Page #1
--------------------------------------------------------------------------
________________
ht
INDIAN HITI SUBTIT I
TT III, TET | TAT
TWIST THIN/P/BILITATu{ Affails
ઝીલનાર બાલાભાઈ વીરચંદ.
પાહેનાર
મુનિરાજ વિદ્યાવિજયજી.
For Personal Private Leon
નવો પ્રકાશ
જ ધોળાઈuni[ mind
Page #2
--------------------------------------------------------------------------
________________
| મળવાનું ઠેકાણું
શ્રીયશવિજય જૈન ગ્રંથમાળા | હેરીસરડ, ભાવનગર (કાઠીયાવાડ) !
વડેદરા, ધી લુહાણમિત્ર સ્ટીમ પ્રી. પ્રેસમાં એ. વી. ઠક્કરે પ્રકાશક માટે છાપી પ્રસિદ્ધ કર્યું. તા. ૫-૫-૨૯.
5
For Personal & Private Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
નવો પ્રકાશ
જૈન સમાજના સાધુઓમાં લેખકે અને જાહેર પ્રવૃત્તિમાં ભાગ લેનારા સાધુઓ ગણ્યા ગાંઠયા છે. તેઓમાં મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ ખાસ એક સુધારક, લેખક, વકતા અને સામાજીક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય ભાગ લેનારા તરીકે ગણાય છે. જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ જોતાં અને જૈન સમાજમાં જે ભયંકર દાવાનળ સળગી રહ્યો છે એ બધું જોતાં આવા સાધુના વિચારે ખુલ્લી રીતે જૈન સમાજને જાણવા મલે, એ ઇરાદાથી મેં તેઓને બહુમુલ્ય સમય, કેટલાક પ્રશ્નના ઉત્તરે મેળવવા માટે લીધેલું. મારા પ્રશ્નોના જે ઉત્તરે તેમના તરફથી મલ્યા તે હું આ નીચે અક્ષરશઃ આપું છું. જૈન સમાજને આમાંથી ઘણુંખરૂં જાણવાનું મલશે. અને કેટલાક પ્રશ્નોમાં તેઓએ સુચવેલો મા જે સ્વીકારવામાં આવશે, તે આશા છે કે જૈન સમાજમાં ઘણે ખરે સુધારો થવા પામશે.
For Personal & Private Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રશ્ન ૧—જૈન સાહિત્ય સબંધી આપના શૈાવિચાર છે ?
ઉત્તર-જૈન સાહિત્ય ઉત્તમ, વિશાળ અને સ ગ્રાહ્ય છે. એમાં હવે બે મત રહ્યા નથી. યુરેાપીયન વિદ્વાના આ સાહિત્યની પાછળ મુગ્ધ બન્યા છે. ભારતીય વિદ્વાનાની જૈન સાહિત્ય પ્રત્યેની ઘણા કે દ્વેષ લગભગ દૂર થયાં છે. આવી સ્થિતિમાં જૈન સાહિત્યના જેટલા અહાળે! પ્રચાર થાય એટલા ઇષ્ટ છે. યુનિવર્સિટિઓ જૈન સાહિત્યને સ્થાન આપવા લાગી છે, એના લાલ જૈન અને અજૈન વિદ્યાર્થીઓ વધારે પ્રમાણમાં લે, એને માટે સ્કાલરશીપા વિગેરૈની ચેાજના જૈન કોન્ફરન્સ, આણંદજી કલ્યાણજીની પેઢી અને જૈન એશેાસીએશન ઓફ ઇન્ડીઆ જેવી સસ્થાઓએ તેમજ ધનાઢય ગૃહસ્થાએ કરવાની જરૂર છે. બીજી વત માનમાં જૈન લેખકેાના હાથે જે સાહિત્ય લખાય તે એવું લખાવુ જોઇએ કે જેના આદર અનેનો પણ કરે. ભકિતનાં ભજના કિવા કેવળ જૈન તત્ત્વજ્ઞાનની બારીકીથી ભરેલાં પુસ્તક આજે ઘસુાએ બુકસેલર અને સભાને ત્યાં અભરાઈઓપર પડયાં પડયાં ક્રીડાઓને ભાગ થઈ રહ્યાં છે. લેખકાની લેખન શૈલીમાં શ્રદ્ધાના તત્ત્વ સાથે ઉદારતાનુ અને
For Personal & Private Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
સમયજ્ઞતાનું તત્ત્વ વિશેષ પ્રમાણમાં ઉમેરાય તે એ પુસ્તકે વધારે આદરપાત્ર થઈ પડે. વીસમી સદીના જમાનામાં કેવળ અંધશ્રદ્ધાથી માનવા લાયક વાતે લેખકને પિતાને અથવા થોડાક જેનોને ભલે હણ દેનારી થઈ પડે, પરંતુ જાહેર જનતાને માટે એની ઉપયોગિતા મને તે કાંઈ લાગતી નથી. જૈન સમાજને ઉપયોગી સાહિત્ય પણ હવે તે એવું જ લખાવું જેઇએ કે જેમાં કંઈક નવું પ્રકાશ પડતે હાય, જેમાં જેમ હોય અને જેને વાંચતાં જ આવે એવી આક"કતા હોય. આવું જ સાહિત્ય નવા જમાનાને ઉપચાગી થઈ પડે.
પ્ર. ૨–મહાવીર જીવન સંબંધી આપને શે વિચાર છે?
ઉત્તર–મહાવીર જીવન હજી સુધી એકપણ એવું લખાએલું મારા જેવામાં નથી આવ્યું કે જે જને ઉપરાંત અને વિદ્વાનેને પણ ઉપગી થઈ પડે. એક સારામાં સારું મહાવીર જીવન લખવામાં પણ દ્રવ્ય વ્યસની, ઘણા વિદ્વાની બુદ્ધિવ્યની અને ઘણુ સમયની આવશ્યકતા છે. આ સંબંધી અમરવજના ચૈત્રના અંકમાં એક એજના બહાર પ્રાપ્ત છે. કઈ પણ જૈનસંસ્થા અથવા જેને ગૃહસ્થ એ
For Personal & Private Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
યોજનાને ઉપાડી લે તે આ ખામી જલ્દી દૂર થઈ શકે એમ મને લાગે છે. ટૂંકમાં મહાવીર જીવન એતિહાસિક દષ્ટિએ, જગતને માન્ય થાય એવી હષ્ટિએ, યુતિ પુરસ્સર સુંદર શૈલીમાં લખાવવાની જરૂર છે.
પ્ર. ૩-જેનોનાં વર્તમાન પત્રો પ્રતિ આપ કે મત ધરાવે છે ? . - ઉત્તર–કઈ પણ જાતના રાગદ્વેષ સિવાય હુ માત્ર એટલુંજ કહી શકું છું કે ઘણે ભાગે કેટલાંક જેને વર્તમાન પત્રને વર્તમાન પત્રો કહેવાં કે કેમ, એજ મને તે શંકાને પ્રશ્ન લાગે છે. જેની કઈ પંલીસી નહિ, જેનું ખાસ કેઇ એય નહિં, અને જેનામાં એક પત્રકારિત્વ તરીકેનું શું કર્તવ્ય છે, એનું જ્ઞાન નહિં, એ પત્રને સાચા વર્તમાન પત્રે કેમ કહી શકાય? તેમ છતાં, કેટલાક શ્રદ્ધાળુ જેનોને જૈન સમાજમાં બનતા કેટલાક ધાર્મિક બનાવે તેમ સાધુ સાધવીઓના વિહારની ખબર પહોંચાડવા માટે કેટલાંક પત્રો ઉપયોગી જરૂર છે. પત્રકારે ઉદાર, સમાજના સાચા શુભેચ્છકે અને બને તેટલા અંશે પણ નિષ્પક્ષપાતની દષ્ટિએ જેનારા હવા સાથે, ઉંડા સહિત્યના અભ્યાસી પણ હેવા જોઈએ. હમણાં તો દશા
For Personal & Private Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
એ છે કે જરા કલમ પકડતાં આવડી એટલે પત્રકાર થઇને બેઠા. આ સ્થિતિ ન સુધરે ત્યાં સુધી જૈન વ માન પત્રોની સ્થિતિ સુધરે એ મને અસ ંભવિત જેવું લાગે.
