Book Title: MunisuvratJina Vandanavali
Author(s): Vijayanandsuri Smarak Trust Ahmedabad
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad
View full book text
________________
W09
કલ્પિક ક્ષમાવિજય ગુરૂ શિષ રે, સેવક જિન’ આગે, કરજોડી માંગે, લળીલળીપાયેલાગે, અનુભવરસ જાગે, ભવભવચરણશરણ મુજનેહજ્યોરે.
મુણિદા
જિનવિજયજી કૃત સ્તવન જય જય મુનિસુવ્રત જગદીશ, વરસે વાણી ગુણ પાંત્રીશ; વારે ઘાતી સુડતાલીશ, જેહથી પ્રગટેરે ગુણ એકત્રીશ રે. મુણિંદા તુજ દેશના સુખ ખાણી, સુખ ખાણી રે મેં જાણી રે. જેહથી લાજે સાકર પાણી રે, મુણિંદા એ તો ધર્મરાય પટરાણી રે.
મુણિંદ ૧ એહનાં અંગ ઉપાંગ અનૂપ, એહનું મુખડું મંગળરૂપ; એ તો નવરસ રંગસરૂપ, એહનાં પગલાં રે, એહનાં પગલાં પ્રણમે ભૂપરે.
મુર્ષિદા ર એ તો એક અનેક સ્વભાવ, એ તો ભાસે ભાવ વિભાવ; એ તો બોલે બહુ પ્રસ્તાવ, એ તો ભંગી રે, એ તો ભંગી સપ્ત બનાય રે.
મુનિંદા ૩ એ તો નયગર્ભિત અવદાત, એહનો તીર્થંકર પદ તાત; એ ચઉ પુરૂષારથની માત, એહનાં સઘલાંરે, એહનાં સઘલાં અર્થ છે જાત રે.
મુણિંદા ૪ એહનો ત્રિહું જગમાં ઉદ્યોત, જીપે રવિ શશિ દીપક જ્યોત; બીજા વાદી શ્રત ખદ્યોત, એ તો તારે રે, એ તો તારે જિમ જલ પોત રે.
મુખિંદા ૫ એહને ગણધર કરે શિણગાર, એહને સેવે સહુ અણગાર; એહ તો ધુરથી સદાબ્રહ્મચાર, એ તો ત્રિપદીરે, એ તો ત્રિપદીનો વિસ્તારરે.
મુહિંઠા ૬
eG
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org