________________
મેળવ્યો... તેમાં રાત્રિના પ્રારંભમાં બધાં સૂતા છે. દાસી જાગતી રહી છે. ભોજરાજા નગરચર્યા જોવા માટે ભિક્ષુકના વેષે નીકળ્યા છે –
- દાસીને બહાર બેઠેલી જોઈને સહસા બોલે છે - રાજા :- મોગને દિ | દાસી :- સૂતમત્ર વર્તત ! રાજા - વિનિમજં ભૂત – જન્મનિમિત્ત મરનિમિત્તÉ વા | દાસી :- ગનમિત્ત સૂત્તવમત્રવર્તત
રાજા :- નાત: | પુત્રો વા પુત્રી વા ! દાસી :- પુત્રો નાતઃ | રાજા :- સૂત પૂર્ણ ભવિષ્યતિ | દાસી :- યતા પુત્રો રિસ્થતિ તદ્દા સૂતવં પૂર્ણ ભવિષ્યતિ | રાજા - કિંઇનામ: પુત્રો ગતિઃ | વેન હૂં યા પુત્રો મરિષ્યતિ તદ્દા સૂવર્ષ પૂર્ણ પવિષ્યતિ" રૂતિ વીસ ! દાસી :- સચિનામ: પુત્રો નાતતેનો “યા પુત્રો मरिष्यति तदा सूतकं पूर्णं भविष्यति ।'
જ્ઞાનભંડારની પ્રતોમાં આ સંવાદ જોવાથી તેમજ તેમના ભંડારમાં સરસ્વતી કંઠાભરણ નામનું વ્યાકરણ પણ જોતાં સિદ્ધરાજને આશ્ચર્ય ઉત્પન્ન થયું અને તેના મનમાં ભાવો ઉત્પન્ન થયા કે –
“સંપત્તિ - સત્તા - મહેલ - મહેલાતો બધું જશે પણ વિદ્યાનો વારસો સદાને માટે ટકી રહેનારો બનશે. તેથી જ તેને થયું કે ગુજરાતમાં ભાષાના એક વ્યાકરણની કોઈ એવી નવીન રચના થવી જોઈએ કે જેથી બીજાના વ્યાકરણનો આધાર લેવો ન પડે અને ગુજરાતના વ્યાકરણનું યાવચંદ્રદિવાકરી પ્રભુત્વ રહે અને આ સંબંધમાં વિચારતાં વિચારતાં તેમને લાગ્યું કે આ કામ તો કલિકાલ સર્વજ્ઞ ભગવાન જ કરી શકશે. તેવી તેમની ઉચ્ચ કક્ષાની શ્રદ્ધા પેદા થતાં તેઓએ શ્રી કલિકાલ સર્વજ્ઞ પાસે આવી વિનંતિ કરી
કે –
यशो मम तव ख्यातिः पुण्यं च मुनिनायक ! ।
विश्वलोकोपकाराय कुरु व्याकरणं नवम् ॥ | હે મુનિગણનાયક ! વિશ્વભરના લોકોના ઉપકાર માટે આપ નૂતન વ્યાકરણ રચો કે જેથી ખરેખર મને યશ મળે અને આપને પ્રસિદ્ધિ સાથે મહાપુણ્ય મળે. અને તેમાં મારો અતિ આદર અને આનંદપૂર્વકનો સહકાર રહેશે...
તે કાળે ૧૮ વ્યાકરણ પ્રસિદ્ધ હતાં. ભગવાન કલિકાલ સર્વજ્ઞશ્રીએ બધાં વ્યાકરણ મંગાવ્યા... બધાં ય તપાસી તેમાં રહેલી ક્ષતિઓનું માર્જન કરવા પૂર્વક - સિદ્ધરાજ અને શ્રી હેમચંદ્રસૂરિજીના અંતર્ગત નામ તેમજ સુવર્ણની જેમ સર્વ રીતે સિદ્ધ પામે તેવું શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન માત્ર એક જ વર્ષમાં સાંગોપાંગ બનાવ્યું. શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન - એટલે મૂળસૂત્રો. તેના ઉપર તત્ત્વપ્રકાશિકા - બૃહદ્રુત્તિ ૧૮ હજાર શ્લોક પ્રમાણ અને લઘુવૃત્તિ - ૬ હજાર શ્લોક પ્રમાણ અને રહસ્યવૃત્તિ – ૨૪૦૦ શ્લોક અને તેમાં સંપૂર્ણ સમજ આપતો ચોર્યાસી (૮૪) હજાર શ્લોક પ્રમાણ શબ્દમહાર્ણવ બૃહન્યાસની રચના... આ બધી રચના પોતે જ કરી. આમ સિદ્ધસારસ્વત મહાવ્યાકરણમાં પ્રવેશ કરી શકાય અને અંદર રહેલાં ગૂઢ રહસ્યો ખુણે - ખુણેથી પ્રાપ્ત કરી શકાય તે માટે ઉપાધ્યાયશ્રી હેમહંસગણિશ્રીએ - ન્યાય ઉચિત વિધિ બતાવનાર, માર્ગ કાઢી આપનાર એવા ન્યાયોના સંગ્રહની વિધવિધ સમજણ આપતી ટીકા - એટલેકે ન્યાયના પદાર્થોની સમજણરૂપ રત્નોની પેટી રૂપ “ન્યાયાર્થમંજૂષા' ટીકાની રચના કરી અને તેમાંના કેટલાંક મુમુક્ષુ જીવોને સરળતાથી સમજી શકાય તે માટે સ્વોપજ્ઞ ન્યાસની પણ પોતે જ રચના કરી છે... પણ આ • બધી રચનાને હાલની ગુજરાતી ભાષામાં ઉતારવાથી વર્તમાન મુમુક્ષુ અને જ્ઞાન પિપાસુ જીવોને સરળતાથી
સ્પષ્ટ બોધ થાય તે માટે પરમપૂજ્ય પંન્યાસશ્રી ચન્દ્રશેખર વિજયજી મ. સાહેબના શિષ્ય વ્યાકરણ શાસ્ત્રના વિશિષ્ટ અભ્યાસથી મેળવેલ વિદ્વત્તા સંપન્ન પૂ. મુનિશ્રી રત્નવલ્લભવિજયજીએ પૂર્વોક્ત ન્યા. મે. ટીકા