________________
રહ્યા છે. આમાં વિશેષતા કિવા આશ્ચર્ય જેવું કાંઈ નથી. તેમણે તે તેમ કરેજ છુટકે છે. કહેવાની મતલબ કે આ બધું અાગ્ય દીક્ષાઓનું અને સાધુ સંગઠનના અભાવનું જ પરિણામ છે. સાધુઓએ પિતાનું સંગઠન કરીને આ અગત્યના એટલે દીક્ષા સંબંધીના પ્રશ્નને સૌથી પહેલાં વિચાર કરવાની જરૂર છે.
પ્ર. ૬– જૈન સમાજમાં ગૃહસ્થની સ્થિતિ સુધારવાની અગત્ય વધારે જુએ છે કે સાધુ સમાજ વધારવાની ?
ઉત્તર—હું સાધુ છું. સાધુત્વને અપૂર્વ આનંદ બાવીસ વર્ષથી લૂંટી રહ્યો છું. હું તે જરૂર ચાહું કે સાધુ સમાજ ખૂબ વધે; પરન્તુ એ સાધુ સમાજ પોતાની જવાબદારી સમજનારે અને પિતાના ધર્મોનું પાલન કરનારો ત્યારેજ બની શકે કે જે ખાણમાંથી એ રત્ન કાઢવાનાં છે, એ ખાણ સુસંસ્કારી હેય. ગહસ્થાશ્રમ જેને સડેલે, નિર્માલ્ય, બુઝદિલ, અને કર્તવ્યપથથી પરિભ્રષ્ટ થએલો હોય તે, તેથી ઉચકેટીના આશ્રમમાં જઈને શું લીલું વાળી શકે? આજે ગૃહસ્થની દશા તે જુઓ ? એમનાં નર તે જુઓ? એમના હાલ હવાલ તે જુઓ? જેનામાં દૈવતને અંશ નથી. ઓજસ્વિતા નથી, પુરૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org