Book Title: Nityakram Pratahkalno
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 23
________________ પ્રાત:કાળનો બીજુ પદઃ “આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવત છે. આત્મા ત્રિકાળવતી છે. ઘટપટાદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમકે તેની ઉત્તિ માટે કઈ પણ સંગે અનુભવાગ્ય થતા નથી. કેઈ પણ સંયેગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા ગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંગી હોવાથી અવિનાશી છે, કેમકે જેની કેઈ સંગથી ઉત્પત્તિ ન હોય, તેને કેઈને વિષે લય પણ હોય નહીં. ત્રીજી પદઃ “આત્મા કર્તા છે.” સર્વ પદાર્થ અર્થન્ક્રિયાસંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ કિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે, માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે; પરમાર્થથી સ્વભાવપરિણતિએ નિજસ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા લાગ્ય, વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મ કર્તા છે. ઉપચારથી ઘર, નગર આદિને કર્તા છે. ચેાથે પદ: “આત્મા જોક્તા છે. જે જે કંઈ કિયા છે તે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભેગવવામાં આવે એ પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ; સાકર ખાવાથી સાકરનું ફળ; અગ્નિસ્પર્શથી તે અગ્નિપર્શનું ફળ; હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા ગ્ય જ છે, અને તે થાય છે. તે કિયાને આત્મા કર્તા હોવાથી ભક્તા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54