એક બીજી વાત. જૈન વમાન પત્રાના હું ઉપર જે ફાયદા બતાવી ચુકયા છું એ ફાયદા કરતાં નુકસાના પણ વધારે થઇ રહ્યાં છે. ખારીક ઢષ્ટિએ વિચા રીએ તે સાધુઓમાં અને ગૃહસ્થામાં જે કંઇ મોટા પદ્મા પડી રહ્યા છે એમાં વમાન પત્રોના પણ હિસ્સા જરૂર છે. વમાન પત્રાના કારણે એક ખીજા પક્ષેામાં ઉશ્કેરાણીઓ અને મતાગ્રહીપણું વધી રહ્યું છે. પત્રકારાની પ્રવૃત્તિઓથી કોઈ પણ તટસ્થ વાંચકને એમ લાગવુ જોઇએ કે આ બિલ્કુલ નિષ્પક્ષપાતથી લખે છે-મધ્યસ્થ છે, પરન્તુ લાકોને તેથી ઉલટું લાગે છે એટલે ખુલ્લ ખુલ્લા પક્ષકાર તરીકે લેાકેાની દૃષ્ટિમાં આવે છે, આ સ્થિતિ પણ સુધરવાની જરૂર છે.
પ્ર. ૪જૈન સાધુઓના સંગઠન સંબંધી આપના શે અભિપ્રાય છે ?
ઉત્તર—આ પ્રશ્ન ‘ સમયને
આળખે ’ એ
લેખામાં અને
નામના મારા પુસ્તકમાં પ્રગટ થએલા તે પછી પણ ‘ ધમ ધ્વજ ” માં મેં ખાસ્સી રીતે
For Personal & Private Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
ચર્ચે છે. જેનસાધુઓમાં સંગઠન નહિં થાય ત્યાં સુધી જેનસાધુઓની જ નહિં–પણું આખીએ સમાજની સ્થિતિ સુધરવાની આશા હું તે બહુ ઓછી રાખું છું. સાધુઓ આપસમાં જે કલેશે કરી રહ્યા છે, એક બીજાની નિદાઓ કરવામાં અગ્ય, બહિષ્કૃત અને હલકી કેટીના સાધુઓને ઉશ્કેરનીને દારૂ પાવામાં જે પોતાનું મહત્વ સમજી રહ્યા છે, તેઓ ખરેખર આખીએ સાધુ સંસ્થાની કિંમત ઘટી રહ્યા છે. એનું ભાન એઓને અત્યારે નથી આવતું, પરંતુ જ્યારે તમામ સાધુવર્ગ ઉપરથી સમાજની શ્રદ્ધા ઘટશે અને ટકી રહેલું થોડું ઘણું જૈન સાધુનું મહત્વનાશ પામશે ત્યારે તેઓની આંખ ઉઘડશે. આ દિવસે બહુ દૂર નથી. સાધુઓ ન ચેત્યા–પોતાનું સંગઠન ન કર્યું તે કયે સારો અને કો જુઠે, કયે પવિત્ર અને કો પાપી, ક શાસન શુભેચ્છક અને કયે શાસન વિઘાતક, એ સમજવું સમાજને કઠીન થઈ પડશે, અને તેથી લીલું કે સુકું એક આગમાં બળશે. સમાજમાં ભયંકર દાવાનળ જાગશે અને હિંદુ સાધુઓની કે જેના યતિઓની જે દશા અત્યારે છે એના કરતાં ભુંડી દશા અમારા આ ત્યાગી વર્ગની થશે.
For Personal & Private Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
સંગઠન થવામાં હું ઘણી વખત લખી ચુકયે છું તેમ, કેટલેક અંશે ગૃહસ્થ વ પણ વિઘ્ન ભૂત થઇ રહ્યો છે. આગેવાન અને ધનાઢય ગૃહસ્થાઓએ કેટલાક સાધુઓને પેાતાના તરીકે 'ખરીદી લીધા છે. નિર્માહી અને નિમમત્વ ગણાતા એ સાધુએ એ ગૃહસ્થાના રમકડાં બન્યાં છે, આ દશામાં સૌ પોતપોતાનું ભાન ભુલ્યા છે. ગૃહસ્થાને સાધુઓના માતાપિતા તરીકેની જે ઓળખ જૈનસૂત્રામાં આપી છે, તે વસ્તુના ઉપયાગ ગૃહસ્થા કરે, તે હમણાં સાધુઓની આખા ઉઘડે. સાધુઓનું સંગઠન અશકય જણાવા છતાં તે વહેલાં કે મેાડાં થશે ખરૂ, એ વાતની મારી ખાત્રી છે. અતિપતન એ ઉત્થાનનું સૂચક છે. અતિપતનમાં જેટલી ન્યૂનતા હશે, તેટલી પૂરી થતાં આખરે ઉત્થાન થશે. અમારા સાધુ વગ પેાતાના આ “ અતિપતન” ના દિવસે જોવાને જાણે આતુર ન થઇ રહ્યો હૈય એવુ જ મને તે લાગે છે.
પ્ર૦ ૫—દીક્ષા સંબંધી અત્યારે બે પક્ષે પડેલા છે એમાં આપને શા મત છે ?
'
ઉત્તર—આ સંબંધી ‘ સમયને ઓળખે માં મે` પાંચ લેખા લખ્યા છે. છતાં ટુંકમાં તમારા પ્રશ્નના ઉત્તરમાં એટલુ જણાવી શકું છું કે અાગ્ય
For Personal & Private Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
દીક્ષાઓ આપીને સાધુ સંખ્યાની વૃદ્ધિ કરનારા ભલે સંખ્યા દેખીને ખુશી થતા હોય, પરંતુ ખરી રીતે સાધુ સંસ્થાની કિંમત ઘટાડી રહ્યા છે. અગ્ય દીક્ષાએનાં જે અનિષ્ટ ફળ સાધુએ ચાખી રહ્યા છે એ એમને આત્મા જાણે છે. આજે આવી અગ્ય દીક્ષાએને જ પ્રતાપ છે કે છાશ વારે ને છાશ વારે કપડાં ઉતારી ઉતારીને સાધુઓ ચાલતા થાય છે. કેટલાક નથી ચાલતા થતા તે સાધુ વેષમાં રહીને પણ આખા સાધુ સમુદાયને કલંક લગાડી રહ્યા છે. અને એનું જ એ પરિણામ છે કે અજેના પત્રો અને અનેક સમાજોમાં જૈન સાધુઓની અનિચ્છનીય જુઠી નિંદાઓ પણ થવા લાગી છે. કુદરતના નિયમ પ્રમાણે જે માણસ સ્વયં પતિત થાય છે તે પોતાના પાપે ઢાંકવાને બીજામાં અસંભવિત અને જુઠા દેને આરેપ કરવાને તૈયાર થાય છે. એક દુરાચારી પુત્રને માતા પિતા દૂર કરે ત્યારે તે ક્કી નહિં કહેશે કે મારા દેષથી મને દૂર કર્યો છે. તે માતાપિતાને દેષ કાઢવા તૈયાર રહેવાને. સાધુધર્મથી ભ્રષ્ટ થઈ ગૃહસ્થ થનારા આજે કેટલાએ પતિત આત્માઓ આખા સાધુ સમુદાયને કલંકિત ઠરાવી રહ્યા છે. સમુદાયથી બહિષ્કૃત થનારા આજે કેટલાએ વેશધારીઓ તે તે સમુદાયને કલંકિત ઠરાવી
For Personal & Private Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
રહ્યા છે. આમાં વિશેષતા કિવા આશ્ચર્ય જેવું કાંઈ નથી. તેમણે તે તેમ કરેજ છુટકે છે. કહેવાની મતલબ કે આ બધું અાગ્ય દીક્ષાઓનું અને સાધુ સંગઠનના અભાવનું જ પરિણામ છે. સાધુઓએ પિતાનું સંગઠન કરીને આ અગત્યના એટલે દીક્ષા સંબંધીના પ્રશ્નને સૌથી પહેલાં વિચાર કરવાની જરૂર છે.
પ્ર. ૬– જૈન સમાજમાં ગૃહસ્થની સ્થિતિ સુધારવાની અગત્ય વધારે જુએ છે કે સાધુ સમાજ વધારવાની ?
