Book Title: Namu Guru Nemisuri Sansarma
Author(s): Shilchandrasuri
Publisher: Vijaynemisuri Gyanshala Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ 13 (38) त्वदीयं तुभ्यमर्पये પૂજનીયચરણ, સ્પૃહણીયચરિત, સંધનાયક આચાર્યભગવંત શ્રી વિજ્યનન્દનસૂરીશ્વરજી મહારાજે, પંદરેક વર્ષ પૂર્વે એક દહાડો, એક પાનું દેખાયું. એ પાનામાં પ. પૂ. સૂરિસમ્રાટકીની સ્તવનાના આશરે ચૌદેક શ્લોકો લખ્યા હતા. તેઓશ્રીએ કહ્યું : “અલંકાર ગ્રંથમાં જેટલા કાચાલંકારો આવે છે, તે તમામનો ઉપયોગ કરી એક સ્તુતિ-કાવ્ય-ગ્રંથ રચવાની અભિલાષા હતી; અને એનો આરંભ પણ થયેલો, પણ આ થોડાક શ્લોકો બન્યા પછી અધૂરું જ રહી ગયું એ કામ; બની શકે તો તું કયારેક આ કામ કરજે." - પૂજ્યશ્રીની એ ઈચ્છા અને આજ્ઞાનું પરિણામ તે આ #ારનેજિ. તેઓશ્રી શાસનસમ્રાટ પરમગુરુભગવંતને પરમદયાળું તથા કલ્પવૃક્ષ તરીકે માનતા અને વર્ણવતા. ગુરુને કલ્પવૃક્ષ કલ્પીને તેમની પાસેથી વણમાગ્યે જ સઘળુંય . મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરનારા એ પૂજયપુરુષની કૃપાનું જ એ પરિણામ છે, જે મુજ સમા પામરને પણ, આ રીતે, કલ્પવૃક્ષની યત્કિંચિત બાલસુલભ સેવા-સ્તુતિ કરવાનું સૌભાગ્ય સાંપડયું. આર્યા” છંદમાં ભક્તિભર હૈયે રચાયેલી આ કૃતિમાં ક્ષતિઓ રહી હોય તેવો પૂરો સંભવ છે. મર્મજ્ઞો તે વિશે સૂચન કરવાની કૃપા કરે. અંતમાં, જે પૂજયપુરુષની અભિલાષા અને આજ્ઞાથી આ ઉપક્રમ કરવાનું સૂઝયું, તેઓના જ શ્રીચરણોમાં “આપનું, અર્યું આપને” એ ન્યાયે અર્પતો વિરમું છું. શ્રીવિજયનેમિસૂરિજ્ઞાનશાળા, અમદાવાદ શાસનસમ્રાટ-દીક્ષાશતાબ્દી વર્ષ શીલચન્દ્રવિજ્ય સં. ૨૦૪૫ વિજ્યાદશમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 66