Book Title: Nityakram
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૮૨
નિત્યક્રમ
અંજનાની દેશી હું અપરાધી અનાદિકો, જનમ જનમ ગુના કિયા ભરપૂર કે; લૂંટીઆ પ્રાણ છ કાયના, સેવ્યાં પાપ અઢારાં કરૂર કે. (હવેનું ગદ્ય મૂળ હિંદી ભાષામાં છે તેનું ગુર્જર ભાષાંતર મૂક્યું છે.)
આજ સુધી આ ભવમાં, પહેલાં સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા ભવમાં કુગુરુ, કુદેવ અને કુઘર્મની સદ્દહણા, પ્રરૂપણા, ફરસના, સેવનાદિક સંબંધી પાપદોષ લાગ્યા તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
અજ્ઞાનપણે, મિથ્યાત્વપણે, અવ્રતપણે, કષાયપણે, અશુભયોગે કરી, પ્રમાદે કરી અપછંદ–અવિનીતપણું મેં કર્યું તે સર્વે મિચ્છા મિ દુક્કડં.
શ્રી અરિહંત ભગવંત વીતરાગ કેવલજ્ઞાની મહારાજની, શ્રી ગણઘરદેવની, શ્રી આચાર્યની, શ્રી ઘર્માચાર્યની, શ્રી ઉપાધ્યાયની, અને શ્રી સાઘુ-સાધ્વીની, શ્રાવકશ્રાવિકાની, સમદ્રષ્ટિ સાઘર્મી ઉત્તમ પુરુષોની, શાસ્ત્રસૂત્રપાઠની, અર્થ પરમાર્થની, ઘર્મ સંબંઘી, અને સકલ પદાર્થોની અવિનય, અભક્તિ, આશાતનાદિ કરી, કરાવી, અનુમોદી, મન, વચન, અને કાયાએ કરી દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી સમ્યફપ્રકારે વિનય, ભક્તિ, આરાઘના, પાલન, સ્પર્શના, સેવનાદિક યથાયોગ્ય અનુક્રમે નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. મારી ભૂલચૂક, અવગુણ, અપરાઘ સર્વે માફ કરો, ક્ષમા કરો, હું મન, વચન, કાયાએ કરી ખમાવું છું.
દોહા અપરાથી ગુરુ દેવકો, તીન ભુવનકો ચોર; ઠગું વિરાણા માલમેં, હા હા કર્મ કઠોર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312