________________
આવી આધ્યાત્મિકતાના શિખરે પહોંચેલા મહાત્માના દેહવિલયને ચૈત્ર વદ પાંચમ, ૨૦૧૭ના દિવસે એક સો વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. ચૈત્ર વદ પાંચમ, ૨૦૫૯ (તા. ૨૩-૪-૨૦૦૦)થી આ દિવ્યાત્માને અંજલિ અર્પણ કરવા આ વર્ષ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દિ વર્ષ તરીકે ઉજવણી કરવાનું વિચાર્યું છે. આને અનુલક્ષીને શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ, સાયલા (જિ. સુરેન્દ્રનગર) દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કે જેથી શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન વિશે વિસ્તૃત માહિતી, તેઓશ્રીની આંતરિક દશા અને એમના જીવનના પ્રેરક પ્રસંગોના આલેખનમાંથી એમનો અમૂલ્ય બોધ જગતના તમામ જીવો મેળવી શકે. વિશેષ તો સમગ્ર જૈન સમાજ આ જ્ઞાની મહાત્માની ઓળખ પામે તે રીતે એમના અસાધારણ વ્યક્તિત્વ, અનોખી અનુકંપા, જીવનના પ્રેરક પ્રસંગો અને અમૂલ્ય બોધ સરળ ભાષામાં રજૂ કરવાનું વિચાર્યું છે. આ મૂળભૂત હેતુને લક્ષ્યમાં રાખી આ મહોત્સવ દેશ-વિદેશમાં ઊજવાય એવું અમારું સ્વપ્ન હતું અને તે સાકાર થયું છે. | દેહવિલય શતાબ્દિ વર્ષની ઉજવણીના ભગીરથ કાર્યને સુંદર રીતે પરિપૂર્ણ કરવા માટે અમને વ્યાપક સહકાર મળ્યો છે. જે પવિત્ર ભૂમિ પર પરમ કૃપાળુદેવે જન્મ ધારણ કર્યો હતો અને જ્યાં બાલ્યાવસ્થા પસાર કરેલી તે પવિત્ર તીર્થભૂમિ સૌરાષ્ટ્રના વવાણિયા ગામમાં શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ટ્રસ્ટ સ્થપાયેલ છે. આ ટ્રસ્ટના અધ્યક્ષસ્થાને બિરાજતા માનનીય શ્રી મનુભાઈ મોદીને અમે આ ઉજવણીના સંદર્ભમાં મળવા ગયા અને તેઓનો ઉષ્માસભર સહયોગ અમારે માટે અત્યંત મૂલ્યવાન અને આનંદદાયી બની રહ્યો છે. | દેશ-વિદેશમાં ફેલાયેલા સમગ્ર જૈન સમાજને આ મહોત્સવમાં સામેલ કરવાની ઉત્કટ ભાવના હોવાથી અમે ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી(લંડન)ના કો-ઓર્ડિનેટર શ્રી નેમુભાઈ ચંદરયાનો સંપર્ક સાધ્યો અને તેમણે પણ આમાં ઉત્સાહભેર સહકાર આપવા તત્પરતા દર્શાવી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી(લંડન) છેલ્લાં
વર્ષથી સમગ્ર વિશ્વમાં જૈનોના ચાય ફિરકાઓના સહકારથી જૈન ધર્મનો ફ્લાવો કરવાનું ઉમદા કાર્ય કરે છે.
ઓમ શ્રી રાજ-સોભાગ સત્સંગ મંડળ (સાયલા), શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ટ્રસ્ટ (વવાણિયા) અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજી(લંડન) આ ત્રણે સંસ્થાઓએ મળીને એક આંતરરાષ્ટ્રીય મહોત્સવ સમિતિની રચના કરવામાં આવી. આ ઉપરાંત જૈન સમાજના ચારેય ફિરકાઓના દેશ-વિદેશના અગ્રગણ્ય શ્રેવિર્યો અને મહાનુભાવોની એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી. હોંગકોંગ, સિંગાપુર, જાપાન, કેન્યા, યુ.કે., અમેરિકા, બેલ્જિયમ, ઑસ્ટ્રેલિયા, કેનેડા, નેપાળ તથા ભારતના જૈન સમાજના અગ્રણી અને પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા જે તે દેશોના જૈન સંઘોના અગ્રણીઓ સામેલ છે. પરમ કૃપાળુદેવના અનુયાયીઓ દ્વારા સ્થાપવામાં આવેલા જુદા જુદા આશ્રમોનો સહકાર પણ આ મહાકાર્યમાં અમને પ્રાપ્ત થયો છે. | આ રીતે દેહવિલય શતાબ્દિ વર્ષની અનોખી રીતે ભવ્ય ઉજવણી થાય એ હેતુથી પરમ કૃપાળુદેવના આશ્રમો ઉપરાંત જૈન સમાજના ચારેય ફિરકાઓના અગ્રણીઓ અને વિશ્વવ્યાપી ખ્યાતિ ધરાવનારા શ્રેષ્ઠિવર્યો સાથે મળી આ કાર્યમાં સામેલ થાય એ ઇતિહાસની અનેરી-અકથ્ય ઘટના છે. આજ સુધીમાં સર્વપ્રથમ વાર આવો વ્યાપક સહયોગ પ્રાપ્ત થયો છે, જે જૈન સમાજના ઇતિહાસનું સુવર્ણપ્રકરણ બની રહેશે.