Book Title: Nityakram
Author(s): Shrimad Rajchandra Ashram Agas
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૨૭૧
ર૭૧
નિત્યક્રમ ૩૬. ક્ષમાપનાપાઠનું પદ્ય
(રચનાર–એક મુમુક્ષુ) હે નાથ ! ભૂલી હું ભવસાગરમાં ભટક્યો; નહિ અઘમ કામ કરતાં, હું કદી પણ અટક્યો. તમ વચન અમૂલખ, લક્ષમાંહી નહિ લીઘાં, નહિ તત્ત્વ વિચારથી, કહ્યાં તમારાં કીધાં. સેવ્યું નહિ ઉત્તમ, શીલ પ્રણીત તમારું; તજી યાદી આપની, મેં જ બગાડ્યું મારું. પ્રભુ ! દયા, શાંતિ ને ક્ષમા આદિ મેં છોડી, વળી પવિત્રતાની, ઓળખાણ પણ તોડી. હું ભૂલ્યો, આથડ્યો, અને રખડ્યો ભારી; આ સંસારે વિભુ, વિટંબના થઈ મારી. હું પાપી મદોન્મત્ત, મલિન કર્મના રજથી; વિણ તત્ત્વ મોક્ષ મેળવાય નહીં, પ્રભુ ! મુજથી. હે પરમાત્મા ! હું પ્રપંચમાંહિ પડ્યો છું; હું મૂઢ, નિરાશ્રિત, મહા ખુવાર બન્યો છું. બની અંઘ અમિત અજ્ઞાનથી ભૂલ્યો ભક્તિ; નથી નિશ્ચય મુજમાં, નાથ ! વિવેકની શક્તિ. ઓ રાગરહિત પ્રભુ ! મુજને જાણી અનાથ; આ દીન દાસનો, ગ્રહો હેતથી હાથ. હું શરણ હવે તો ગ્રહણ કરું છું તમારું; તુમ ઘર્મ સાથ તુમ મુનિનું શરણ સ્વીકારું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312