________________
૧૫
૮ટ્ટ લાંબે સમય ચાલે એમ નથી. ન કેવલ દેવદ્રવ્યની ચર્ચાના સંબંધમાં પરતુ એવા સામાજીક કેટલાએ વિષ છે જેમાં જુના અને નવાએનું કંદ્વ યુદ્ધ ચાલી રહ્યું છે. પણ આખરે નવા ફાવ્યા છે અને ફાવશે, એ મારી ખાતરી છે.
પ્ર. ૯દેશની વર્તમાન પ્રવૃત્તિમાં સાધુઓ પિતાને હિસ્સો આપી શકે કે કેમ?
ઉત્તર–સમાજ, દેશ અને ધર્મની સાથે સંબંધ રાખી પ્રવૃત્તિ માર્ગમાં થોડે ઘણે પણ ભાગ લેનારા સાધુઓ દેશની વર્તમાન સ્થિતિની બિલકુલ ઉપેક્ષા કરે, એ આ જમાનામાં પાલવી શકે તેવું નથી. પોતાના ઉપદેશ દ્વારા દેશપ્રેમ જાગ્રત કરે, દેશના લેને સ્વદેશની વસ્તુઓ ઉપર પ્રેમ ઉત્પન્ન કરાવવું અને સ્વદેશની વસ્તુઓને પ્રચાર કરવા માટે ઉપદેશ દ્વારા પ્રયત્ન કરે, એ ઘણું જરૂરનું છે. તેમ કરવાથી પિતાના સાધુ ધમને એટલે મહાવ્રતોને હાની પહોંચતી હોય એવું કાંઈ જ નથી. પરંતુ આ કેવળ ઉપદેશથીજ ન બની શકે. હું ઘણી વખત કહેતે આવ્યો છું, તેમ મહેલાં વર્તન અને પછી ઉપદેશ, આ જરૂરનું છે, સાધુઓએ અશુદ્ધ વો અને અપવિત્ર સ્ત્રીને ત્યાગ સ્વયં કરીને પછી જનતાને ઉપદેશ આપવાનો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org