________________
જરૂર છે તે વખતે અમારે એ ત્યાગી વગ શા માટે એવા વીરે ઉત્પન્ન કરવા માટે પોતાના જ્ઞાનને, બુદ્ધિમત્તાને અને ઉદારવૃત્તિને લાભ સમાજના બાળકોને ન આપે ? ભિન્ન ભિન્ન શકિત ધરાવનારા મુનિરાજે બધાની સાથે એક જ પ્રવાહમાં ઘસડાઈને પિતાની શક્તિઓને વ્યર્થ વ્યય કરે, એના કરતાં એમની શક્તિઓને એગ્ય કાર્યો કાં ન કરડ્વા દેવાં? કાં ન સેંપવાં ?”
જેની કેટલીક એવી રૂઢીઓમાં ટેવાઈ ગયેલા છે કે એમાં જરા કંઈ ફેરફાર કરતાં એઓને મહાભય લાગે છે. પરંતુ એવી રૂઢીઓના પ્રવાહમાં તણાતાં જે ભયંકર પરિણામે આવે છે, એનું એઓને ઓછું જ ભાન હોય છે. થેડેક અપવાદ સેવતાં ઘણું વધારે સારે લાભ જે શાસન કે ધર્મને અંગે મળતો હોય તે તે લાભ કાં ન ઉઠાવ? એને વિચાર એઓ એ છે કરે છે. સંસ્થાઓના બાહ્યા સંચાલનમાં એગ્ય સાધુઓ ગોઠવવામાં આવે અને તે વિદ્વાન સાધુઓ દ્વારા શિક્ષણ આદિનું કામ લેવામાં આવે તે આજનાં આપણાં ગુરૂકુળ, છાત્રાલય, વિદ્યાલય કે જે નામના માત્ર ગુરૂકુળ, છાત્રાલય કે વિદ્યાલય છે તે બધી એક આદશ સંસ્થાઓ અને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org