Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

View full book text
Previous | Next

Page 13
________________ પાપભીરુ વગેરે યોગ્ય આત્માઓને જ આ ગ્રંથ ભણાવવો - ઈત્યાદિ સૂચનો કર્યા છે. આથી તેઓની આત્મજાગૃતિ, પાપભીરુતા અને શાસ્ત્રચુસ્તતા જેવા અદ્ભુત ગુણો પણ સ્પષ્ટ તરી આવે છે. આ ગ્રંથની રચના તેમણે વિ. સં. ૧૫૧૪ માં કરી હતી*. તથા (૨) પડાવશ્યક બાલાવબોધની તેમણે વિ. સં. ૧૫૧૦ માં રચના કરી હતી. આ ગ્રંથના અંતિમ પદો ઉપરથી જણાય છે કે, આ ગ્રંથની રચના તેમણે શ્રાવકોની વિનંતિથી કરી હતી. તે કાળે તેમની “વાદિ - ધવંતરી’ તરીકેની ખ્યાતિ હતી. તેમની પ્રૌઢ મેધા અને પ્રતિભાની સાક્ષી માટે તેમના સમકાલીન એવા પંડિતવર્ય પ્રતિષ્ઠાસોમે રચેલ સોમસૌભાગ્ય - કાવ્યનો આ શ્લોક જ પર્યાપ્ત છે. तावद् गर्वमखर्वमात्महृदये प्रोन्मादिनो वादिनो ऽनल्पं संस्कृतजल्पगोचरमिलापीठे प्रचक्रुः समे । यावच्छ्रीयुतहेमहंस ऊरुधीः श्री वाचकेष्वग्रणी - स्तद्दर्पज्वरवैद्यराजसदृशो नागाद् दृशोरध्वनि ॥ સમસ્ત પૃથ્વીતળે અત્યંત ઉન્મત્ત એવા વાદીઓએ ત્યાં સુધી જ પોતાના હૃદયમાં સંસ્કૃત ભાષામાં જલ્પ (વિજયની આકાંક્ષાથી કરાતો વાદ) વિષયક ઘણો મોટો ગર્વ કર્યો કે જયાં સુધી તેઓના અહંકારના જવરને માટે વૈદ્યરાજ સમાન વિશાળ મેધાવી વાચકોમાં અગ્રેસર શ્રી હેમહંસગણિવર તેઓની દષ્ટિ - પથ ઉપર ન આવ્યા. અર્થાત તેઓની દૃષ્ટિ પથ ઉપર શ્રી હેમહંસગણિવર આવતાં જ તેમનો ગર્વ ઓગળી જતો હતો. એવા મેધાવી અને પ્રતિભા સંપન્ન હતા શ્રી હેમહંસગણિવર.... ' તેઓનું બીજું નામ પં. હંસદેવ એવું પણ મળે છે. આ. શ્રી સોમસુંદર સૂરિજીએ તેમને ઉપાધ્યાય પદ પ્રદાન કરેલું. આ “ન્યાયસંગ્રહ' ગ્રંથની પ્રશસ્તિમાં બતાવેલ ગુરુ પરંપરા અનુસાર – ‘તપાચાર્યનું બિરૂદ પામનાર આચાર્યશ્રી જગશ્ચંદ્રસૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી દેવસુંદરસૂરિજીની પાટે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજી થયા. તે કાળે તેમનો પોતાનો શિષ્ય - પરિવાર ૧૮૦૦ જેટલો હોય - સૌથી મોટો 'હતો. તેઓની પાટે - જેઓએ સંતિકર - સ્તોત્રની રચના કરવા દ્વારા મારિનો ઉપદ્રવ શાંત કરેલો - તે આચાર્યશ્રી મુનિસુંદર સૂરિજી તથા આચાર્યશ્રી જયચંદ્રસૂરિજી આદિ આવ્યા. આ. શ્રી મુનિસુંદરસૂરિજી શ્રી હેમહંસગણિજીના દીક્ષાદાતા ગુરુ હતા. અને આ. શ્રી જયચંદ્રસૂરિજી તેમના ઉપકારી વિદ્યાગુરુ હતા. ઉપરાંત મહોપાધ્યાયશ્રી ચારિત્રરત્નમણિજી પણ તેમના વિદ્યાગુરુ હતા, એ વાત પ્રશસ્તિથી અને ન્યાયસંગ્રહની ખૂ. વૃ. ના અંતે કહેલ મહોપાધ્યાયશ્રીવારિત્રરત્ર પ્રાપ્તિવિદ્યાર ... એવા વિધાનથી જણાય છે. તપાગચ્છાધિપતિ તરીકે આચાર્યશ્રી રત્નશેખરસૂરિજીનું નામ ન્યા. મું. બુ. વૃ. અને ન્યાસના અંતે ગ્રહણ કરેલું છે. જો કે પૂર્વવર્ષોમાં રચાયેલ પડાવશ્યક બાલાવબોધના અંતે તેમણે આચાર્ય શ્રી સોમસુંદરસૂરિજી, આચાર્ય શ્રી મુનિસુંદરસૂરિજી અને આચાર્ય શ્રી જયચંદ્રસૂરિજી એ ત્રણના નામોનો જ ઉલ્લેખ કરેલો છે, પણ આચાર્ય શ્રી રત્નશેખરસૂરિજીના નામનો નિર્દેશ કરેલો નથી. કદાચ તેઓ પાછળથી ગચ્છાધિપતિ બન્યા હશે. અને ન્યાયસંગ્રહની રચના વખતે કદાચ પૂર્વોક્ત ત્રણ મહાપુરુષો વિદ્યમાન * જો કે “ન્યાયસંગ્રહની સંસ્કૃત પ્રસ્તાવનામાં પડાવશ્યક બાલા. ની રચના વિ. સં. ૧૫૧૦ માં કહી છે, તો પણ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ' પૃ. ૫૧૫ ઉપર અને “જૈન પરંપરાનો ઇતિહાસ' ભાગ - ૩ પૃ. ૪૬૧ ઉપર આ ગ્રંથની રચના વિ. સં. ૧૫૦૧ માં જણાવી છે. = ૧૩ =

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 688