Book Title: Nirgrantha Aetihasik Lekh Samucchaya Part 1
Author(s): M A Dhaky
Publisher: Kasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ પુરોવચન : જૈન સાહિત્યિક ઇતિહાસની સંશુદ્ધિ પ્રસ્તુત પુસ્તકનું શીર્ષક છે “નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય'. સ્પષ્ટ છે કે આમાં જૈન પરંપરાના ઇતિહાસનાં પાસાંને લગતા કેટલાક વિષયોની તપાસ, ચર્ચાવિચારણાના લેખો એકત્રિત મૂક્યા છે, જે ભાઈ ઢાંકીએ પહેલાં અલગઅલગ સમયે અને સ્થાને પ્રકાશિત કર્યા હતા. શીર્ષકમાંનો ‘નિર્ઝન્થ' શબ્દ જ ઢાંકીની વિશિષ્ટતા સૂચવી દે છે : “જૈન પરંપરા કે એવો કોઈ પ્રયોગ નથી કર્યો. પોતાની આગવી દૃષ્ટિ અને માન્યતાને વ્યક્ત કરે તેવા શબ્દો વાપરવાની તેઓ ઘણી જ ચીવટ રાખે છે. અને આ માત્ર શબ્દપ્રયોગની જ વાત નથી. એમનો જે તપાસ કે ચર્ચાનો વિષય હોય એને લગતી સામગ્રી અને પુરાવાની અને એને લગતા પૂર્વવર્તી કાર્યને તેઓ અત્યંત ચુસ્તતાથી ઉપયોગમાં લે છે. ભાષા, શૈલી અને નિરૂપણપદ્ધતિમાં એ અસાધારણ ચોકસાઈના આગ્રહી છે. આ તો થઈ એમના શોધલેખોના સર્વસામાન્ય સ્વરૂપની અને એમના અભિગમની વાત. પરંતુ આ લેખોનું સર્વાધિક મહત્ત્વ છે તે તો મૌલિક સંશોધન લેખ. સમયનિર્ણયના, કર્તૃત્ત્વના સ્થાપિત, પ્રચલિત મતો અને માન્યતાઓ સામે એમણે પ્રશ્નાર્થ ખડો કરીને, એમને ઉથલાવ્યા છે. સમીક્ષિત ખોજ અને ઊહાપોહ આ લેખોમાં મજાગત છે. એમના કોઈક નિષ્કર્ષો જેને અસ્વીકાર્ય લાગે, તેને માટે એમણે પુરાવાઓનું જે અર્થઘટન કે મૂલ્યાંકન કર્યું હોય છે તેની ઘણી ઝીણવટથી ચર્ચાવિચારણા અનિવાર્ય બનશે. અહીં ઢાંકીએ અપ્રકાશિત સ્તુતિસ્તોત્રાદિ અને ચૈત્યપરિપાટીઓને પ્રકાશમાં લાવવાનું પ્રશસ્ય કાર્ય પણ કર્યું છે. એક આરૂઢ સંશોધક તરીકે ઢાંકીની પ્રતિભા વિવિધ ક્ષેત્રસંચારિણી' કહેવામાં સહેજે અતિશયોક્તિ નથી. સંશોધનકાર્યની જે ઉચ્ચ કોટિ આ સમૃદ્ધ લેખસમુચ્ચયમાં અપાતી જોઈ શકીએ છીએ, તેને અનુરૂપ કક્ષા જાળવીને અધિકારી વિદ્વાનો એની સમીક્ષા કરશે એવી આશાઅપેક્ષા આપણે રાખીએ. હરિવલ્લભ ભાયાણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 378