Book Title: Nyaya Sangraha Author(s): Ratnavallabhvijay Publisher: Omkarsuri Aradhana BhavanPage 14
________________ નહીં હોય. આમ પૂર્વોક્ત પાંચે ય મહાપુરુષોનો વિદ્યાપ્રાપ્તિ અને ચારિત્ર ઘડતરની બાબતમાં મોટો ઉપકાર શ્રી હેમહંસગણિજી ઉપર હતો, એમ જણાય છે. સવાલ એ છે કે, આ. શ્રી મુનિસુંદરસૂરિજી, આ. શ્રી જયચંદ્રસૂરિજી અને મહો. શ્રી ચારિત્રરત્નગણિજી - આ ત્રણમાંથી તેમના ગુરુ કોણ હતા ? આનો જવાબ - પડાવશ્યક બાલાવબોધ પ્રમાણે મોહનલાલ દલીચંદ દેસાઈ આ. શ્રી જયચંદ્રસૂરિજીના શિષ્ય તરીકે કહે છે અને “આરંભસિદ્ધિ અને ન્યાયસંગ્રહ' ગ્રન્થના આધારે શ્રી હેમહંસગણિજીને મહો. શ્રી ચારિત્રરત્ન ગણિજીના શિષ્ય તરીકે જણાવે* છે. પૂર્વે કહેલ ગ્રંથો ઉપરાંત તેમણે વિ. સં. ૧૫૧૨ જે. સુ. ૫ ના રોજ ખેરાલુમાં રત્નશેખર - કથા લખી હતી. એ જ વર્ષમાં ભા. વ. ૫ ના રોજ ડાભલામાં તેમણે પં. શ્રી તીર્થરાજ ગણિ માટે “શ્રી પ્રબંધ' લખ્યો હતો. આ ઉપરથી આવા બીજા પણ ગ્રંથો તેમણે રચ્યા હશે, એવું અનુમાન થઈ શકે છે. | મુનિરાજ શ્રી નંદિઘોષવિજયકૃત ન્યાય - સંગ્રહના હિન્દી - ભાષાંતરની પ્રસ્તાવના અનુસાર થોડા જ સમય પૂર્વે શ્રી હેમહંસગણિકૃત શ્રી યુગાદિદેવનું એક સંસ્કૃત સ્તવન પ્રાપ્ત થયું છે. આ સ્તવનની વિશેષતા એ છે કે તેના કુલ ૧૩ શ્લોકોમાંથી પહેલો - છેલ્લો શ્લોક છોડીને વચ્ચેના અગીયાર શ્લોકોમાં કોઈપણ શબ્દમાં 5 કાર સિવાયના વર્ણનો ઉપયોગ કરેલો નથી. તમામ શબ્દો માં વર્ણવાળા જ છે. આ સ્તવનની પ્રતિલિપિ શ્રી સુંદરદેવ ગણિવરે કરેલી છે. કમનસીબે આવા પ્રતિભાસંપન્ન પ્રસ્તુત “ન્યાયસંગ્રહ'ના કર્તા શ્રી હેમહંસગણિવરના સંબંધમાં તેમના જન્મ, દીક્ષા, ઉપાધ્યાયપદપ્રદાન, કાળધર્મ આદિના સમય અને સ્થળ આદિ વિષયક વિશેષ માહિતી પ્રાપ્ત થતી નથી. સંક્ષિપ્ત ગ્રંથ - પરિચય ચાર વિભાગમાં ૧૪૧ ન્યાયોનો જેમાં સંગ્રહ કરેલો છે, તે મૂળ ગ્રંથનું નામ “ન્યાયસંગ્રહ છે. અને તે “ન્યાયસંગ્રહ' ગ્રંથ ગત ૧૪૧ ન્યાયોનું વિશ્લેષણ કરતી બૃહવૃત્તિ | ટીકાનું નામ “ન્યાયાર્થમંજૂષા છે. વળી આ “ન્યાયાર્થમંજૂષા' ગ્રંથના સંદિગ્ધ અને કઠણ પદાર્થોને સ્પષ્ટ કરનાર ન્યાસની રચના કરી છે - જેનો “સ્વોપજ્ઞન્યાસ' તરીકે વ્યવહાર કરેલો છે. આ ત્રણેય ગ્રંથોનું સંકલન અને રચના વાચકવર્યશ્રી હેમહંસગણિવરે કરેલી છે. જો કે “ન્યાયસંગ્રહ' ગત પ્રથમ વિભાગીય ૫૭ ન્યાયોનો સંગ્રહ કલિકાલ સર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ સ્વયં નિર્મિત “તત્ત્વપ્રકાશિકા' બૃહદ્રવૃત્તિના પ્રાન્ત કરેલો છે. એ જ ક્રમથી તે ન્યાયો અહીં ઉદ્ધત છે. બીજા વિભાગમાં ૬૫ ન્યાયો છે, તે ૫૭ ન્યાયના સજાતીય - સમકક્ષ છે. કેમકે તે ન્યાયો વ્યાપક છે અને જ્ઞાપકાદિ સહિત છે. જયારે તૃતીય વિભાગના ૧૮ અને ચતુર્થ વિભાગનો ૧ ન્યાય એ ૧૯ ન્યાયો અવ્યાપક અને જ્ઞાપકાદિ રહિત હોવાથી ક્યારેક ન્યાય સદશ - ઉક્તિ વિશેષ રૂપ હોવા સંભવે છે. આમાં અંતિમ ૧ ન્યાયના વિષયમાં ઘણું વક્તવ્ય | કહેવાનું હોવાથી તેને જુદાં વિભાગમાં કહેલો છે. આ પ્રમાણે પૂર્વોક્ત રીતે ચાર વિભાગનાં ન્યાયો ક્રમશઃ મળીને ૫૭ + ૬૫ + ૧૮ + ૧ = કુલ ૧૪૧ ન્યાયોનું આ ગ્રંથમાં શાસ્ત્રકાર ભગવંતે નિરૂપણ કરેલું છે. આ તમામ ન્યાયોની ન્યાયાર્થમંજૂષા બ્રહવૃત્તિની રચના - કલિકાલ સર્વજ્ઞ આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબ વિરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસન | વ્યાકરણ શાસ્ત્રને આધારે કરેલી છે. * જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પૃ. ૫૧૫ અને જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૩, પૃ૪૬૦ - ૪૬૧. = ૧૪Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 688