Book Title: Nyaya Sangraha
Author(s): Ratnavallabhvijay
Publisher: Omkarsuri Aradhana Bhavan

Previous | Next

Page 3
________________ આશીવચન પૂજ્યપાદ હેમહંસગણિ મહારાજનો ગ્રન્થ ન્યાસાર્થમંજૂષા. તેની ઉપર લખાયેલ આ વિવેચન તથા ગુર્જરીનુવાદ... એનો રચયિતા છે મારો શિષ્ય રત્નાવલ્લભવિજય.. મારી કલ્પના બહાર - આશ્ચર્યજનક રીતે તેની મેધાશક્તિનો સાનુકૂળ વિસ્ફોટ થયો છે. તેણે ૧૩ વર્ષ પૂર્વે દીક્ષા લીધી. બહુ ટૂંકા ગાળામાં સાંગોપાંગ સિદ્ધહેમશબ્દાનુશાસનનો ઠોસ અભ્યાસ કર્યો. ન્યાયદર્શનનું અવગાહન પણ ન્યાય સિદ્ધાન્ત મુક્તાવલી, દિનકરી - ટીકા સહિત અનેક ગ્રન્થોનું કર્યું એ પછી મેં તેને ન્યાસાર્થમંજૂષા ગ્રન્થ ઉપર વિવેચન તથા ગુજરાતી અનુવાદ લખવાનું જણાવ્યું. જેથી અનેક વિધાર્થીઓને તેનો અભ્યાસ સુલભ બને. ગુવજ્ઞાને સદા માટે શિરસા વધ કરતાં તેણે તુરત તે દિશામાં ડગ માંડ્યો. ભારેથી ભારે પરિશ્રમ કરીને ગ્રન્થ તૈયાર કર્યો. પંડિત મૂર્ધન્ય શ્રી છબીલદાસભાઈ, શ્રી માણેકભાઈ વગેરે આ વિવેચન જોઈને એટલાં માટે અત્યન્ત પ્રસન્ન થયા કે જે કેટલીક પંક્તિઓ અત્યન્ત ગૂઢ હતી તેને પણ અહીં ખૂબ સરસ રીતે ખોલી નાંખવામાં આવી હતી. વ્યાકરણના વિષયના અન્ય સિદ્ધહસ્ત - મહાત્માઓએ પણ બે મોંએ પ્રશંસા કરી... વર્તમાન કાળમાં આ રીતનો અતાગ પરિશ્રમ બહુ થોડાં શ્રમણ - શ્રમણીઓ કરે છે. ગમે તે કારણસર સ્વાધ્યાયનો રસ ખૂબ ઘટી ગયો છે. એવી શંકા જાગે છે કે આ રીતે સિદ્ધહેમ - ગ્રન્થ અને નવ્ય - ન્યાયની શૈલીના ગ્રન્થોનું અધ્યયન ઘટી જશે તો મહોપાધ્યાયજી વગેરેના જિનાગમોના દોહન રૂપ પદાર્થોને ખોલી નાંખતાં ગ્રન્થોનું વાંચન કોણ કરી શકશે ? પેલું વચન સાર્થક થતું લાગે છે, “ધૂમધામે ધમાધમ ચલી, જ્ઞાનમારગ રહ્યો દૂર રે...” - રત્નાવલ્લભવિજયે જે અતિ પરિશ્રમ કરીને જ્ઞાનોપાસના કરી છે તે બદલ મને અતિશય આનંદ થયો છે. છું કે તે શ્રુતભક્તિમાં લીન રહે; અન્ય મુનિઓને અલ્ય ક્ષચોપશમના કારણે દુર્ગમ લાગે તેવા ગહન ગ્રન્થો ઉપર વિવેચનો તૈયાર કરે, જેથી ઘણા સાધુ - સાધ્વીઓ તેનું મનન કરીને આત્મહિત સાધે. તેને મારા અંતરના આશિષ પાઠવું છું કે આ શ્રુતભક્તિથી તેના જ્ઞાનાવરણીય કર્મનો જ હૃાસ ન થતાં ગુરુકૃપા - જનિત મોહનીય કર્મનો પણ હૃાસ થાય - ઘનઘાતી કર્મોનો ક્ષય થાય.... મુક્તિના પરમસુખનો સ્વામી થાય.. કામુ, મા. લલન ગો 30 -- સુચના વિ. સં. ૨-૩ . વ. vપમ ૧૨.૪ ૨૦૦૧ G. બન પર " ડિઝા દts

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 688