Book Title: Panchsutra
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ પંચસૂત્ર - (પ્રથમ) - અર્થ મારે આ ઉપર કહી તે સમ્યક્ પ્રકારે એટલે ભાવથી ગહ થાઓ. મારે ફરી તેવું પાપ નહીં કરવાનો નિયમ હો, આ બન્ને બાબત મારે બહુ સંમત છે એ હેતુ માટે અરિહંત ભગવંતની તથા કલ્યાણમિત્રારુપ ગુરુમહારાજની અને શાસ્તિને એટલે હિતશિક્ષાને હું ઈચ્છું છું. મારે આ અરિહંતાદિકની સાથે સંયોગઉચિત યોગ થાઓ. મારી આ અરિહંતાદિકના સંયોગવાળી સારી પ્રાર્થના થાઓ. મને આ પ્રાર્થનાને વિષે બહુમાન થાઓ. તથા મને આ પ્રાર્થનાથી મોક્ષબીજ એટલે કુશલાનુબંધી કર્મ પ્રાપ્ત થાઓ. એ અરિહંતાદિક પ્રાપ્ત થયે છતે હું તેમની સેવાને લાયક થાઉં. તેમની આજ્ઞાને લાયક થાઉં. તેમની સેવા-ભક્તિથી યુક્ત થાઉં. તથા અતિચાર રહિતપણે તેમની આજ્ઞાનો પારગામી થાઉં.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50