Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

Previous | Next

Page 10
________________ નિષ્ણાત અને દીર્ઘ અનુભવી - બ્રહવૃત્તિનું મને અધ્યયન કરાવનાર વિદ્યાગુરુ પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવી પાસે મારા દ્વારા લખાયેલ પરામર્શ લખાણનું સંશોધન • કાર્ય મૌખિક વાચન દ્વારા કરાવ્યું. તેઓશ્રી આ કાર્યથી સંતુષ્ટ થયા. તેઓની આ વિષયની નિપુણતાના કારણે સંશોધન – કાર્ય શીધ્ર અને સુંદર થયું. તથા ૧૪૧ માં ન્યાયસૂત્રની ખૂબ જ મોટી ટીકાનું બાકી રહેલ ભાષાંતર કર્યું. ત્યારબાદ સમસ્ત ગ્રંથના તમામ મેટરનું પૂફ રીડીંગ - કાર્ય શરૂ થયું. ક્લિષ્ટ વિષય હોવાથી અને તેવા સંયોગો ન હોવાથી સ્વયં લગભગ ચાર | પાંચ વાર પ્રૂફ તપાસવાનું કાર્ય કરવાનો પ્રસંગે ઉપસ્થિત થયો. આ પ્રમાણે લખવાથી માંડીને અનેક તબક્કામાં પસાર થયા બાદ લગભગ ચારેક વર્ષે આ કાર્ય જયારે સંપન્ન થઈ રહ્યું છે, ત્યારે ઘણી હાશ અને હર્ષ અનુભવાય છે. મારા પૂજયપાદ પં. પ્ર. ગુરુદેવ શ્રી ચન્દ્રશેખરવિજય મ. સાહેબની પ્રેરણા અને કૃપા દૃષ્ટિથી જ આ કાર્યમાં આટલો સમય અને શ્રમનો ભોગ આપવા તત્પર બન્યો છું. તેઓશ્રી પણ આ કાર્યથી ખૂબ સંતુષ્ટ થયા છે. પૂજયપાદ ગુરુદેવશ્રીની વારંવાર પ્રેરણા અને પ્રોત્સાહનથી અને સહવર્તિ સર્વ મહાત્માઓની વારંવાર ઉપબૃહણા | શુભેચ્છાથી આ ભગીરથ કાર્ય સંપન્ન થયું છે. જ્યારે આ ગ્રંથનું ઘણું ખરું લખાણ થઈ ચૂકેલું ત્યારે નેમિસૂરિ સમુદાયના વિદ્વાન મુનિરાજશ્રી નંદિઘોષવિજય મ. સાહેબ કૃત આ જ ગ્રંથનું સુદીર્ઘ વિવેચન સહિત હિન્દી ભાષાંતર પ્રકાશિત થયું. તેના દીર્ઘ વિવેચનમાં અન્ય વ્યાકરણ પરંપરાઓ સાથે પ્રસ્તુત ન્યાયોની તુલના પણ કરી છે. જ્યારે આ ગ્રંથમાં સળંગ વિવેચન નથી. પણ આગળ “લેખકના અંતરની વાત' માં જણાવ્યા અનુસાર કેટલાંક વિષયો ઉપર છણાવટ કરી છે. ટૂંકમાં આ ગ્રંથનું ગુર્જર - ભાષાંતર તો સૌ પ્રથમવાર જ પ્રકાશમાં આવી રહ્યું છે. (૧) ન્યાયાર્થમંજૂષા (બૃહદુવૃત્તિ) - ભાષાંતર, (૨) સ્વોપજ્ઞન્યાસ - ભાષાંતર અને (૩) પરામર્શ - વિવેચન એમ મુખ્યત્વે ત્રણ વિભાગમાં પ્રકાશિત થઈ રહેલાં આ ગ્રંથમાં મંદમતિ એવા મારા વડે કોઈક ક્ષતિ થવી અસંભવિત નથી જ. આથી મારા છબસ્થપણાથી - મતિદોષ, દષ્ટિદોષ કે મુદ્રણદોષથી કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો વિદ્વજનો તેની જાણ કરે. જેથી ભવિષ્યમાં તેનો યોગ્ય અવસરે પરિષ્કાર થઈ શકે. પ્રાન્ત ગ્રંથકારના આશય વિરુદ્ધ કંઈપણ લખાયું હોય તો તેનું હાર્દિક મિચ્છામિ દુક્કડ દઉં છું. ગુરુપાદપંકજરજ મુનિ રત્નવલ્લભવિજય = ૧૦ = =

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 688