Book Title: MunisuvratJina Vandanavali
Author(s): Vijayanandsuri Smarak Trust Ahmedabad
Publisher: Vijayanandsuri Smarak Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 130
________________ 0 પૂ.આ.શ્રી વિ.શીલચન્દ્ર સૂરિજી કૃત સ્તવન (રાગ : જગજીવન જગ વાલહો...) નંદનવન-તીરથપતિ શ્રી મુનિસુવ્રતસ્વામ લાલ રે. | તગડી-મંડન દીપતો સુંદર અતિ અભિરામ લાલ રે. શ્યામવરણ જિન દેહડી ઉજ્જવલ યશનું ધામ લાલ રે, બિંબ યશોજ્જવલ થાપિયું તેણે કારણ ઇણ ઠામ લાલ રે. 2 ભવ્ય-દિવ્ય તેજે મઢ્યું, ઉપશમરસ છલકંત લાલ રે, , વદનકમલ જિનરાજનું મરક-મરક મલકંત લાલ રે. પ્રભુદર્શન જો આવડે, તો નહિ એ પાષાણ લાલ રે, મૂર્તિમંત પરમાતમાં પ્રતિમા આ મહાપ્રાણ લાલ રે. દર્શન ભદ્રક જીવને, પાપનિવારણહાર લાલ રે, સમ્યગ્દર્શન જો હવે, સ્વર્ગ દિયે સુખકાર લાલ રે. દર્શન આત્મસ્વરૂપનું દર્શન કરતાં જેહ લાલ રે, પામે શિવપ્રાસાદની શ્રેણિ ચઢશે તેહ લાલ રે. શ્રી સુવ્રતજિનનાથનું પરિકર-મંડિત બિંબ લાલ રે, નિરખત મનડું પૂછતું : આ શું ન મુજ પ્રતિબિંબ? લાલ રે. 7 ઉત્તર આ પૃચ્છાતણો, જબ લગ પામું ન નાથ ! લાલ રે, ત્યાં લગ તવ પ્રતિમાતણો, હોજો શીળો સાથ લાલ રે. 8 m Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130