Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

Previous | Next

Page 9
________________ પ્રત ગ્રન્થનો ઉલક સમસ્ત સાંગોપાંગ વ્યાકરણની એકલપંડે અતિ અલ્પ સમયગાળામાં રચના કરનાર કલિકાળ સર્વજ્ઞ આચાર્ય ભગવંતશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબની નવમી જન્મ - શતાબ્દી વર્ષ વિ. સં. ૨૦૪૫ કાર્તિક સુદ પૂનમના પૂર્ણ થતું હતું. આ નિમિત્તે - નવમી જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી રૂપે પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવી આદિ અનેક વિદ્વય તરફથી મારા પૂજ્યપાદ પં. પ્ર. ગુરુદેવશ્રી ચન્દ્રશેખરવિજય મ. સાહેબ સમક્ષ - અનેક મુનિ ભગવંતો સિદ્ધહેમ શબ્દાનુશાસનના અધ્યયનમાં પ્રવેશ કરે - એવી ઈચ્છા પ્રદર્શિત થઈ. તેમણે એવી પણ ચિંતા વ્યક્ત કરી કે જો આ વ્યાકરણનું અધ્યયન સાધુ / સાધ્વી ભગવંતો નહીં કરે તો તેની અધ્યયન - અધ્યાપન પરંપરા નાશ પામશે. અને આથી આ વિષયમાં આખું ય આ. ભ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરચિત સાહિત્ય ધીમે ધીમે લુપ્ત થશે, નાશ પામશે. આ વિનંતિને ધ્યાનમાં લઈને મારા પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ કેટલાંક મહાત્માઓને આ વિષયનો અભ્યાસ કરવા પ્રેરિત | ઉત્સાહિત કરીને એના અધ્યયનમાં પ્રવેશ કરાવ્યો. આમ નવમી જન્મ શતાબ્દિની પૂર્ણાહુતિ નિમિત્તે - ફક્ત અમારા જ ગ્રુપમાં નહીં, પણ - અન્યત્ર પણ આ સિદ્ધહેમ - વ્યાકરણના અધ્યયનનો કંઈક રસ જગાડાયો. પૂજ્યપાદ ગુરુદેવશ્રીની કૃપા અને તેવી ઈચ્છા હોવાથી આ વિષયમાં કંઈક ઊંડા ઉતરવાનું થયું. પ. પૂ. વિદ્વાન મુનિરાજશ્રી તત્ત્વદર્શન વિજય મ. સાહેબ પાસે વ્યાકરણની લઘુવૃત્તિ કર્યા બાદ બૃહવૃત્તિ અને અન્ય ધાતુપારાયણ વગેરે સહાયક - ઉપયોગી ગ્રંથોનું અવગાહન થયું. ત્યારબાદ દોઢેક વર્ષ પ. પૂ. વિદ્વાન મુનિરાજશ્રી મુક્તિવલ્લભવિજય મ. સાહેબની શુભ નિશ્રામાં પ. પૂ. વિદ્વાન મુનિરાજશ્રી ઉદયવલ્લભવિજય મ. સા. પાસે ન્યાયનો અભ્યાસ થયો. ત્યાર પછી પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ વિ. સં. ૨૦૫ર માં મને પ્રસ્તુત સટીક ન્યાયસંગ્રહ' ગ્રંથનું ભાષાંતર તૈયાર કરવાની પ્રેરણા કરી. આ પ્રેરણા ઝીલી લઈને આ કાર્યનો પ્રારંભ કર્યો. જો કે પૂજયપાદ ગુરુદેવશ્રીએ સ્વયં તેમના અધ્યયન કાળ દરમ્યાન (અંદાજે ૪૫ વર્ષ પૂર્વે) આ ગ્રંથ ઉપર ગુજરાતી - - વિવરણ લખેલું. પણ તે થોડાં વર્ષ પૂર્વે જ – તપાસ કરવા છતાં લાપત્તા થઈ જવાથી - અલભ્ય બની ગયું છે. આ વિષયમાં બીજો એક પણ ગુર્જરીનુવાદ – ગ્રંથ હજી સુધી પ્રકાશિત થયેલ ન હતો. આથી પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવાની આવશ્યકતા હોવાથી મને પૂર્વોક્ત પ્રેરણા મળી. પ્રારંભિક કાળમાં તો આ ગ્રંથની મુખ્યત્વે બન્યાયામંજૂષા' ટીકાનું જ ભાષાંતર કરીને તેની કેટલીક ઝેરોક્ષ નકલો કરાવીને સારા જ્ઞાનભંડારોમાં મૂકાવી દેવી – એટલી જ વિચારણા થયેલી. પણ પછી “ન્યાયાર્થમંજૂષા અને સ્વોપલ્સ - ન્યાસના લખાણને તપાસી આપનાર પં. શ્રી જગદીશભાઈ આદિ - કેટલાંક વિદ્વાનોની આ લખાણને ગ્રંથાકારે પ્રકાશિત કરવાની ભલામણ થતાં અને પૂજયપાદ ગુરુદેવશ્રીને પણ ઉચિત જણાતા તેઓએ આ અનુવાદ – લખાણને છપાવવાની અનુમતિ આપી. પરિણામે આ ગ્રંથ આજે અનેક પરિષ્કારો સાથે પ્રકાશિત થઈ રહ્યો છે. ગ્રંથાકારે પ્રકાશિત કરવાનું નક્કી થતાં શરૂઆતના લખાણને વધુ સરળ, પદ્ધતિસરનું કરવાની, જરૂરી સુધારા - વધારા કરવાની અને મુદ્રણાઈ - પ્રતિ (પ્રેસ કોપી) તૈયાર કરવા માટે શુદ્ધ લેખન કરવાની આવશ્યકતા ઉભી થઈ. વિ. સં. ૨૦૫૪ વિસનગરનું સમસ્ત ચોમાસુ પ્રાયઃ આ કાર્ય માટે ફાળવ્યું. ત્યારબાદ સમસ્ત મેટર કંપોઝ કરાવવા માટે આપ્યું અને તે દરમ્યાન સુરતમાં ખાસ રહીને લગભગ ૪૫ વર્ષથી મુખ્યત્વે આ વિષયમાં અધ્યાપન કાર્ય કરી રહેલ

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 688