________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
સર્વ ઉપાધ્યાયોના દ્વાદશાંગીસૂત્રોના પ્રદાનને અનુમોદુ છું.
સર્વ સાધુઓની સ્વાધ્યાય આદિ સારી ક્રિયાને અનુમોદુ છું.
સર્વ શ્રાવકોના વૈયાવચ્ચ વિગેરે મોક્ષસાધનાના યોગોને અનુમોદુ છું.
સિદ્ધ થવાની ઈચ્છાવાળા એટલે આસન્નભવ્ય અને શુદ્ધ આશયવાળાં એવા ઈન્દ્રાદિક સર્વ દેવોના તથા સર્વ જીવોના માર્ગસાધનના યોગોને એટલે માર્ગાનુસારિપણાદિક કુશળ વ્યાપારોને હું અનુમોદુ છું.
૩૦)