ઉત્તર—હું સાધુ છું. સાધુત્વને અપૂર્વ આનંદ બાવીસ વર્ષથી લૂંટી રહ્યો છું. હું તે જરૂર ચાહું કે સાધુ સમાજ ખૂબ વધે; પરન્તુ એ સાધુ સમાજ પોતાની જવાબદારી સમજનારે અને પિતાના ધર્મોનું પાલન કરનારો ત્યારેજ બની શકે કે જે ખાણમાંથી એ રત્ન કાઢવાનાં છે, એ ખાણ સુસંસ્કારી હેય. ગહસ્થાશ્રમ જેને સડેલે, નિર્માલ્ય, બુઝદિલ, અને કર્તવ્યપથથી પરિભ્રષ્ટ થએલો હોય તે, તેથી ઉચકેટીના આશ્રમમાં જઈને શું લીલું વાળી શકે? આજે ગૃહસ્થની દશા તે જુઓ ? એમનાં નર તે જુઓ? એમના હાલ હવાલ તે જુઓ? જેનામાં દૈવતને અંશ નથી. ઓજસ્વિતા નથી, પુરૂ
For Personal & Private Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
પાર્થ નથી, હિમ્મત નથી, વૈરાગ્યને છટે નથી, માતા પિતા અને પૂજ્ય પ્રત્યે ભક્તિ નથી, કર્તવ્ય પરાય
તા નથી, એ સાધુ થઈને પિતાની જવાબદારીઓ શી સમજવાને હતે? સાધુ એટલે એક સાચે કર્મવીર ! સાધુ એટલે એક ત્યાગનીમૂર્તિ ! અને સાધુ એટલે જગતનો આદશ ! આવા સાધુના માટે એ સાધુ થનારમાં કેટલી ગ્યતા હેવી જોઈએ, એને વિચાર સહજ કરી શકાય તેમ છે. સર્વાશે નહિં તે ચેકકસ અંશેમાં પણ ગ્યતાઓ તપાસ્યા વિના “જે આવ્યો તે મંડ” એવું કરવા કરતાં મને તે લાગે છે કે–સાધુઓએ, ગૃહસ્થને ગૃહસ્થાની સ્થિતિ સુધારવા માટે વધારે ધ્યાન આપવાની જરૂર છે. પિતાના સાધુધર્મની મર્યાદામાં રહીને ગૃહસ્થોને ગૃહસ્થધમ સમજાવવો, એ અત્યારે વધારે જરૂરનું છે. ગૃહસ્થ સારા કેળવાયેલા, વૈરાગી, કશી અને કર્તવ્યજ્ઞાતા હશે તે તેમાંથી નીક
નારે એક સાધુ, માયકાંગલી સ્થિતિવાળા પાંચા સાધુઓ કરતાં પણ વધારે સારું કામ કરી શકશે. ગહનું પોતાના માતા પિતા પ્રત્યે શું કર્તવ્ય છે, પતિ પત્નિઓના શા ધર્મો હોવા જોઈએ, પિતાને દેશ-સમાજ-ધર્મ અને મુખ્ય પ્રત્યે તેમનું
For Personal & Private Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૧
શું કર્તવ્ય છે? ગ્રહસ્થની દયા કેટલી મર્યાદાવાળી છે? આવી અનેક બાબતે ગ્રહસ્થાને ખરા આકારમાં સમજાવાની જરૂર છે. હું તો ઉપદેશકાના ઉપદેશની ખામીનું પરિણામ જોઉં છું કે આજે જેને એટલે માયકાંગલી પ્રજા ગણાઈ અને બની રહી છે. “વીરતા”એ તે જૈન ગૃહસ્થને પ્રધાન ધર્મ હવે જોઈએ, તે આજે ક્યાં દેખાય છે? ઉપદેશકે– સાધુએ આવી બાબતે તરફ ગૃહસ્થને ઉપદેશ દ્વારા આકર્ષે તે સાધુઓમાં કેવાં સુંદર રત્નને વધારો થઈ શકે ! જે જ સૂકા તે જ સુરા કામમાં શુરવીર માણસ ધર્મમાં પણ તેવોજ શુરવીર બને છે.
પ્ર. ૭—ઉજમણાં, ઉપધાન સંઘ આદિમાં આપ શું જુએ છે?
ઉત્તર–સમયને અને સ્થાનને જોયા સિવાય કેવળ પિતાની કીર્તિ માટે દેખાદેખીથી કરાતી. આ ક્રિયાઓમાં પૈસાનું પાણી, અને તેમની માનેલી કીર્તિ સિવાય વિશેષ ફાયદે મને, નથી જેવાતે. મારે આ અંગત અભિપ્રાય છે. અને તે એટલા માટે છે કે અત્યારે જૈન, સમાજ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે, એ પરિસ્થિતિને ચોગ્ય જૈન સમાજના ધનાઢએ કાંઈક
For Personal & Private Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨
આરજ કાર્યાં કરવાનાં છે. જે સમાજમાં આજે ત્રણસા સાડાત્રણસેા વર્ષોથી નિયમિત રીતે પ્રતિવષ આઠે આઠ હજાર મનુષ્યાની ઘઢતી થઇ રહી હોય અને જે સમાજના મૃત્યુઘંટ સાવ નજીકજ સંભળાઇ રહ્યો હોય તે સમાજના ધનાઢયેાને તથા સાધુઓને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોયા વિના કાર્યોં કરવાં કરાવવાં કેમ પાલવી શકે ? બેશક ઉપરનાં કાર્યો કરવાનાં ક્ષેત્રા પણ આ સમયને માટે મૌજૂદ છે. પરન્તુ તે તરફ લક્ષ્યયે કાણ કરે છે ? જ્યાં પેાતાને મહેાળા સમુદાય, પાતાની વાહવાહ સંભાળાવનારા ખુશામદીઓની પ્રમળતા, ત્યાં આવું કરવાનું મન થાય છે. જરૂરનાં સ્થાનામાં, જરૂરનાં ક્ષેત્રામાં, જરૂરનાં કાર્યમાં થાડુ પણ કા કરવાનું કહેતાં, એ લક્ષ્મીપુત્રાને ટાઢ ચઢે છે. ત્યારે આના અ શે ? એના વિચાર કોઇપણ વિચારક કરી શકે છે. ઉજમણાં, ઉપધાન, સંઘા એ વિગેરે કાર્ટુના હું નિષેધક નથી. પરન્તુ પ્રત્યેક કાર્ય કરતાં દ્રવ્યક્ષેત્ર-કાળ–ભાવ જોવાં, એ મારા કહેવાના હેતુ છે. આજે હજારા જૈનોને એક વખતનુ અન્ન મળતું નથી, હુજારા યુવકો સાધનોના અભાવે શિક્ષણમાં આગળ વધી શકતા નથી, હજારા વિધવાઓ સામાજિક રિવાજાના ભાગ ખની પેાતાનાં જીવના દુ:ખમય વ્યતીત
For Personal & Private Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
કરી રહી છે, બટુકે પિતે પવિત્ર જીવન ગાળી શકે, એવાં સાધનના અભાવે પિતાનું જીવન પણ પાયમાલ કરી રહી છે, હુન્નર ઉદ્યોગના અભાવે–અને પાસે સાધનના અભાવે ઘણુયે બિચારા પિતાના પેટની ખાતર ઈતર ધર્મોમાં મળી રહ્યા છે, આ બાબતે તરફ સૌથી પહેલાં લક્ષ્ય આપવાની જરૂર છે. લાખ રૂપિયા સંઘ ઉપધાને અને ઉજમણમાં ખરચનારા આવા દુખીએના દુઃખે દૂર કરવા, એને અર્ધો પણ પ્રયત્ન કરતા હોય તે સમાજની સ્થિતિ કેટલી બધી સુધરે ! છે એકકે જૈનોમાં હુન્નરશાળા, જ્યાં સેંકડે જેનયુવાને પિતાના અને પિતાના કુટુંબના પોષણનું સાધન ઉભુ કરી શક્તા હોય છે કે વિધવાશ્રમ, જ્યાં સેંકડે વિધવા બહેને હુન્નર ઉદ્યોગ કરી પિતાનું ગુજરાન ચલાવવા અને પિતાનું ચરિત્ર નિર્મળ રાખવા સમર્થ થતી હેય એકએક ગૃહસ્થ એક એક સંસ્થાનું પિષણ કરી શકે તેવી અત્યારે પણ પરિસ્થિતિ હોવા છતાં, આજે ઘણીયે સંસ્થાઓ દ્રવ્યના અભાવે રિબાય છે. સેંકડો બાળકે ભણવાને ઉત્સુક હોવા છતાં, દ્રવ્યના અભાવે પૂરતા. પ્રમાણમાં વિદ્યાર્થીઓ તે તે સંસ્થાઓમાં લઈ શકાતા નથી. આ બધું એ ધનાઢયેની વાસ્તવિક કર્તવ્ય તરફની ઉપેક્ષા નહિં તે બીજું શું છે? છતાં એ ખુશી થવા
For Personal & Private Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
જેવું છે કે-હમણાં હમણાં કેટલાક ગ્રહ ગરીબ, શિક્ષણ, અને એવા અગત્યનાં કાર્યો તરફ પિતાની લાગણી બતાવવા લાગ્યા છે, એ સદ્ભાગ્યની નિશાની છે.
