Book Title: Nityakram Pratahkalno
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 22
________________ નિત્યક્રમ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થવું એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોને હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડે ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વને ચમકારે મારા સ્વરૂપને પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશ અને ક્યપ્રકાશક છે. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ! હે સર્વ ભગવાન ! તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ વિ. સં. ૧૯૪૧ શ્રીમદ્ રાજચંદ્ર ૧૩. છ પદનો પત્ર અનન્ય શરણને આપનાર એવા શ્રી સગરદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષેએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. પ્રથમ પદ: “આત્મા છે.” જેમ ઘટપટ આદિ પદાર્થો છે, તેમ આત્મા પણ છે. અમુક ગુણ હેવાને લીધે જેમ ઘટપટ આદિ હવાનું પ્રમાણ છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાને પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એ આત્મા હેવાનું પ્રમાણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54