________________
ચર્ચે છે. જેનસાધુઓમાં સંગઠન નહિં થાય ત્યાં સુધી જેનસાધુઓની જ નહિં–પણું આખીએ સમાજની સ્થિતિ સુધરવાની આશા હું તે બહુ ઓછી રાખું છું. સાધુઓ આપસમાં જે કલેશે કરી રહ્યા છે, એક બીજાની નિદાઓ કરવામાં અગ્ય, બહિષ્કૃત અને હલકી કેટીના સાધુઓને ઉશ્કેરનીને દારૂ પાવામાં જે પોતાનું મહત્વ સમજી રહ્યા છે, તેઓ ખરેખર આખીએ સાધુ સંસ્થાની કિંમત ઘટી રહ્યા છે. એનું ભાન એઓને અત્યારે નથી આવતું, પરંતુ જ્યારે તમામ સાધુવર્ગ ઉપરથી સમાજની શ્રદ્ધા ઘટશે અને ટકી રહેલું થોડું ઘણું જૈન સાધુનું મહત્વનાશ પામશે ત્યારે તેઓની આંખ ઉઘડશે. આ દિવસે બહુ દૂર નથી. સાધુઓ ન ચેત્યા–પોતાનું સંગઠન ન કર્યું તે કયે સારો અને કો જુઠે, કયે પવિત્ર અને કો પાપી, ક શાસન શુભેચ્છક અને કયે શાસન વિઘાતક, એ સમજવું સમાજને કઠીન થઈ પડશે, અને તેથી લીલું કે સુકું એક આગમાં બળશે. સમાજમાં ભયંકર દાવાનળ જાગશે અને હિંદુ સાધુઓની કે જેના યતિઓની જે દશા અત્યારે છે એના કરતાં ભુંડી દશા અમારા આ ત્યાગી વર્ગની થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org