________________
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ
તથા સુર, અસુર અને મનુષ્યોએ પૂજેલો, મોહરૂપી અંધકારનો નાશ કરવામાં સૂર્ય
સમાન,
રાગદ્વેષરુપી વિષનો નાશ કરવામાં ઉત્કૃષ્ટ
મંત્ર સમાન,
સમગ્ર કલ્યાણનું કારણ,
કર્મરુપી વનને બાળવામાં અગ્નિ સમાન તથા સિદ્ધપણાને એટલે મોક્ષને સાધનાર એવો કેવલી ભગવંતે પ્રરુપેલો ધર્મ,
જાવજ્જીવ મારે શરણરુપ હો.
૧૬