________________
ર૭
અસંભવિત છે, પરંતુ તેઓની વચ્ચે સુલેહ રહે એ માટે આપશું મત ધરાવે છે ? - ઉત્તર–ભિન્નતા અને વિરૂદ્ધતાના નિયમોને ત્રણે ફિરકાવાળા જે લક્ષ્યમાં યે તે અત્યારનો કલેશ નાબુદ થાય, અને બધા સુલેહથી રડી શકે. ત્રણે ફિરકાના પ્રતિષ્ઠિત નેતાઓની એક સંસાયટી સ્થાપિત થાય. આ સંસાયટીના દરેક મેમ્બરે સરળ ભાવ ધારણ કરી કેવળ એક જૈનતરીકે–મહાવીરના અનુયાયી તરીકે કામ કરવાનું છે, એમ માની પોતપોતાના ફિરકામાં શાન્તિનું વાતાવરણ ફેલાવવાનો પ્રયત્ન કરે અને વર્તમાનમાં જે ઝઘડાઓ ચાલી રહ્યા છે એને માટે પિતપતાના ફિરકાના બીજા પ્રતિષ્ઠિત ગહસ્થાની સંમતિ લઈ પરસ્પર સમાધાન કરી નાખવા. જેકે આ પ્રાગ પણ કઠીન અવશ્ય છે, તેમ છતાં તે. પ્રયાસ સાધ્ય છે. આવું ન થાય ત્યાં સુધી પણ જે જે વિચારોમાં આપણે મળતા હોઈએ તે તે. વિચારોમાં આપણે પરસ્પર એક બીજાની સહાનુભૂતિની ઉદારતા બતાવીએ, તે પણ સમાજમાંથી ઘણું અશુદ્ધ વાતાવરણ દૂર થવાની હું તે આશા રાખું છું. આ મારે ઘણા વર્ષોને અંગત અનુભવ
પણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org