પ્ર. ૮–દેવદ્રવ્યની ચર્ચાના સંબંધમાં પહેલાંના અને અત્યારના આપના વિચારમાં કઈ ફર્ક પડે છે?
ઉત્તર–જે વિચારે મારા પહેલાં હતા તેજ અત્યારે છે. બેલી એ સંઘને ઠરાવેલે રિવાજ છે. એ રિવાજમાં ઇચ્છા મુજબને ફેરફાર કરવાનો સંઘને અધિકાર છે. દેવ દ્રવ્યમાં વધારે કરે જ એ આ જમાનામાં ઈચ્છવા યોગ્ય નથી. અને તેટલા માટે લીયોની ઉપજ સાધારણ ખાતે લઇ જવાનું સંઘ ઠરાવે તે તે આખી સમાજને માટે આશીર્વાદ રૂપ થઇ પડે. દેવ દ્રવ્યની ચર્ચાનું પરિણામ નહિં ધારેલું એવું સારું આવ્યું છે. કચ્છ, દક્ષિણ અને ગુજરાત કાઠીઆવાડના પણ ઘણાએ ગામમાં સંઘેએ પિતાના રિવાજોમાં ફેરફાર કરી અમારા વિચારોને વધાવી લીધા છે. સમયજ કેઈ એ આવ્યું છે કે જેમાં આજને નવયુવક વર્ગ એવી પુરાણ નિમૂલ અને અંધ શ્રદ્ધા જન્ય રૂઢીઓનું નિકંદન કરવા બેઠે છે. થોડાક જુના વિચારનાઓ, તે યુવાનની ભલી ઈચ્છાએને તે પાડવા પ્રયત્ન શીલ રહ્યા છે પરંતુ એમનું
For Personal & Private Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૫
૮ટ્ટ લાંબે સમય ચાલે એમ નથી. ન કેવલ દેવદ્રવ્યની ચર્ચાના સંબંધમાં પરતુ એવા સામાજીક કેટલાએ વિષ છે જેમાં જુના અને નવાએનું કંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે. પણ આખરે નવા ફાવ્યા છે અને ફાવશે, એ મારી ખાતરી છે.
પ્ર. ૯દેશની વર્તમાન પ્રવૃત્તિમાં સાધુઓ પિતાને હિસ્સો આપી શકે કે કેમ?
ઉત્તર–સમાજ, દેશ અને ધર્મની સાથે સંબંધ રાખી પ્રવૃત્તિ માર્ગમાં થોડે ઘણે પણ ભાગ લેનારા સાધુઓ દેશની વર્તમાન સ્થિતિની બિલકુલ ઉપેક્ષા કરે, એ આ જમાનામાં પાલવી શકે તેવું નથી. પોતાના ઉપદેશ દ્વારા દેશપ્રેમ જાગ્રત કરે, દેશના લેને સ્વદેશની વસ્તુઓ ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવવું અને સ્વદેશની વસ્તુઓને પ્રચાર કરવા માટે ઉપદેશ દ્વારા પ્રયત્ન કરે, એ ઘણું જરૂરનું છે. તેમ કરવાથી પિતાના સાધુ ધમને એટલે મહાવ્રતોને હાની પહોંચતી હોય એવું કાંઈ જ નથી. પરંતુ આ કેવળ ઉપદેશથીજ ન બની શકે. હું ઘણી વખત કહેતે આવ્યો છું, તેમ મહેલાં વર્તન અને પછી ઉપદેશ, આ જરૂરનું છે, સાધુઓએ અશુદ્ધ વો અને અપવિત્ર સ્ત્રીને ત્યાગ સ્વયં કરીને પછી જનતાને ઉપદેશ આપવાનો છે.
For Personal & Private Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬
આ વસ્તુ એવી છે કે જે આચરણમાં આસાનીથી મુકી શકાય તેમ છે. એટલે પહેલાં આચરણમાં મૂકીને પછી ઉપદેશ દ્વારા તેના પ્રચાર કરવા તે જરૂરનું છે. જૈન સાધુ જેવા ત્યાગી સાધુએ આ પ્રવૃત્તિ દ્વારા દેશને ઘણા લાભ પહાંચાડી શકે છે.
પ્ર૦ ૧૦—સમાજના સુધારકામાં આપ કેવી શ્રદ્ધા રાખા છે. ?
ઉત્તર—આ સબંધમાં પણ મેં મારા વિચારા અનેક વખત લખ્યા છે. સુધારકામાં એક એવા વગ છે કે જે ગરીબ અથવા સાધારણ સ્થિતિનો છે. આવા સુધારકાની મનોભાવનાએ શુદ્ધ અને કાંઇક કરીને જીવનને સાર્થક કરવાની હાય છે, પરતુ પાતાના અને કુંટુ ખના પેટની ચિંતા તેઆને એવી સતાવેછે કે પેાતાના મનનું ધાર્યું તે કરવાને અશક્ત બને છે, તેમ છતાં તેઓનો કોલાહલ પણ સમાજમાં નવી જાગૃતિ ઉત્પન્ન કરે છે. સુધારકામાં એક કેળવાએલા વગ છે, તે ધારે તા ઘણું કરી શકે; પરન્તુ કમનશીબે તેમાંના ઘણા કેવળ લાભવૃત્તિને આધીન બની કેવળ પેાતાનો પૈસા અને ખાટી કીતિ વધારામાં મશગુલ અન્યા છે. આવા વગ મેલે છે ઘણુ પણ કરે છે ઘેાડુ, અને ઘણી વખત તે ગંગા ગયે ગગાદાસ અને જમના ગયે જમના
For Personal & Private Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૭
દાસનાં નામેા ધરાવતા હાવાથી એમ પણ કહેવુ અશકય થઈ પડે છે કે આ કેવા વિચારના છે ? સુધારકામાં ત્રીજો એક વર્ગ છે. ધનાઢયાનો ધનાઢય ઢાઈ કરીને સુધારક હેાય એવા બહુ ઓછા ગૃહસ્થા હોય છે. પરન્તુ આવા ધનાઢય સુધારકે જો તેઓ જાહેરમાં કંઈક ખેલતા હોય છે, તેા તે, સુધારક તરીકે વધારે જાહેરમાં આવે છે. પરન્તુ એક વાત છે. જુના વિચારનાએ પેાતાની માનેલી પ્રવૃત્તિઓમાં જેટલે દાનપ્રવાહ વહેતા મુકે છે, તેટલા આ ધનાઢય સુધારકે પેાતાના માનેલાં સુધારાનાં કાર્યોંમાં પણ આ દ્રવ્ય વ્યય કરે છે. અને એનુ જ એ પરિણામ છે કે કેટલાક લાગણી વાળા ગરીબ અને સાધારણ સ્થિતિના સુધારકા પાતાની પીઠ થાબડનારાઓનો અભાવ જોઈ નિરાશ અને છે, ઉપરના ત્રણે વર્ગના સુધારકાએ તન મન અને ધનથી સુધારાનાં કાર્યમાં આગળ આવવાની જરૂર છે.પેાતે ગમે તેટલા સુખી હાય પરન્તુ તેમણે એશરામાના ત્યાગ કરવાની જરૂર છે, ગમે તે વખતે નવયુવકાની ફાજને હિમત આપવા અને જરૂર પડે ત્યારે દ્રવ્યનો પણ ભેગ આપવા તૈયાર થવાની જરૂર છે.
પ્ર૦ ૧૧—કાઇ પણ અજૈનને જૈન બનાવતાં તેની
2
For Personal & Private Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
સાથે રેટી બેટી વ્યવહારની છુટ કરવી એ ઉચિત છે કે નહિં?
