________________ ધાતુ પાઠની લખેલ પિાથી, ઉના ગામના ભગવાનના સ્તવનનું લિખિત પાનું, આ બધાયની તથા સ્વકૃત પ્રત્યેની પ્રશસ્તિઓ જોતાં એમનો જન્મ લગભગ 1640 થી 1650 વચ્ચેને અંડાજી શકાય. તેઓ વિ. સં. ૧૭૪૩માં ડભોઈ મુકામે સ્વર્ગવાસી થયા હતા. એ ઉલ્લેખ જોતાં તેમનું આયુષ્ય લગભગ સો વર્ષનું ક૯પી શકાય. સુજસવેલી નામની ગુજરાતી પદ્યમય રચનાના કથનાનુસાર પંડિત શ્રી નવિજયજી નામના જન મુનિ કુણગેર ચેમાસું કરી કનડુ પધાર્યા, જશવંતના માતા પિતાના પુત્રનું જીવન ધાનિક સંસ્કારોથી સુવાસિત બને એટલે માતા હંમેશા દેવદર્શન ગુરુદન કરવા જતા ત્યારે જસવંતને સાથે લઈ જતા, દેવદર્શન કરી, ઉપાશ્રયમાં ગુરુને વંદન કરી સુખશાતાની પૃચ્છા કરી માંગલિક પાઠનું શ્રવણ કરતા અને પિતાના ઘરે ગોચરી-ભિક્ષાને લાભ આપવાની ગુરુશ્રીને વિનંતિ કરતા. ધીમે ધીમે જસવંત બીજ સમયમાં પણ ઉપાશ્રયે જતો આવતે થયો. સાધુઓ જોડે બેeતે. સાધુઓ પ્રેમથી બોલાવતા અને જસવંતના મુરુદેવ પાસે વાર્તા યા સાંભળતા અને એ નિરાતે ત્યાગ-વૈરાગ્યની પ્રેરણા મેળવતા ગયે. પારખું ઝવેરી જેમ હીરાને ઓળખી કાઢે અને તેના મૂલ્યનું માપ પણ કાઢે. તે મુજબ ગુરુ શ્રી નયવિજયજીને જસવંતનું તેજસ્વી મુખ વિનય વિવેક ભયું વર્તન, શાણપણ, ઠાવકાઈ, ધર્મ ઉપર આ પતલે પ્રેમ વગેરે ગુણો જોઈ તેનામાં ભાવિના એક મહાન નરરનની ઝાંખી થઈ, જસવંતનું ભાવી માપી લીધું. જસવંતને પણ ગુરુજીએ તથા સાધુઓએ પૂછયું કે કેમ દીક્ષા લેવાથી ભાવના થાય છે ખરી ? ત્યારે તે સંમતિ સૂચક મસ્તક ધુણાવ અને હા પાડત. સાધુઓ ત્યાગી જીવન શું છે તે મળવું કેટલું કઠન છે તે પણ સમજાવતા,ત્યારે તે હિંમતથી કહે કે તમો પાલે છે તે હું કેમ નહીં પાલું ? જરૂર પાલી પછી મુનિશ્રી નવિજયજી જસવંતની બાબતમાં આગળ વધ્યા અને એક દિવસ ગુરુદેવે ધની હાજરીમાં બાવક જશવંતને જૈનશાસનના ચરણમાં સમર્પણ કરવાની અર્થાત દીક્ષા માપવા માટેની માંગણી કરી. નશાનને વરેલી માતાએ વિચાર્યું કે જે મારા પુત્ર ઘરમાં રહેશે તે વધુમાં વધુ કદાચ શ્રીપત થાય કે ગામ પરગામમાં નામના કાઢે કે કુટુંબનું ભૌતિક હિત કરે. મારે ? પત્ર ધરમાં રહે તો નાનકડી દીવડીની જેમ રહી મારા એક ઘરને પ્રકાશિત કરશે. પણ જે ત્યાગી થઈ જ્ઞાની થશે તે સૂર્યની જેમ હજારો ઘરોને પ્રકાશ આપશે. હજારો આત્માઓને આત્મકલ્યાણને માર્ગ બતાવશે તો એક ઘર કરતાં અને ઘરોને મારો પુત્ર અજવાળે તો એનાથી મારે રૂડું શું? હું કેવી બડભાગી બનું! મારી કુખ કેવી રત્નકુક્ષિ બની જાય. આ વિચારોએ પાતાના હૈયામાં હર્ષઆનંદની ભરતી માણી ઉત્સાહપૂર્વક જિનશાસનને વરેલી માતાએ ગુરુ અને શ્રી સંધની આજ્ઞા માથે ચઢાવી. પિતાના વહાલસોયા કુમારને એક શુભ ચોઘડીય છે મયવિજયજીને સુપ્રત કરી દીધા. માં પણ એક ધન્ય પળ હતી. આ રીતે જૈન શાસનના ભાવિમાં થનારા જયજયકારનું બીજારોપણ થયું. ' ધર્માત્મા નારીરત્ન માતા સોભાગદેએ પિતાના વૈરાગી અને ધર્મ સંસ્કારી જસવંતને જૈન શાસનને ચરણે સોંપી દીધો. પછી નાનકડા કોડમાં આવા ઉત્તમ બાળકની દીક્ષા આપવાને વિશેષ અર્થ ન હતું એટલે શ્રી સંઘે અનુકૂળ સાધન સામગ્રીવાળા નજીકમાં જ આવેલા પાટણ શહેરમાં જ દીક્ષા " આપવાનો નિર્ણય લીધે. વ્યક્તિની-શાસનની કે જાહેરની દ્રષ્ટિએ એ ગ્ય નિર્ણય હતા, પિતા નારા યણને પાટણ પાથે સારા સંબંધો પણ હતા. એટલે આપણા પુણ્યવાન જસવંતકુમારની ભાગવતી દીક્ષા ગ્ય મુહૂર્તે અણહિલપુરથી ઓળખાતા પાટણ શહેરમાં ધામધૂમથી માપવામાં આવી. હવેથી સંયારી મટી (અમી) સાધુ થયા, ભોગી મટી ત્યાગી બન્યા. પિતાના ભાઈને સંયમના પથે જતા જોઈને જસવંતના બંધુ પદ્ધસિંહનું મન પણ વૈરાગ્યના રંગે રંગાઈ ગયું. તેની આ પવિત્ર અને મહાન ભાવના ધર્માત્મા માતાપિતા તેમાં સહાયક હતા.