Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

Previous | Next

Page 6
________________ પ્રવચન - પ્રભાવક આગમ શાસ્ત્રની વાચના રૂપ વ્યાખ્યાન - શ્રેણિ સાંભળવાનો લાભ મળ્યો હતો. ઉપર જણાવ્યા પ્રમાણે તેઓશ્રીના શિષ્ય પ. પૂ. રત્નવલ્લભ વિજયજી મ. સાહેબે આ ન્યાયસંગ્રહ અતિ અતિ ઊંડાણ ભર્યું ગહન ચિંતન મનન નિદિધ્યાસન કરવા પૂર્વક ગુર્જરભાષામાં અનુવાદ - એટલું જ નહીં – ખૂબ ખૂબ વિવેચનપૂર્વક અને સરળ સમજણ આપવાપૂર્વક અને બીજા બીજાઓની માન્યતાઓની ચર્ચા વિચારણાપૂર્વક આ ગહન ગ્રન્થને સરળ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં તૈયાર કરી પ્રગટ કરી રહ્યા છે તે ખૂબ ખૂબ અનુમોદનીય અને અભિનંદનીય રૂ૫ છે. ઉપાધ્યાય શ્રીમદ્ હેમહંસગણિ કૃત આ ન્યાયાર્થમંજૂષા નામની બૃહવૃત્તિ ન્યાયસંગ્રહ' નામના મહાગ્રન્થ ઉપર રચાયેલી છે અને તે - સંગૃહીત ન્યાયો અને તેના ઉપરની આ ટીકા વ્યાકરણના વિષયને અતિ સ્પષ્ટ અને સમજવામાં અતિ સુલભ કરી આપે છે. વ્યાકરણ શિષ્ટ અને સંસ્કારી ભાષાના પાયા રૂપ છે. વ્યાકરણ વિનાનું બોલવું પણ બઠરના બોલવા રૂપ છે. કહ્યું છે કે – व्याकरणात्पदसिद्धिः पदसिद्धरर्थनिर्णयो भवति । __ अर्थात्तत्त्वज्ञानं, तत्त्वज्ञानात् परमश्रेयः ॥ વ્યાકરણથી પદની સિદ્ધિ થાય છે. પદની સિદ્ધિ થવાથી અર્થનો નિર્ણય થાય છે. અર્થના નિર્ણયથી તત્ત્વની સિદ્ધિ થાય છે અને તત્ત્વ - નિર્ણય એ જ મુક્તિની પ્રાપ્તિમાં કારણભૂત થાય છે. ઉપરોક્ત દૃષ્ટિથી વ્યાકરણના અધ્યયનની મહત્તા છે. અધ્યયન કરનાર ભાગ્યશાળીઓ આ ધ્યેયને સામે રાખી અધ્યયન કરે તો આ માનવજીવન રૂપે પ્રાપ્ત થયેલ ભવ અને તેમાં કરાતી વ્યાકરણાદિનો અભ્યાસ બેલામાં છેલો મોક્ષને પમાડનારો થાય છે. આ વ્યાકરણ મહાગ્રન્થનું અધ્યયન સરળ, સુલભ અને સ્પષ્ટતાયુક્ત બનાવવા “ન્યાય સંગ્રહ', તેના ઉપર પૂ. હેમહંસગણિએ રચેલી “ન્યાયાર્થ મંજૂષા' ટીકા અને તેના કેટલાંક વિષમ સ્થાનો માટે તેઓએ પોતે જ રચેલો ન્યાસ અતિ ઉપયોગી અને આનંદદાયક હોઈ વ્યાકરણનો વિષય અનાયાસ - પ્રાપ્ત બની જાય છે. પ. પૂ. હેમહંસગણિ - વિરચિત આ વૃત્તિ તથા ન્યાસ કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચન્દ્રસૂરિજી વિરચિત શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસનને આશ્રિત છે. કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે - વ્યાકરણને સાંગોપાંગ બનાવવાના હેતુથી પાંચ અંગરૂપે બનાવેલ છે – (૧) શબ્દાનુશાસન (૨) લિંગાનુશાસન (૩) ઇન્દોનુશાસન (૪) કાવ્યાનુશાસન (૫) વાદાનુશાસન કલિકાલ સર્વજ્ઞ ભગવંતની વ્યાકરણની રચનાની ઉપસ્થિતિ પણ ઐતિહાસિક દષ્ટિવાળી છે અને તે જણાવવું અહીં ઉચિત લાગે છે. મહારાજા સિદ્ધરાજ માલવ પ્રદેશ - યશોવર્મરાજવીને જીતીને આવ્યા ત્યારે તેઓ ત્યાંથી અનેક મૂલ્યવાન વસ્તુઓ લાવ્યા... તેમાં અતિમૂલ્યવાનું જ્ઞાનભંડાર લાવેલાં... તેમાં - અનેક બાબતો સાથે રાજા ભોજનો એક સંવાદ જોવામાં આવ્યો. તે સંવાદ અંગે પ્રાસંગિક રીતે વિગત આપવી અસ્થાને નહીં ગણાય - ઉચિત ગણાશે. રાજ્યના મહાનગર - ઉજ્જૈનમાં આવાસ મેળવવા માટે એક સરસ્વતી - કુટુંબ આવેલ પણ તે નગરમાં વિદ્યાપ્રાપ્તિવાળાઓને જ સ્થાન અપાતું. તે કુટુંબ જ્યાં જ્યાં ગયું ત્યાં ત્યાં એ નગરની સુથાર, ઘાંચી, મોચી, કુંભાર, લુહાર વિ. ના ઘરની કન્યાઓ પણ ધારાપ્રવાહ રીતે પોતાના શિલ્પ અંગે સંસ્કૃતમાં જ જવાબ આપતી હતી – એ કુટુંબને નગરમાં ક્યાં ય રહેવા ન મળતાં દરવાજા બહાર કોટની રાંગે વાસ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 688