ઉત્તર–જૈનધર્મ સિદ્ધાન્તો એને માટે જરા પણ નિષેધ નથી કરતા. ભગવાન મહાવીરના સિદ્ધાન્તની છત્ર છાયામાં આવનાર ગમેતે જાતિને, ગમે તે કુલનો કે ગમે તે દેશનો મનુષ્ય કેમ ન હોય, તેની સાથે સમસ્ત પ્રકારની છુટ કરવી, એજ જરૂરનું છે. આપણે આપણી સંકુચિતતાના કારણે મહાવીરના અનુયાયીઓ ઘટાવી રહ્યા છીએ. આપણે આ સંકુચિતતાનો ત્યાગ કરીએ અને કઈ પણ મનુષ્યને કે જે જૈનધર્મના સિદ્ધાન્તનું પાલન કરવા સાથ જૈન આચારોનું આચરણ કરતો હોય, તેને અપનાવવાની ઉદારતા બતાવતા થઈએ તે જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા અવશ્ય વધે. મારા આશાવાદના સિદ્ધાન્ત પ્રમાણે તે હું તે જરૂર માની રહ્યો છું કે પાંચ પચીસ વર્ષમાં કોનોમાં આ ઉદારતા સર્વતે ભાવથી આવશ્ય આવશે.
પ્ર. ૧૨–વિધવા વિવાહના સંબંધમાં આપનો શે અભિપ્રાય છે?
ઉત્તર–આ પ્રશ્ન જૈન સમાજમાં નહિં પરંતુ આખા દેશમાં ઉપસ્થિત થયેલ છે અને એ પણ લગભગ
For Personal & Private Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
જાહેર થયું છે કે બાળલગ્ન અને વૃદ્ધવિવાહ જેવા જાલીમ રિવાજે વધી પડવાના કારણે આજે દેશમાં વિધવાઓ વધી રહી છે. બીજી તરફથી તે વિધવાઓના
જીવને પવિત્ર રીતે ગળાય અને તેઓ પોતાનું ગુજરાન સુખરૂપ ચલાવી શકે એવાં સાધનો ધનાઢયે તરફથી ઉભાં કરવામાં નથી આવ્યાં–નથી આવતાં.
ત્રીજું “ વિધવાઓનું જીવન એ અધમ કેટીનું જીવન છે ” એમ કૌટુમ્બિક પુરૂષાએ માની એ વિધવા ઉપર અત્યાચારે–જુલ્મ ગુજારવામાં આવે છે. મુખ્ય આ ત્રણ કારણેનું પરિણામ છે કે સમાજે વિધવા વિવાહની છુટ કરવી કે કેમ? એ પ્રશ્ન ઉભું થયે છે વેતામ્બર સમાજ કરતાં દિગમ્બર સમાજમાં આ પ્રશ્ન પહેલાં હાથ ધરવામાં આવ્યું છે. અને વિધવાવિવાહની છુટ નહિં હોવાથી ગુપ્તપણે ગર્ભપાતાદિના ભયંકર પરિણામો જોઈ કેટલાક દિગમ્બર સુધારકો વિધવા વિવાહની હિમાયત કરવા લાગ્યા છે, એટલું જ નહિં પરંતુ બાળવયમાં થયેલી વિધવાઓના પુનર્લગ્નો કરવાની પહેલ કરી છે. શ્વેતામ્બર સમાજમાં આવા પ્રસંગે નથી બન્યા અને લગભગ આ વિષય પણ એ જ ચર્ચાય છે; પરન્ત પરિસ્થિતિઓ જોતાં મને લાગે છે કે વિધવા વિવાહનું આન્દોલત વેતા બર
For Personal & Private Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
સમાજમાં પણ હુ નજીકમાંજ ઉભુ થશે. સમાજ ખુલ્લી રીતે આની છુટ ન આપે એ મનવા જોગ છે; પરન્તુ આ વિકટ પ્રશ્ન સમાજના સુધારા અવશ્ય વિચારશે. ખરી વાત એ છે કે આપણે મૂળને છેડી ડાળાંને પકડવા જવા જેવુ કરીએ છીએ. વિધવા વિવાહના પ્રશ્ન જે કારણેાથી કારણેાથી ઉપસ્થિત થયે છે તે કારણેાને નાબુદ કરવાં, એ પહેલી તકે જરૂરનું છે. સમાજ પેાતાની આ પરિસ્થિતિના વિચાર જલ્દી કરે અને પ્રત્યેક જાતિ ઉપજાતિ વાળાએ એને પ્રતિબંધ કરે, તે આ પ્રશ્ન આગળ વધવા અટકી જાય અને જો તેમ ન થયુ તે સભવ છે કે લાકોની હજાર ચિલ્લાહેટ જગતના પ્રવાહની આડે આવી કંઇ કામ કરી નહીં શકે અને કુદરત પેાતાનું કામ બજાવ્યે જશે. સમાજે ચેતવાની જરૂર છે. આપત્તિના કાળમાં અત્યાચારાના સમયમાં, જાતીય અન્યના કે બીન્ત ગમે તે પ્રતિબધ કાંઇ કામ કરી શકતાં નથી. જાતીય બન્યના કે બીજા પ્રતિમાનુ પાલન સમયની અનુકુળતાઓ પર આધાર રાખે છે. આ વાત જૈન સમાજના નેતાઓએ મહુ ગંભીરાઇથી વિચારવા જેવી છે.
For Personal & Private Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૩–આસ્તિક નાસ્તિકળી આપને શે અભિપ્રાય છે?
ઉત્તર–આસ્તિક નાસ્તિકની ચર્ચા અત્યારે કયાં સુધી પહોંચી છે, એની મને માહિતી નથી, કારણ કે લગભગ બે ત્રણ મહિનાથી ચોકકસ સમયને માટે ચેકસ જૈન પત્રે મેં વાંચવાં બંધ કર્યા છે. છતાં આ ચર્ચા મેં જેટલી વાંચી હતી તે ઉપરથી મારા પિતાના અંગત અભિપ્રાય તરીકે એટલું કહી શકું છું કે આ ચર્ચામાં કોઈપણ મોજ ઉત્પન્ન થાય–જાણવાનું મલે અથવા સમાજને કંઈ લાભ થાય એવું તત્ત્વ જરાયે નહતું. સાગરજીએ અમદાવાદમાં ભાષણ આપ્યું અને સામા પક્ષે એક મોટું સ્વરૂપ આપી “ કાગને વાઘ ” બનાવ્યો. સાગરજીએ શ્રીવિજયવલ્લભસૂરિજીને અગર નાસ્તિક કહ્યા હતા, તે તેથી શ્રી વિજયવલ્લભસૂરિજીની આસ્તિકતાને, શાસન પ્રેમને કે તેમનાં કાર્યોને જરાપણ દાગ લાગવાનો નહિં હતે. સાગરજીએ જે ભાષણ આપ્યું એ પિતાના જન્મસિદ્ધ સ્વભાવ પ્રમાણેનું હતું. વાણી દ્વારા આગ સળગાવવી એ તો એમનું અનેક પ્રમાણેથી પુરવાર થએલું કાર્ય છે. એ આગને વધારે પ્રજજવલિત કરવી, એમાં સામાજિક દષ્ટિએ નુકસાન સિવાય બીજું કંઈજ
For Personal & Private Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
નથી. બીજી તરફથી આ ચર્ચામાં એક પ્રશ્ન ઉભે થયે હતું કે શ્રી વિજયવલલભસૂરિએ પાટણમાં ઉજમણું ઉપધાનાદિમાં ખર્ચાતું દ્રવ્ય “ એ એનો ધૂમાડો કરવા બરાબર છે ” એમ કહેવા સંબંધી હતે. સાગરજી તરફથી અનેક ઉદીરણાઓ થવા છતાં શ્રી વિજયવલ્લભસૂરિજીએ આ સંબંધી પિતાનું મૌન ન તેડયું તે નજ તેડયું. એક સાચા સુધારકને માટે અહિં મારો મતભેદ છે. યદિ વિજયવલભસૂરિજીએ તેવા અથવા તેને મળતા શબ્દો ઉચ્ચાર્યા હતા તે તેમણે ડંકાની ચેટ સાથે જાહેર કરવું જોઈતું હતું કે
હા હું આ શબ્દ બોલ્યા હતે. એમ સ્વીકારતાં એમણે જરા પણ ભય રાખવાની જરૂર નહતી. અને જે તેમણે શબ્દ નહિં કહ્યા હતા, તે તેમણે પોતે એ શબ્દ ઉચ્ચારવાનો ઈન્કાર કરે હતે. સાગરજીની પાસે શાસ્ત્રાર્થ કરવા જવું કે ન જવું, એ એમની મુન્સફીની વાત હતી; પરન્તુ ખરી હકીકત પ્રમાણિક પણે જાહેર કરવી, એ એમનું કર્તવ્ય હતું. સમાજ, સાગરજી અને શ્રી વિજયવલ્લભસૂરિજીના વચનેમાં કેના ઉપર વિશ્વાસ રાખો તે તેિજ વિચારી લેત. કદાચિત કોઈ પક્ષ સાગરજીની વાતને સાચી માનતે તે તેથી વિજયવલ્લભસૂરિજીના પક્ષને કાંઈ હાની
For Personal & Private Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૩
થવાની હતી નહિં. શાસ્ત્રાર્થ કરવા જવું કે ન જવું એ વિજયવલ્લભસૂરિજીની મુન્સફી પર હું એટલા માટે ઉપર રાખી ગયો છું કે આજકાલ શાસ્ત્રાર્થ એ એક એવી કીંમત વિનાની વસ્તુ થઈ પદ્ધ છે કે રસ્તે જનારા મવાલીઓ પણ વાતની વાતમાં શાસ્ત્રાર્થની ચેલેન્જ આપવામાં અને સ્વીકારવામાં પોતાની બહાદરીના બેલબાલા જુએ છે. એટલે અત્યારે સંઘબહાર જેવી અગત્યની શિક્ષાની પણ કંઈ કિંમત નથી રહી, તેવી રીતે શાસ્ત્રાર્થ જેવી અગત્યની વસ્તુની પણ કિંમત નથી રહી.
