________________
--
-
-
-
-
પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ આ ગહ-નિંદા કરવા લાયક છે, આ દુષ્કૃત છે, આ ત્યાગ કરવા લાયક છે,
--
એમ મેં કલ્યાણમિત્ર એવા ગુરુ ભગવંતના વચનથી જાણ્યું છે. તેથી આ એમ જ છે એ પ્રમાણે શ્રદ્ધાવડે મને રુચ્યું છે – પસંદ પડ્યું છે.
તેથી અરિહંત અને સિદ્ધ સમક્ષ હું એ સર્વપાપને ગહું , આ દુષ્કત છે, આ ત્યાગ કરવા લાયક છે એમ કહું છું - અંતઃકરણથી માનું છું.
આ સંબંધી મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ, મારું પાપ મિથ્યા થાઓ.
૨૪)