Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

Previous | Next

Page 8
________________ અને ન્યાસની ગુજરાતી ભાષામાં રચના કરી અને તેનું સંપૂર્ણ દોહન કરી ચર્ચા - વિચારણાપૂર્વક, વિસ્તૃત ‘પરામર્શ’ વિવેચનની ગૂંથણી કરી છે. જેઓશ્રી અભ્યાસમાં એટલાં બધાં તમન્ન રહેતાં કે અધ્યયન માટે ઉનાળાના બળબળતા બપોરે ૧૧ થી ૨ ના ખરા તાપમાં પધારે અને બધી બાબતોની ચર્ચા - વિચારણા સાથે ખાંચ - ખૂંચપૂર્વક અભ્યાસ કરવા સાથે આ કાર્યમાં વ્યસ્ત રહેતાં. આ મહાવ્યાકરણ ઉપર જેઓશ્રીએ આટલી ઉગ્ર મહેનત કરી છે, તો વ્યાકરણના અભ્યાસુઓએ આ ન્યાયસંગ્રહ ગુજરાતી - ભાષાંતરનો અને વિવેચનનો અભ્યાસ કરીને તેનો સારામાં સારો લાભ ઉઠાવવો ઘટે છે. કારણકે ઉપર જણાવ્યા પ્રમાણે રચના કરનારાઓએ આપણા ઉપર મહાન ઉપકાર કરવા પૂર્વક માખણ રૂપે તૈયાર કરી આપેલ છે. પૂર્વ મહર્ષિઓના આવા ગ્રંથોનો સરળ ભાષામાં ભાવાનુવાદ કરી પ્રકાશમાં લાવવા તનતોડ મહેનત કરી પૂર્વાચાર્યોની કૃતિઓને ન્યાય અપાવનાર આવા મહાત્માઓને જેટલાં ધન્યવાદ આપીએ એટલાં ઓછા જ છે. આથી મુનિશ્રીએ ઉઠાવેલી આ જહેમત - એને સફળ બનાવવા આનો ખૂબ ખૂબ ફેલાવો કરવા માટે દરેક રીતે કટિબદ્ધ થવું જોઈએ. વ્યાકરણનું અધ્યયન કરાવતી સંસ્થાઓ તથા વિદ્યાપીઠોમાં આ ગ્રન્થનું અધ્યયન દાખલ થાય તો ખૂબ જ ઉપયોગી નિવડશે. વ્યાકરણનો અભ્યાસ કરનાર પૂજ્ય સાધુ - સાધ્વીજી ભગવંતો અવશ્ય આ ગ્રન્થનું અધ્યયન કરે... અને પૂજ્ય આચાર્ય ભગવંતો આદિ વિદ્વાન શ્રમણ ભગવંતો આ ગ્રન્થને અધ્યયન - અધ્યાપનમાં લેવડાવવા માટે ખાસ પ્રેરણા આપવા પૂર્વક જરૂર પ્રસાર કરવા પ્રયાસ કરે એવી નમ્ર વિનંતિ છે... શ્રી જૈન સંઘના આગેવાન શ્રાવકવર્ગે આવા મહાગ્રન્થોનું અધ્યયન - અધ્યાપન વધે તે માટે અપૂર્વ યોજના અને અર્થનો સદુપયોગ કરવાનું મહાપુણ્ય ખાસ પ્રાપ્ત કરવા જેવું છે. મોટી મોટી યોજનાઓ પૂર્વકની પરીક્ષાઓ, તેને લગતાં મોટા ઈનામો અને મહાન્ વિદ્યાશાળાઓ - પાઠશાળાઓ વગેરે ઉભાં કરવા જોઈએ, કે જે સ્થાનોમાં રોજે રોજ આવા મહાગ્રન્થોમાં અધ્યયન - અધ્યાપન પૂર્ણ જીવંત અને જાગૃત જોઈ આંતરિક આનંદ અનુભવીએ... ટૂંકમાં આવા અત્યુત્તમ ગ્રન્થનું વધુને વધુ પઠન પાઠન થતું રહે, એમ શાસનની દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજીને કાર્યને સર્વ શક્ય પ્રયત્ન વડે વેગવંત બનાવે એવી આશા નમ્રતાપૂર્વક વ્યક્ત કરું છું... - આ ગ્રન્થમાં ૫. પૂ. રત્નવલ્લભ વિજયજી મ. સાહેબે લેખકના અંતરની વાત' મથાળા નીચે પોતાની જે વાત જણાવેલી છે તે વિશેષજ્ઞોએ ખાસ વાંચવા તથા વિચારીને શક્ય અમલ કરવા જેવી છે. પ્રાન્તે આ લખાણમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો તે માટે મિચ્છામિ દુક્કડં કરવાપૂર્વક વિરમું છું. વિ. સં. ૨૦૫૭ ચૈત્ર સુદ ૧૩ ચરમતીર્થપતિ ભગવાન્ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક શુભદિન તા. ૬/૪/૨૦૦૧ શુક્રવાર લેખક - છબીલદાસ કેશરીચંદ સંઘવી અધ્યાપક પં. અભયસાગરજી મ. જ્ઞાનપીઠ ૩૦૫ શત્રુંજય એપા., કાજીનું મેદાન, ગોપીપુરા, સુરત. -

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 688