પ્ર૦ ૧૪–જૈન સાધુઓને સંસ્થાઓ સાથે સંબંધ વ્યાજબી છે કે કેમ ?
ઉત્તર–એવી જૈનસંસ્થાઓ કે જેણે શિક્ષાનું કાર્ય પિતાના હાથમાં રાખ્યું હોય, અર્થાત્ ડિગની સાથે પિતાના સ્વતંત્ર કેર્સ પ્રમાણે ચલાવાતી કુલ પણ સાથેજ હેય, આવી સંસ્થાઓમાં સાધુઓની ઉપસ્થિતિ હું આવકારદાયક લેખું છું. સાધુઓને કઈ પણ જાતને આર્થિક સ્વાર્થ નથી હતો. ઉપરાન્ત સાધુઓ ત્યાગી અને ચારિત્રધારી હોય છે. એટલે તેમના શુદ્ધ ચરિત્રને પ્રભાવ જેટલા બાળકો પર પડ
For Personal & Private Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
શકે તેટલે એક ગહસ્થનો ન પડી શકે. મને હમણાં થોડા વખત ઉપર જયપુરથી ભાઈ દુલભાઇ ઝવેરી એ ન્યાય અને આગમોને અભ્યાસ કરાવી શકે એવા બે પંડિતેની માગણી કરેલી. આપણામાં પંડિતેને કેટલો અભાવ છે તે જણાવવા સાથે મેં તો સ્પષ્ટ જણાવેલું કે. “ તે એજ મતને છું કે આવાં ગમે આદિનું અધ્યયન કાર્ય મુનિરાજેએ ઉપાધિ લેવાની જરૂર છે. ઉદાર વિચારના મુનિરાજે આ કામ વધારે સારું કરી શકે. એક સ્થાને એકસ સમય રહેવાને અપવાદ ઉઠાવવું પડે તે ભલે ઉઠાવે. સંસ્થાની બાહ્ય સ્થિતિ ઉપર દેખરેખ રાખવી, વિદ્યાર્થીઓને ઉપદેશ આપ, ભણાવવા, એમના શિક્ષણ ઉપર દેખરેખ રાખવી, એ કામ મુનિરાજે પોતાના ચારિત્રમાં રહીને ને કરે તે મારી ખાત્રી છે કે આપણું સંસ્થાઓમાં આવેલા બાળકે જરૂર સાચા શહેરી–સાચા ચારિત્રશીલ નાગરિક અને સ્વાર્થ-ત્યાગી સમાજ, ધર્મ અને દેશના સેવક તરીકે બહાર પડી શકે. મુનિરાજોનાં જુથના જુથ એક સાથે ફરે એના કરતાં યોગ્ય મુનિરાજેને આવી જાતનાં ગ્ય કામ નાયકે સેંપે તો કેટલું સુંદર કાર્ય થઈ શકે ! જે વખતે સમાજને સાચા સ્વાર્થ ત્યાગી ગહસ્થ ઉપદેશકની, વિદ્વાનની
For Personal & Private Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
જરૂર છે તે વખતે અમારે એ ત્યાગી વગ શા માટે એવા વીરે ઉત્પન્ન કરવા માટે પોતાના જ્ઞાનને, બુદ્ધિમત્તાને અને ઉદારવૃત્તિને લાભ સમાજના બાળકોને ન આપે ? ભિન્ન ભિન્ન શકિત ધરાવનારા મુનિરાજે બધાની સાથે એક જ પ્રવાહમાં ઘસડાઈને પિતાની શક્તિઓને વ્યર્થ વ્યય કરે, એના કરતાં એમની શક્તિઓને એગ્ય કાર્યો કાં ન કરડ્વા દેવાં? કાં ન સેંપવાં ?”
જેની કેટલીક એવી રૂઢીઓમાં ટેવાઈ ગયેલા છે કે એમાં જરા કંઈ ફેરફાર કરતાં એઓને મહાભય લાગે છે. પરંતુ એવી રૂઢીઓના પ્રવાહમાં તણાતાં જે ભયંકર પરિણામે આવે છે, એનું એઓને ઓછું જ ભાન હોય છે. થેડેક અપવાદ સેવતાં ઘણું વધારે સારે લાભ જે શાસન કે ધર્મને અંગે મળતો હોય તે તે લાભ કાં ન ઉઠાવ? એને વિચાર એઓ એ છે કરે છે. સંસ્થાઓના બાહ્યા સંચાલનમાં એગ્ય સાધુઓ ગોઠવવામાં આવે અને તે વિદ્વાન સાધુઓ દ્વારા શિક્ષણ આદિનું કામ લેવામાં આવે તે આજનાં આપણાં ગુરૂકુળ, છાત્રાલય, વિદ્યાલય કે જે નામના માત્ર ગુરૂકુળ, છાત્રાલય કે વિદ્યાલય છે તે બધી એક આદશ સંસ્થાઓ અને.
For Personal & Private Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્ર. ૧૫–જૈનના યુવકને શસ્ત્ર આદિની વિલા શીખવવા સંબંધી આપની શે મત છે?
ઉત્તર–જૈન શાસ્ત્રમાં સ્ત્રીઓની ચોસઠ અને પુરૂષેની બહોતેર કળાઓ વર્ણવવામાં આવી છે. ગૃહસ્થાશ્રમની અપેક્ષા રાખતાં હું તે આ બધી એ કળાઓ ગ્રહસ્થાએ જાણવી, શીખવી જરૂરની સમજુ છું. ગૃહસ્થાને પોતાની જાતની, પિતાના કુટુમ્બની, માલમિલકતની, દેશની અને પિતાના ધર્મસ્થાને વિગેરેની રક્ષા કરવાની છે. ગૃહસ્થ કઈ વખતે કયા સંગમાં સપડાશે એની કેઈને ખબર હોતી નથી. અને તેથી કઈ પણ ગૃહસ્થ પોતાના સ્વત્વની રક્ષાને માટે શક્તિઓ પ્રાપ્ત કરવી, એમાં હું નથી ધારતા કે કેઈની પણ આનાકાની હેય. ધાર્મિક નિયમો અથવા ધાર્મિક ભાવનાઓ એક જુદી વસ્તુ છે. જ્યારે ગહસ્થને ગૃહસ્થાશ્રમનો નિભાવ, એ બીજી વસ્તુ છે. જૈન રાજાઓએ યુદ્ધો કરીને રાજ્યની અને પિતાની પ્રજાની રક્ષા કરી છે. જૈનમંત્રીઓએ યુદ્ધમાં ઉતરી, પિતાના માલીકની આજ્ઞાનું પાલન કર્યું છે. આ બધું શું બતાવે છે? એ સ્પષ્ટ કરવાની આવશ્યકતા
પ્ર. ૧૬–જેનોના બધા ફિરકાએ એક થવા
For Personal & Private Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
ર૭
અસંભવિત છે, પરંતુ તેઓની વચ્ચે સુલેહ રહે એ માટે આપશું મત ધરાવે છે ? - ઉત્તર–ભિન્નતા અને વિરૂદ્ધતાના નિયમોને ત્રણે ફિરકાવાળા જે લક્ષ્યમાં યે તે અત્યારનો કલેશ નાબુદ થાય, અને બધા સુલેહથી રડી શકે. ત્રણે ફિરકાના પ્રતિષ્ઠિત નેતાઓની એક સંસાયટી સ્થાપિત થાય. આ સંસાયટીના દરેક મેમ્બરે સરળ ભાવ ધારણ કરી કેવળ એક જૈનતરીકે–મહાવીરના અનુયાયી તરીકે કામ કરવાનું છે, એમ માની પોતપોતાના ફિરકામાં શાન્તિનું વાતાવરણ ફેલાવવાનો પ્રયત્ન કરે અને વર્તમાનમાં જે ઝઘડાઓ ચાલી રહ્યા છે એને માટે પિતપતાના ફિરકાના બીજા પ્રતિષ્ઠિત ગહસ્થાની સંમતિ લઈ પરસ્પર સમાધાન કરી નાખવા. જેકે આ પ્રાગ પણ કઠીન અવશ્ય છે, તેમ છતાં તે. પ્રયાસ સાધ્ય છે. આવું ન થાય ત્યાં સુધી પણ જે જે વિચારોમાં આપણે મળતા હોઈએ તે તે. વિચારોમાં આપણે પરસ્પર એક બીજાની સહાનુભૂતિની ઉદારતા બતાવીએ, તે પણ સમાજમાંથી ઘણું અશુદ્ધ વાતાવરણ દૂર થવાની હું તે આશા રાખું છું. આ મારે ઘણા વર્ષોને અંગત અનુભવ
પણ છે.
