Book Title: Nityakram
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૮૮
નિત્યક્રમ મન, વચન અને કાયાએ કરી નહીં, કરાવી નહીં, અનુમોદી નહીં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
છયે આવશ્યક સમ્યક પ્રકારે વિધિ-ઉપયોગ સહિત આરાધ્યા નહીં, પાળ્યા નહીં, સ્પર્યા નહીં, વિધિ-ઉપયોગ રહિત-નિરાદરપણે કર્યા, પરંતુ આદર-સત્કાર, ભાવ-ભક્તિ સહિત નહીં કર્યા; જ્ઞાનના ચૌદ, સમકિતના પાંચ, બાર વ્રતના સાઠ, કર્માદાનના પંદર, સંલેખનાના પાંચ એવું નવ્વાણું અતિચારમાં તથા ૧૨૪ અતિચાર મધ્યે તથા સાઘુના ૧૨૫ અતિચાર મધ્યે તથા બાવન અનાચરણના શ્રદ્ધાદિકમાં વિરાઘનાદિ જે કોઈ અતિક્રમ, વ્યતિક્રમ, અતિચારાદિ સેવ્યા, સેવરાવ્યા, અનુમોદ્યા, જાણતાં અજાણતાં મન, વચન, કાયાએ કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
મેં જીવને અજીવ સહ્યા, પ્રરૂપ્યા; અજીવને જીવ સદહ્યા, પ્રરૂપ્યા; ઘર્મને અઘર્મ અને અઘર્મને ઘર્મ સહ્યા, પ્રરૂપ્યા; સાઘુને અસાઘુ અને અસાઘુને સાઘુ સહ્યા, પ્રરૂપ્યા; તથા ઉત્તમ પુરુષ, સાઘુ, મુનિરાજ, સાધ્વીજીની સેવા ભક્તિ યથાવિધિ માનતાદિ નહીં કરી, નહીં કરાવી, નહીં અનુમોદી તથા અસાઘુઓની સેવા ભક્તિ આદિ માનતા, પક્ષ કર્યો; મુક્તિના માર્ગમાં સંસારનો માર્ગ થાવત્ પચ્ચીસ મિથ્યાત્વમાંના મિથ્યાત્વ સેવ્યાં, સેવરાવ્યાં, અનુમોદ્યાં, મને કરી, વચને કરી, કાયાએ કરી; પચીસ કષાય સંબંઘી, પચીસ ક્રિયા સંબંઘી, તેત્રીશ આશાતના સંબંઘી, ધ્યાનના ઓગણીસ દોષ, વંદનાના બત્રીસ દોષ, સામાયિકના બત્રીસ દોષ અને પોસહના અઢાર દોષ સંબંધી મને, વચને, કાયાએ કરી જે કાંઈ પાપ દોષ લાગ્યા, લગાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
મહામોહનીય કર્મબંઘનાં ત્રીસ સ્થાનકને મન, વચન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312