Book Title: Mul Margnu Amrut ane Adhyatmanu Shikhar
Author(s): Kumarpal Desai
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla

View full book text
Previous | Next

Page 10
________________ - 2 આમુખ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેહવિલય શતાબ્દિ વર્ષના મંગલ પ્રારંભ નિમિત્તે એમના અલૌકિક ચરિત્રને આલેખતી સચોટ, રસપ્રદ અને પ્રમાણભૂત ચરિત્રકથા રજૂ કરતાં અમે ધન્યતાની લાગણી અનુભવીએ છીએ. “મૂળ માર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર” નામક આ પુસ્તકમાં પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રની જીવનકથાને સર્વાગી દૃષ્ટિએ મૂલવવાનો પ્રયાસ કર્યો છે. પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજી એક સમર્થ આત્મજ્ઞાની મહાત્મા હતા. તેઓનું અધ્યાત્મજીવન અને તેઓનો બોધ જગતના જીવો માટે કલ્યાણરૂપ બન્યો છે. અપૂર્વ સ્મરણશક્તિના ધારક, જાતિસ્મૃતિજ્ઞાન ધરાવનાર, શતાવધાન દ્વારા અલૌકિક આત્મશક્તિ દર્શાવનાર, જ્યોતિષવિજ્ઞાનના અભ્યાસી, આજન્મ કવિ એવા શ્રીમદ્ રાજચંદ્રજી કીર્તિની ટોચે પહોંચ્યા હતા. ત્યારે તેમણે આ બધી બાબતને પરમાર્થબાધક ગણીને. સર્પ કાંચળી ઉતારી દે તેમ જગતને આંજી દેનારાં બાહ્ય પ્રદર્શનોને તુણવત ગણીને સહજતા એ પછી શ્રીમદજીએ પોતાના જીવનમાં આધ્યાત્મિકતાને જ સર્વોચ્ચ સ્થાને બિરાજમાન કરી, | સં. ૧૯૨૪માં જન્મ ધારણ કરનાર પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ સં. ૧૯૪૭માં શુદ્ધ સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું અને તેઓ આંતરિક રીતે તીવ્ર ગતિએ પ્રગતિ કરતા રહ્યા. આ ખરેખર અનન્ય, અપૂર્વ અને અલૌકિક ઘટના ગણાય. | તેઓ પત્રાંક ૧૭૦માં જણાવે છે કે, “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિ:સંશય છે. ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે, જે સુલભ છે.” (મુંબઈ, કારતક સુદ ૧૪, ૧૯૪૭) આ જ પત્રમાં આગળ લખે છે કે, “તન્મય આત્મયોગમાં પ્રવેશ છે. ત્યાં જ ઉલ્હાસ છે, ત્યાં જ યાચના છે, અને યોગ (મન, વચન અને કાયા) બહાર પૂવકર્મ ભોગવે છે. આ ઉપરાંત પત્રાંક ૧૮૭ માં જણાવે છે કે, “છેવટનું સ્વરૂપ સમજાયામાં, અનુભવાયામાં અલ્પ પણ ન્યૂનતા રહી નથી. જેમ છે તેમ સર્વ પ્રકારે સમજાયું છે. સર્વ પ્રકારનો એક દેશ બાદ કરતાં બાકી સર્વ અનુભવ્યું છે.” (મુંબઈ, માગશર વદ અમાસ, ૧૯૪૭) વળી પત્રાંક ૨૪૩માં લખે છે કે, “સર્વાત્માના અનુગ્રહથી અત્ર સમાધિ છે. બાહ્યોપાધિયોગ વર્તે છે.” (મુંબઈ, વૈશાખ સુદ બીજ, ૧૯૪૭) પરમ કૃપાળુદેવની આવી અપૂર્વદશાની સમજણ અમને પૂજ્ય બાપુજી શ્રી લાડકચંદભાઈ માણેકચંદ વોરાએ કરાવી અને તેથી અમારામાં પરમ કૃપાળુદેવ પ્રત્યે અનેરો પ્રેમ તથા ભક્તિભાવ પ્રગટ્યાં. શ્રીમદ્જીના પત્રોએ અધ્યાત્મમાર્ગમાં પ્રગતિ કરવામાં ખૂબ સહાય કરી છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કોઈ ગચ્છ, મત કે સંપ્રદાયની તરક્સ કરી નહીં, કિંતુ આત્મધર્મની પ્રધાનતા દર્શાવી છે. ભક્તિ, જ્ઞાન અને ક્રિયાનો સુમેળ તથા નિશ્ચય અને વ્યવહારનો સમન્વય તેઓના તત્ત્વચિન્તનમાં પ્રગટ થાય છે. આમ આ તત્ત્વજ્ઞાન આ સમયમાં અનેક જિજ્ઞાસુઓને મુમુક્ષુ બનાવી દે તેવું છે.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 258