For Personal & Private Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૮
પ્ર૦ ૧૭-અત્યારની સાધ્વી સંસ્થા માટે આપ શું વિચાર ધરાવેા છે. ?
ઉત્તર—જોકે આ વિષય ઉપર વિચારે ઘણા લાંખા વખતથી કરૂ છું પરન્તુ ખાસ કરીને જન વિદુષી ડા. ક્રૂઝે ( મેન સુભદ્રાદેવી ) એ શ્રાવકનાં વ્રતા અંગીકાર કર્યાં છે અને તેણીના ઉત્કૃષ્ટ વિચારા, ઉત્કૃષ્ટ આચારો અને જ્ઞાન પ્રાપ્તિમાં પ્રવૃત્તિમય જીવનનું અવલાકન કરૂ છું ત્યારથી મને અત્યારના આપણા સાધ્વીજીવન માટે ઘણું ઘણું લાગી આવે છે. સદ્ભાગ્યે, જ્યાં સાધ્વીઓનાં ટાળે ટોળાં વિચરે છે અને તે વર્ગમાં ત્રાસ દાયક અનાવા બનતા રહે છે, એવા પ્રદેશથી ઘણા વર્ષોથી દૂર રહું છું, એટલે સગી આંખે જોઈને મળવાના પ્રસગે આછા આવે છે. છતાં મારા એક સ્નેહી ભાઇએ હુમણાંજ એક પત્રમાં લખ્યું છે:——
“ સાધ્વીજીઓ તેમની શિષ્યાઓને ભયંકર ત્રાસ આપે છે. કેટલી એક નિર્દોષ શિષ્યાઓને ડાંઠા અને ડડાસણાના મારથી એવી તે અધમુઇ કરી નાખે છે કે જેને જોતાં પણ આપણને લચકર ત્રાસ ઉત્પન્ન થાય છે.
99
આ તા મામુલી પ્રસંગ છે. પરન્તુ મેં આથી
For Personal & Private Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૯
વધારે ભયંક પ્રસંગો સાંભળ્યા છે. બીજી તરફથી જે સાધ્વીઓ થાય છે તે અજ્ઞાન અવસ્થામાં ઘણે ભાગે દુઃખ ગર્ભિત વૈરાગ્યથી થાય છે. હુંકાણમાં આ બધી પરિસ્થિતિ જોતાં હું તે ગમે તેને એજ મત આપું કે હમણાં ચોકકસ સમયને માટે સ્ત્રીઓને દિક્ષા આપવાનું લગભગ બંધ કરવું જોઈએ. અને તે સંસ્થાને સુધારવા માટે પ્રયત્ન કરે જોઈએ. હજારોની સંખ્યામાં હયાતી ધરાવતી સાધ્વીઓમાં એવી કેટલી છે કે જે શિક્ષિતા હાઈ વ્યાખ્યાન આપવાનું કામ કરી શકતી હોય ! ગુજરાતમાં વિચરતે હતું ત્યારે પાલીતાણા અમદાવાદ અને એવા બીજા ગામોમાં બપોરે પણ ટોળેટોળાંને બજારમાં રખડતી જેતે ત્યારે મને એ સાધ્વી જીવન માટે કંઈના કંઈ વિચારે થતા. શિખરજીની યાત્રા નિમિત્તે જે થોડાં સાધ્વીઓનાં ટોળાં આ તરફ આવી ચૂકયાં છે તેઓના ભવાડાથી આ તરફના લેકમાં જે દુર્ભાવ ઉત્પન્ન થયે છે, એ જોતાં, કેઈ પણ જાતના રસવિનાના નિર્માલ્ય જીવન ગાળતા એ સાધ્વી વર્ગ માટે ખરેખર દુઃખ થાય છે. જ્યારે સુભદ્રા બેન કેઈ વખતે વૈરાગ્યના આવેશમાં આવી મને કહે છે-“મને કઈ સારી સાધ્વી બતાવે કે જ્યાં હું દિક્ષા લઈ મારું જીવન પવિત્ર કરવા સાથે
For Personal & Private Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
મારી બીજી બેનોના જીવનોને કંઈ લાભ પહોંચાલ
શકું
તે વખતે હું થી વાર મૌન થઈ જાઉં છું. કઈ સાધ્વી પાસે મોકલું, જ્યાં ગયા પછી, આ કેમળ હૃદયની નિર્દોષ અને મહાવીરની સાચી અનુયાયી બેન અંતરમાંથી એ અવાજ ન કાઢે કે “અરેરે! મને વિ. વિ. મહારાજે આ ખાડામાં ક્યાં નાખી”? હશે, કેઈ પવિત્ર સાધ્વીઓ પણ હશે, પણ આજે બહુલતાએ મેં ઉપર આલેખેલી સ્થિતિ જ જવામાં આવે છે. સાધ્વીઓ શિક્ષિતા હોય, આચાર વિચારમાં સ્થિત હોય, વ્યવસ્થિત હોય તે આખે જૈન સ્ત્રી સંસાર સુધારી શકે. અને તે દ્વારા આ જેનસમાજ સુધરી શકે. મારી તે પવિત્ર બહેનો અને માતાઓ હજી પણ પોતાની પરિસ્થિતિઓ સુધારવાને પ્રયત્ન કરે તે કેવું સારું?
પ્ર. ૧૮–શ્રી રામવિજ્યજીની અને સાગરાનંદ સૂરિ વિગેરેની પ્રવૃત્તિ જૈન સમાજને પ્રગતિના પંથે લઈ જાય છે કે ?
ઉત્તર–આ એક અંગત પ્રશ્ન છે. આવા પ્રકનને ઉત્તર આપ તે જાણી જોઈને રાગદ્વેષની પ્રવૃતિમાં ઉતરવાનો આરોપ વહેરવા જેવું બને છે. છતાં
For Personal & Private Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૧
તમે પૂછયું છે તે તટસ્થ ભાવે એટલું જણાવી શકું કે–એક માણસ જેટલી પ્રવૃત્તિઓ કરે છે તે બધીએ હાનીકત કિંવા એકાન્ત ફાયદા કતાં હોય એવું બનવું અશકય છે. પણ સમુચ્ચય રીતે એટલું મારા હૃદયમાં જરૂર કર્યું છે કે તેઓની પ્રવૃત્તિનો મેટે ભાગ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જોયા વિનાનો તેમજ તેમાં પિતાની કે પિતાના સમુદાયની વાહવાહનું તત્ત્વ વધારે ઉમેરાયેલું હોય, તેવું દેખાય છે. તેમને પોતાને પિતાની પ્રવૃત્તિઓ માટે ગમે તેમ લાગતું હોય, પરંતુ જગતની દષ્ટિએ તેમની કેટલીક પ્રવૃત્તિઓએ તેમને પિતાને જ નહિં, જૈન સમાજને નીચું જોવડાવા જેવું કર્યું છે. જૈન સમાજમાં વર્તમાનમાં ચાલી રહેલા દાવાનળમાં તેઓનો હિસ્સ મટે છે, એમ ઘણાએ માને છે. તેમનામાં ચકકસ શકિતઓ છે. એમ સૌ કોઈને લાગે છે, છતાં ઘણાઓનું માનવું છે તેમ, તેએની શક્તિઓનો સમાજને માટે ખરેખર દુરૂપયેગ થઈ રહ્યો છે, કદાચ એમ કહેવું પણ ખોટું ન હોઈ શકે કે આખાએ સાધુ સંગઠનમાં આડખીલી રૂપ કદાચ તેઓ હેય. સંભવ છે હું આ મારા અભિપ્રાચમાં કદાચ ભુલતે પણ હોઉં.
