Book Title: Padarth Prakash 26 Gunsthankramaroh Author(s): Vijayhemchandrasuri Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 8
________________ બીજી યાત્રાઓમાં એકસાથે બે-ચાર પગથિયા ચડી જવાય છે. ચૌદ ગુણસ્થાનકોની યાત્રામાં એક-એક પગથિયું ચડતાં ઘણો સમય કે ઘણાં ભવો લાગે છે. બીજી યાત્રાઓમાં ચડીને ઊતરી જવાનું હોય છે. ચૌદ ગુણસ્થાનકોની યાત્રામાં માત્ર ચડવાનું જ છે. શિખરે (મોક્ષમાં) પહોંચ્યા પછી ક્યારેય ઊતરવાનું નથી. જો આત્મા સતત શુભભાવોમાં રમણતા કરે તો ચૌદ ગુણસ્થાનકોની અઘરી લાગતી યાત્રા પણ સહેલી બની જાય છે. જો આત્મા અશુભભાવોમાં જ મશગૂલ રહે તો એક પગથિયું પણ ચડવું મુશ્કેલ નહીં અશક્ય બની જાય છે. મનુષ્યભવ પામીને આપણે ચૌદ ગુણસ્થાનકોની યાત્રા કરવાની છે. યાત્રા કરવા જતા પહેલા આપણે યાત્રા સંબંધી માહિતિ-માર્ગદર્શન મેળવી લઈએ છીએ. “ગુણસ્થાનક્રમારોહ” એ ચૌદ ગુણસ્થાનકોની યાત્રા માટેનો માર્ગદર્શક ગ્રન્થ છે. એક ગુણથી બીજા ગુણની પ્રાપ્તિ રૂપ વિશ્રામસ્થાન તે ગુણસ્થાનક. માણસ નિસરણી દ્વારા નીચેથી ઉપર ચડે છે. તેમ જીવ ગણશ્રેણિ દ્વારા સંસારમાંથી મોક્ષે જાય છે. નિસરણીમાં પગથિયા પર પગ મૂકીને ઉપર ચડવાનું હોય છે. ગુણશ્રેણિમાં ગુણસ્થાનકો પર ચડીને ઉપર જવાનું હોય છે. ગુણસ્થાનકો ચૌદ છે. તેમના નામો અને સંક્ષિપ્તસ્વરૂપ આ પ્રમાણે છે - (1) મિથ્યાત્વ ગુણસ્થાનક - જિનવચન પર શ્રદ્ધા વિનાના જીવોનું ગુણસ્થાનક. સાસ્વાદન સમ્યગુદૃષ્ટિ ગુણસ્થાનક - જેમ ખીરનું ભોજન કરેલ મનુષ્ય તેના વમન વખતે તેના કંઈક સ્વાદને અનુભવે છે તેમ પથમિકસમ્યકત્વથી પડતો જીવ આ ગુણસ્થાનકે તેના કંઈક સ્વાદને અનુભવે છે.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 234