Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

Previous | Next

Page 5
________________ પ્રાકથન ગ્રન્થ મહાગ્રન્થ પુસ્તક કે પુસ્તિકાઓ અંગે પ્રસ્તાવના - પ્રાફકથન લખવાની પરંપરા ચાલી આવે છે અને તે અતિ આવશ્યક છે. કારણકે દરેક પુસ્તક કે ગ્રન્થ વગેરેની આંતરિકતા - વિષય - મર્મ બતાવવામાં તે નાની મોટી પ્રસ્તાવના – પ્રાફકથન આરિસા રૂપ છે. એટલે દરેક પુસ્તક કે ગ્રન્થમાં નાની કે મોટી પ્રસ્તાવના અવશ્ય હોય છે. : સંસ્કૃત – પ્રાકૃત - માગધી ભાષાના વિષયનાં, ન્યાય - વ્યાકરણ – સાહિત્યના વિષયનાં, ઐતિહાસિક - ભૌગોલિક – વૈજ્ઞાનિક – નૈબન્ધિક – નૈતિક – ધાર્મિક કે આધ્યાત્મિક – એમ કોઈ પણ પ્રકારના ગ્રન્થને વાંચવાનો આરંભ કરતાં પહેલાં પ્રસ્તાવના - પ્રાફકથનમાં નજર ફેરવી લેવાથી પુસ્તકનો સાર - ઉપનિષદુ પ્રાપ્ત થતાં તે પુસ્તક તરફ વાંચવાની - વિચારવાની આંતરિક શ્રદ્ધા પ્રગટે છે. આ “ન્યાય સંગ્રહ’ પુસ્તક વ્યાકરણ વિષયક છે. વ્યાકરણ શિષ્ટભાષાની શુદ્ધ ભૂમિકા તૈયાર કરી આપે છે. તેથી વ્યાકરણથી સ્પષ્ટ અને શુદ્ધ થતી ભાષા - તેમાં લાલિત્ય અને વિશિષ્ટતા આપવામાં આ “ન્યાય સંગ્રહ” નામનો ગ્રન્થ અતિ ઉપયોગી બને છે. આ ગ્રન્થનું નામ “ન્યાય સંગ્રહ’ હોવા છતાં તે વ્યાકરણ વિષયને સ્પર્શતો અને તે વિષયમાં અતિ – સ્પષ્ટતા પ્રાપ્ત કરાવનાર ગ્રન્થ છે. “ન્યાયસંગ્રહ’ મૂળ ગ્રન્થના કર્તા - એટલે તેમાં આવતાં સૂત્રો પૂર્વના મહર્ષિઓએ ઉચ્ચારેલાં છે, ચિરંતન છે, પણ તે બધાં વિવિધ સૂત્રનો સંગ્રહ - પ. પૂ. હેમહંસગણિવર મહારાજશ્રીએ કરેલ છે. તેમાંનાં પહેલાં વિભાગના ૫૭ સૂત્રો - કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રીમદ્ હેમચન્દ્રસૂરીશ્વરે સ્વરચિત સિદ્ધહેમશબ્દાનુશાસનની તત્ત્વ પ્રકાશિકા (બૃહદ્ધત્તિ - અઢાર હજારી) માં પ્રાન્ત સંગૃહીત કરેલાં છે, તે છે. બીજા વિભાગમાં ૬૫ સૂત્રો પૂ. હેમહંસગણિવરનાં પોતાનાં સંગૃહીત છે. ત્રીજા વિભાગનાં ન્યાયસૂત્રો પણ પોતે જ સમુશ્ચિત કરેલાં છે, પણ બીજા વિભાગના ૬૫ ન્યાયસૂત્રો કરતાં જુદાં જ = વિલક્ષણ પ્રકારનાં હોઈ અલગ વિભાગ તરીકે લીધાં છે. અને છેલ્લે ચોથા વિભાગમાં તે જ વિષયનું ૧ સૂત્ર છે પણ તેમાં ઘણા વિષયોનો સમાવેશ કરેલો હોઈ તથા બહુ જ લંબાણવાળું હોઈ તેને જુદા વિભાગ તરીકે મૂકવામાં આવેલ છે. આમ ૪ વિભાગમાં - પહેલાંમાં ૫૭, બીજામાં ૬૫, ત્રીજામાં ૧૮ અને ચોથામાં ૧ એમ કુલ ૧૪૧ સૂત્ર રૂપ ચાય સંગ્રહ' છે. ઉપરોક્ત ન્યાયસંગ્રહની બહુ જ વિશિષ્ટ રીતે સમજણ આપતી ન્યાયાર્થમંજૂષા નામની ટીકા (બૃહદ્ધત્તિ) અને તેના ઉપર વિસ્તૃત વિવેચનવાળો ન્યાસ આ બંને સ્વપજ્ઞ છે એટલે શ્રી હેમહંસગણિએ પોતે જ રચના કરેલી છે. શ્રી હેમહંસગણિશ્રીએ એટલી સુંદર અને સ્પષ્ટતાપૂર્વકની રચના કરી છે કે કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચન્દ્રસૂરિજી રચિત સિદ્ધહેમચન્દ્ર વ્યાકરણના અભ્યાસુઓ અને પરિશીલન કરનાર વિદ્વાનોને માટે અત્યંત સડક - માર્ગદર્શનરૂપ છે. આવા વિશિષ્ટ પ્રન્થનું વિદ્વાન અને ચિંતક મુનિ મહારાજશ્રી પ. પૂ. રત્નાવલ્લભ વિજયજી મહારાજશ્રી - દિનપ્રતિદિન જેઓ આ વિષમ કાળમાં ધર્મથી વિમુખ થતાં જતાં યુવક અને યુવતીઓને - ધર્મ સન્મુખ લાવવામાં પરમોત્કૃષ્ટ પ્રવચનોની પ્રભાવના શ્રેણિ વિસ્તારનારા પરમપૂજય પંન્યાસશ્રી ચન્દ્રશેખરવિજય મ. સાહેબના શિષ્ય છે, જેઓશ્રીની નિશ્રામાં મને પણ ૧૨ વર્ષ પહેલાં તપોવન સંસ્કાર ધામમાં તેઓશ્રીના શિષ્ય - પ્રશિષ્યોને અધ્યાપન કરાવવાના નિમિત્તે છ માસ રહેવાનું થતાં તેઓશ્રીની

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 688