________________
નવો પ્રકાશ
જૈન સમાજના સાધુઓમાં લેખકે અને જાહેર પ્રવૃત્તિમાં ભાગ લેનારા સાધુઓ ગણ્યા ગાંઠયા છે. તેઓમાં મુનિરાજશ્રી વિદ્યાવિજયજી મહારાજ ખાસ એક સુધારક, લેખક, વકતા અને સામાજીક તેમજ ધાર્મિક પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય ભાગ લેનારા તરીકે ગણાય છે. જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ જોતાં અને જૈન સમાજમાં જે ભયંકર દાવાનળ સળગી રહ્યો છે એ બધું જોતાં આવા સાધુના વિચારે ખુલ્લી રીતે જૈન સમાજને જાણવા મલે, એ ઇરાદાથી મેં તેઓને બહુમુલ્ય સમય, કેટલાક પ્રશ્નના ઉત્તરે મેળવવા માટે લીધેલું. મારા પ્રશ્નોના જે ઉત્તરે તેમના તરફથી મલ્યા તે હું આ નીચે અક્ષરશઃ આપું છું. જૈન સમાજને આમાંથી ઘણુંખરૂં જાણવાનું મલશે. અને કેટલાક પ્રશ્નોમાં તેઓએ સુચવેલો મા જે સ્વીકારવામાં આવશે, તે આશા છે કે જૈન સમાજમાં ઘણે ખરે સુધારો થવા પામશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org