________________
૧૯
નિત્યક્રમ એક પરમાણુમાત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો, સાદિ અનંત અનંત સમાધિસુખમાં,
અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ ૨૦ જે પદ શ્રી સર્વશે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, તેહ સ્વરૂપને અન્ય વાણીં તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો, તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ
-શ્રીમદ્ રાજચંદ્ર *૨૫. મૂળમાર્ગ રહસ્ય મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂત્ર નોય પૂજાદિની જો કામના રે, નોય વ્હાલું અંતર ભવદુઃખ. મૂ. ૧ કરી જોજો વચનની તુલના રે, જોજો શોથીને જિનસિદ્ધાંત, મૂળ માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂ. ૨ જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂત્ર જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુઘ. મૂ૦ ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org