________________
પ્ર. ૧૩–આસ્તિક નાસ્તિકળી આપને શે અભિપ્રાય છે?
ઉત્તર–આસ્તિક નાસ્તિકની ચર્ચા અત્યારે કયાં સુધી પહોંચી છે, એની મને માહિતી નથી, કારણ કે લગભગ બે ત્રણ મહિનાથી ચોકકસ સમયને માટે ચેકસ જૈન પત્રે મેં વાંચવાં બંધ કર્યા છે. છતાં આ ચર્ચા મેં જેટલી વાંચી હતી તે ઉપરથી મારા પિતાના અંગત અભિપ્રાય તરીકે એટલું કહી શકું છું કે આ ચર્ચામાં કોઈપણ મોજ ઉત્પન્ન થાય–જાણવાનું મલે અથવા સમાજને કંઈ લાભ થાય એવું તત્ત્વ જરાયે નહતું. સાગરજીએ અમદાવાદમાં ભાષણ આપ્યું અને સામા પક્ષે એક મોટું સ્વરૂપ આપી “ કાગને વાઘ ” બનાવ્યો. સાગરજીએ શ્રીવિજયવલ્લભસૂરિજીને અગર નાસ્તિક કહ્યા હતા, તે તેથી શ્રી વિજયવલ્લભસૂરિજીની આસ્તિકતાને, શાસન પ્રેમને કે તેમનાં કાર્યોને જરાપણ દાગ લાગવાનો નહિં હતે. સાગરજીએ જે ભાષણ આપ્યું એ પિતાના જન્મસિદ્ધ સ્વભાવ પ્રમાણેનું હતું. વાણી દ્વારા આગ સળગાવવી એ તો એમનું અનેક પ્રમાણેથી પુરવાર થએલું કાર્ય છે. એ આગને વધારે પ્રજજવલિત કરવી, એમાં સામાજિક દષ્ટિએ નુકસાન સિવાય બીજું કંઈજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org