પ્ર. ૧૯–આપના અને આપના સમુદાયના તથા
For Personal & Private Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૨
આપની સંસ્થાના સંબંધમાં હમણાં કાંઇ કાંઇ નિદાએ છપાઈ છે તે સંબંધી આપ કેમ મૌન છે ?
ઉત્તર—મારી પદ્ધતિનો જેને અનુભવ છે તે સારી પેઠે જાણે છે કોઇ પણ વિષયના સંબંધમાં વિ ચાર ભિન્નતા હૈાય તે તેને માટે મેદાને જંગમાં હુંમેશાંથી ઉતરતા આવ્યેા છું, ઉતરૂ છું અને ઉત્તરતા રહીશ. જે વિષયની વિચારણામાં ન ફાવી શકતા હાય, તે ચારિત્ર ઉપર અછાજતા હુમલાઓ કરવા, કરાવવામાં અથવા પડદામાં રહીને ઉશ્કેરણીનો શરામ પાવામાં આનંદ માનતા હાય, તે તેને તેમ કરવા દેવા અને આપણે તેમના જેવા ન થવું એજ મારા સિદ્ધાન્ત છે. નિદા અને સ્તુતિ એ મનુષ્ય સ્વભાવની વસ્તુઓ છે, જેની જેની પાસે આમાંની જે જે વસ્તુઓ હાય તેની તે દુકાન ખાલે તે તેમાં આપણે શા માટે રાજી-દુઃખી થવુ' ? અને આ જગતમાં નિંદુ કાની નથી થઈ ? મહમદ પેગમ્બર કે જીસસ ક્રાઇસ્ટ તેનાથી નથી બચ્યા. યુદ્ધ કે મહાવીર પણ તેનાથી નથી બચ્યા. આપણા જેવા પામરાની શી ક્યા ? પ્રસ્તુતમાં આ નિદા શાથી થઇ, કેાનાથી થઇ, એમાં કાનુ કેવુ ઉત્તેજન છે, એ બધુંએ મારા જાણવામાં હોવા છતાં
For Personal & Private Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
૩૩
ચારિત્ર પરના હુમલાઓ એ હિચકારા અને નામર્દાઈન હુમલાઓ છે અને એટલા માટે એ હુમલા કનારાઓ શિક્ષાને પાત્ર નહિ, પણ દયાને પાત્ર છે, મારી આ માન્યતાએ મન મૈન રાખ્યા છે. તમારા ઉપરના એક પ્રશ્નમાં મેં કયાંક કહ્યું છે કે દુરાચારી પુત્રને પિતા દૂર કરે છે તે બહાર નીકળીને પિતાને ગુહો છુપાવવા પિતાની નિંદા કરે જ. પિતાની વિષય કામનાઓને નહિં જીતી શકવાથી સાધુ અવસ્થાને છે ગ્રહસ્થાશ્રમમાં પાછી જનાર વ્યક્તિ આખી સાધુ સંસ્થાને કલંકિત બતાવે. એક સમુદાયથી બહિષ્કૃત થયેલ માણસ તે સમુદાયને વગોવે, એક સંસ્થામાંથી ડામીજ થયેલ વિદ્યાથી તે સંસ્થાને વગેરે. આ એક સ્વાભાવિક વસ્તુ છે. પરંતુ તેથી તે પિતાને, તે સાધુ સંસ્થાને, તે સમુદાયને, તે સંસ્થાને જરાયે આંચ નથી આવતી. એ મારી ખાસ શ્રદ્ધા છે. થોડા વખતને માટે ચિત્ત ઉદ્વિગ્ન થાય, એ આપણી કમજોરી છે. થોડાક વખતને માટે જરા ખળભળાટ થાય અને તેથી આપણે ગભરાઈએ એ આપણું ભુલ છે. હંમેશાં દરેકે પોતાની સત્યતા ઉપર નિર્ભર રહેવાની જરૂર છે. આવાં વિદને એ વિને નથી પરંતુ આપણું કાર્યો રૂપી પુપની
For Personal & Private Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
૩૪
સારભ છે. જે કાર્યોમાં-જે પ્રયત્નમાં આવાં વિદને નથી આવતાં તે કાવ્યો અને તે પ્રયત્નો સુગંધ વિનાના પુષ્પ સમાન છે. કાર્ય કરનારાઓની કન્સેટીઓ આમાંજ છે. બનારસ પાઠશાળાને વિપ્ન નહેતું આવ્યું ત્યાં સુધી એને કઈ જાણતું નહતું. વિદને આવ્યા પછી જ છવીસના છોતેર વિદ્યાર્થી થયા અને દિવ્ય પણ વધ્યું. અનેક ન્યાય-વ્યાકરણ–તીર્થો નીકળ્યા. અને એના કાર્યકર્તા સ્વગુરૂદેવ વિજયધર્મસૂરિની વિદ્વાનોએ અને રાજામહારાજાઓએ કદર પણ કરી. જે સ્વર્ગસ્થ ગુરૂદેવશ્રી વિજયધર્મસૂરિ મહારાજ ગુજરાત તરફ ન પધાર્યા હતા, તે આજ એ સંસ્થામાંથી નીકળેલા સેંકડો વિદ્વાને આપણે જોઈ શકત. પણ કોને ખબર હતી કે–ગુરૂજીના વિહાર કર્યા પછી હસ્થ પિતાની સંસ્થા પ્રત્યે સાવ ઉપેક્ષિત રહેશે. અને એ કાર્યકર્તા બીજો નહિં મળવાથી સંસ્થા બંધ પડશે? અમારા સમુદાયને કે વીરતત્ત્વ પ્રકાશક મંડળનો એક દુશ્મન પિતાના કે “જુના વિદ્યાથીના નામે સંસ્થાને નિંદવા લાગ્યું, ત્યારથી સંસ્થામાં આશાતીત વિદ્યાર્થીએ વધવા લાગ્યા. શ્રી વિદ્યાથીઓને દાખલ કરવા બંધ કર્યા ત્યારે માસિક પંદર પંદર રૂપીયા આપનારા
For Personal & Private Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૫
વિદ્યાર્થીઓની સંખ્યાબંધ અરજીઓ આવવા લાગી. અને તેઓને મજબુરન દાખલ કરવા પડયા. એટલે આપણે આપણાં કાર્યોને પવિત્ર નિર્માળ અને શુભાશયી બનાવી રાખવાની જરૂર છે. સ્તુતિથી ફુલવાની જરૂર નથી, નિંદાથી ડરવાની જરૂર નથી. સ્તુતિ અને નિદાના ખ્યાલ રાખનાર આ જગતમાં કાંઇ પણ કામ કરી શકવાના નથી. વ્ય મજાવવું એજ આપણુ લક્ષ્ય હોવું જોઇએ.
અને હમણાંજ પંજાબના યુવકાના એક સમ્મે લમાં યુવકને મોકલેલા સ ંદેશની અ ંતમાં લખેલા માર એક જ કડીના સિદ્ધાન્ત ઉપર તમારૂ લક્ષ્ય ખેંચી તમારા પ્રશ્નોત્તરા પુરા કરૂં છું. મારા આ સિદ્ધાન્ત છે—
આદર મળેા કે ના મળેા, અમને કશી પરવા નથી, ત્યમ ફળ મળેા કે ના મળેા, તે જાણવા ઇચ્છા નથી, કર્તવ્ય કરવા જન્મ આ, દિન રાત તેમાં રત રહી; ઋણ મુકત વિશ્વ થકી થવા, કતવ્ય કરવુ છે અહિ
વિદ્યાવિજય.
શિવપુરી (ગ્વાલીયર) ચૈત્ર સુ. ૧૩ ( મહાવીર જન્મદિન ) વીર સ ૨૪૫૫, ધર્મ સ. ૭
For Personal & Private Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
For Personal & Private Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________ 98 Parol