Book Title: Mangal Ashtamangal Mahamangal
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૧૨ જિનતત્વ સારી રીતે પાર પડે એમ સૌ ઇચ્છતાં હોય છે. એ માટે દિવસ, પ્રહર, ચોઘડિયું જોવાય છે અને તે વખતે થતા શુભ શુકનનો વિચાર પણ થાય છે. એવે વખતે કોઈ શુભ, પવિત્ર વ્યક્તિ કે વસ્તુનાં દર્શન થાય તો પોતાનું કાર્ય સારી રીતે સિદ્ધ થશે એવી શ્રદ્ધા બંધાય છે. “શુકન જોઈને રે સંચરજો' જેવી પંક્તિઓ ક્યારેક સમૂહમાં ગવાય છે. પોતાની ધારેલી ઇચ્છાઓ, વિચારેલી યોજનાઓ કે સેવેલા સંકલ્પો પાર ન પડે ત્યારે માણસ અત્યંત મૂંઝાય છે, બેબાકળો અને નિરાશ થઈ જાય છે. પોતાના કાર્યમાં વિઘ્ન, અંતરાય, મુશ્કેલી, આપત્તિ ઇત્યાદિ ન આવે એ માટે માણસ સાવધ, સચિત રહે છે. બીજી બાજુ પોતાની ઇચ્છા પ્રમાણે કે ધાર્યા કરતાં વધારે સારી રીતે પોતાનું કાર્ય પાર પડે છે ત્યારે માણસ આનંદથી ગદગદિત થઈ જાય છે. સફળતા કે નિષ્ફળતાની આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે તેની સાથે કશીક સાંકેતિક વસ્તુઓ કે ઘટનાઓને જોડી દેવાનું મન કેટલાક મનુષ્યને થાય એ કુદરતી છે. આવા સંકેતો માટે મંગળ' કે “અમંગળ” શબ્દ પ્રાચીન કાળથી પ્રયોજાતો આવ્યો છે. અનેક પેઢીઓના લાંબા સમયના એકસરખા અનુભવને આધારે કેટલીક વસ્તુઓ “મંગળ” કે “અમંગળ' તરીકે ગણાવા લાગે છે અને પછી એની પરંપરા ચાલુ થાય છે. શુભ પ્રસંગે ગોળ, ધાળા કે ગોળમિશ્રિત ધાણા, દહીં, કંસાર, લાપસી, સુખડી, પેંડા, કોપરું વગેરે ખાવા-ખવડાવવાનો રિવાજ છે. આ બધાં ખાઘ-- દ્રવ્યોને મંગલમય માનવામાં આવે છે. એની વહેંચણીમાં ઉત્સાહનું, આનંદોલ્લાસનું વતાવરણ પ્રસરી રહે છે. પોતાનું કાર્ય પાર પડ્યાનો, કાર્યમાં ફતેહ મેળવ્યાનો એમાં સંકેત રહેલો હોય છે. આવાં મંગલોને દ્રવ્યમંગલ કહેવામાં આવે છે. એવા પ્રસંગે જે મંગલમય સ્તુતિ કરવામાં આવે છે, નવકાર મંત્ર વગેરે બોલવામાં આવે છે તેને ભાવમંગલ કહેવામાં આવે છે. મંગલ ગણાતી વસ્તુઓનું કે તેવા જીવોનું પોતાના કાર્યના શુભારંભે અનાયાસ સાક્ષાત્ દર્શન કરવું સૌથી ઉત્તમ ગણાયું છે. એવું મંગલદર્શન અનાયાસ શક્ય ન હોય તો તેને સામેથી યોજનાપૂર્વક મંગાવીને જોવું તે પણ સારું ગણાય છે. પરંતુ એવી પણ જ્યાં શક્યતા ન હોય ત્યાં છેવટે તેની આકૃતિનું દર્શન કરવું આવશ્યક અને ઇષ્ટ મનાય છે. ઉદાહરણ તરીકે માણસ કોઈ શુભ કાર્ય માટે ઘરેથી પ્રસ્થાન કરતો હોય તે વખતે જ બરાબર અચાનક સામેથી ગાય આવતી હોય કે હાથી આવતો હોય તો તે સારાં શુકન ગણાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18