણે સર્વે અરિહંતોના ધર્મકથાદિક અનુષ્ઠાનને હું અનુમોદુ છું.
સર્વસિદ્ધોના અવ્યાબાધ આદિ સિદ્ધપણાને અનુમોદુ છું.
સર્વ આચાર્યોના જ્ઞાનાચારાદિક આચારને અનુમોદુ છું.