Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 12
________________ પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવનદર્શન, અપૂર્વ બોધ, મૂળ માર્ગનું અમૃતપાન કરવાનું સભાગ્ય જગતના જીવોને પ્રાપ્ત થાય એ હેતુથી આ પુસ્તક રચવામાં આવ્યું તે જ રીતે વર્તમાન યુગના અસરકારક સાધન તરીકે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમ લ્મિ પણ તૈયાર કરી છે. પરમ ક્ષાળુ દેવના જીવનદર્શન કરાવતી એક ત્રણ કલાકની સમયમર્યાદાવાળી વિડિયો લ્મિનું નિર્માણ કરવામાં આવ્યું. સમયમર્યાદાને કારણે આ ફિલ્મમાં પરમ કૃપાળુ દેવના જીવનના તમામ પ્રસંગોનો સમાવેશ કરવાનું અશક્ય લાગતાં માત્ર જીવનપ્રસંગો દર્શાવતી એક જુદી લ્મિનું નિર્માણ કર્યું છે. પરમ કૃપાળુ દેવ આજન્મ કવિ હતા. તેઓએ આધ્યાત્મિક માર્ગને પોષણ આપે એવાં સુંદર પદોની રચના કરી છે. આ પદોને સ્વરબદ્ધ કરી તેની ઓડિયો કૅસેટ તૈયાર કરવામાં આવી છે. દેશ ઉપરાંત પરદેશમાં – વિશ્વ સ્તરે પરમ કૃપાળુદેવનો સંદેશ પ્રસરે એ હેતુથી અદ્યતન અંગ્રેજી ભાષામાં પુસ્તક–વિડિયો ફિલ્મ તૈયાર થઈ રહ્યાં છે. વળી પરમ કૃપાળુ દેવના ભવ્ય સર્જન “આત્મસિદ્ધશાસ્ત્ર”નું પણ સરળ અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું છે. પરમ કૃપાળુ દેવના અલૌકિક જીવનને આવરી લેતાં અનેક સુંદર ચિત્રોનું પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે. વળી તે જુદાં જુદાં શહેરો અને ગામોમાં લઈ જઈ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આવા અનેક કાર્યક્રમો દ્વારા વિશ્વના ખૂણે-ખૂણે પરમ કૃપાળુ દેવના દિવ્ય સંદેશને પહોંચાડવા માટે સહયોગ આપનાર સર્વના અમે આભારી છીએ. આ પુસ્તક તૈયાર કરવામાં શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળનાં મુમુક્ષુ ભાઈ-બહેનો, એના લેખક વિખ્યાત સાહિત્યકાર ડૉ. શ્રી કુમારપાળ દેસાઈનો તેમજ અનેકવિધ આયોજનો માટે આર્થિક સહયોગ પ્રદાન કરનાર તમામ ભાઈ-બહેનોનો અને પ્રિન્ટિંગ કાર્યમાં મદદ કરનાર હાઇસ્કેન લિમિટેડનો અમે અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. ક્યાં ઝળહળતા સૂર્યનું તેજ અને ક્યાં આગિયાનું અજવાળું ? જેમ બીજનો ચંદ્ર દર્શાવવા આકાશને અડે તેવી લાંબી આંગળી કોઈની પાસે હોતી નથી, તોપણ માત્ર અંગુલિનિર્દેશથી તે દિશા પ્રત્યે જોનારની દૃષ્ટિ વાળી શકાય, તેમ કપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રનાં જીવન, કવન, વિચારધારા અને આધ્યાત્મિક સાધના-પદ્ધતિ અને તેમણે વિશ્વને આપેલો કલ્યાણકારી માર્ગ દર્શાવવાનો અનેકવિધ આયોજનો દ્વારા યથાશક્તિ પ્રયાસ કર્યો છે. અમારી ક્ષતિઓ રહી ગઈ હોય તો ક્ષમા પ્રાર્થીને અમને એ જણાવવા વિનંતિ છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, સાયલા સદ્ગણા સી. યુ. શાહ નલિન એ. કોઠારી SS / 7,

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 258