________________
૩૧
તમે પૂછયું છે તે તટસ્થ ભાવે એટલું જણાવી શકું કે–એક માણસ જેટલી પ્રવૃત્તિઓ કરે છે તે બધીએ હાનીકત કિંવા એકાન્ત ફાયદા કતાં હોય એવું બનવું અશકય છે. પણ સમુચ્ચય રીતે એટલું મારા હૃદયમાં જરૂર કર્યું છે કે તેઓની પ્રવૃત્તિનો મેટે ભાગ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને જોયા વિનાનો તેમજ તેમાં પિતાની કે પિતાના સમુદાયની વાહવાહનું તત્ત્વ વધારે ઉમેરાયેલું હોય, તેવું દેખાય છે. તેમને પોતાને પિતાની પ્રવૃત્તિઓ માટે ગમે તેમ લાગતું હોય, પરંતુ જગતની દષ્ટિએ તેમની કેટલીક પ્રવૃત્તિઓએ તેમને પિતાને જ નહિં, જૈન સમાજને નીચું જોવડાવા જેવું કર્યું છે. જૈન સમાજમાં વર્તમાનમાં ચાલી રહેલા દાવાનળમાં તેઓનો હિસ્સ મટે છે, એમ ઘણાએ માને છે. તેમનામાં ચકકસ શકિતઓ છે. એમ સૌ કોઈને લાગે છે, છતાં ઘણાઓનું માનવું છે તેમ, તેએની શક્તિઓનો સમાજને માટે ખરેખર દુરૂપયેગ થઈ રહ્યો છે, કદાચ એમ કહેવું પણ ખોટું ન હોઈ શકે કે આખાએ સાધુ સંગઠનમાં આડખીલી રૂપ કદાચ તેઓ હેય. સંભવ છે હું આ મારા અભિપ્રાચમાં કદાચ ભુલતે પણ હોઉં.
પ્ર. ૧૯–આપના અને આપના સમુદાયના તથા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org