Book Title: Mangal Ashtamangal Mahamangal
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf

View full book text
Previous | Next

Page 8
________________ જિનતત્વ ૧૧૮ સાંચીના બૌદ્ધ અવશેષોના એક સ્તંભનાં તોરણો પર પથ્થરમાં કોતરેલી લટકતી માળાઓ જોવા મળે છે, એ માળાઓમાં કોઈકમાં નવ મણકા છે, તો કોઈકમાં અગિયાર કે સાત છે. દરેક મણકા ઉપર એક એક મંગલની આકૃતિ કોતરવામાં આવી છે. ઉ. ત. એક માળામાં ખડ્ઝ, પરશુ, શ્રીવત્સ, મત્સ્યયુગલ, કમળ, ભદ્રાસન, અંકુશ, દર્પણ અને વૃક્ષ એમ નવ આકૃતિઓ છે; બીજી એક માળામાં વૃક્ષ, પુષ્પ, માળા, પરશુ, મત્સ્યયુગલ, કમળ, ભદ્રાસન, શ્રીવત્સ, ખગ, દર્પણ અને અંકુશ એમ અગિયાર આકૃતિઓ છે, તો ત્રીજી એક માળામાં વચલા મોટા મણકામાં કમળના આકારે નંદ્યાવર્ત છે, અને એક બાજુના ત્રણ મણકામાં મસ્યયુગલ, અંકુશ તથા ભદ્રાસન છે અને બીજી બાજુના ત્રણ મણકામાં ખગ, દર્પણ અને ભદ્રાસન છે. આમ, સાત મણકાની આ માળા “અષ્ટમંગલ માળા” તરીકે ઓળખાય છે. વળી, એમાં ભદ્રાસન બંને બાજુ છે. સારનાથ અને મથુરામાંથી કુશાનયુગના મળેલા અવશેષોમાં ભગવાન બુદ્ધની પ્રતિમાની ઉપર રાખવામાં આવતા ચોરસ અથવા વર્તુળાકાર છત્રમાં માંગલિક ચિહ્નો કોતરવામાં આવેલાં જોઈ શકાય છે. આમાંના વર્તુળાકાર છત્રમાં ઘડિયાળના આંકડાની જેમ બાર અકૃતિઓ વર્તુળાકારે કોતરવામાં આવી છે. એમાં સ્વસ્તિક, શંખ, કળશ, શ્રીવત્સ, મત્સ્યયુગલ, નંદ્યાવર્ત, અક્ષયપાત્ર, વર્ધમાન એ આઠ ઉપરાંત ચાર ફૂલપાંદડી છે. મથુરાના ચોરસ છત્રમાં શંખ, વર્ધમાનક, કળશ, શ્રીવત્સ, અક્ષતપાત્ર, સ્વસ્તિક, મત્સ્યયુગલ અને નંદ્યાવર્ત એમ આઠ આકૃતિઓ છે. જેમણે પોતાના સિક્કાઓ પર અષ્ટમંગલ કોતરાવ્યાં હોય એવા રાજાઓમાં દક્ષિણના જૈનધર્મી પાંડ્ય રાજાઓ છે. આશ્ચર્યની વાત તો એ છે કે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ પાસે આવેલી બાબા પ્યારાની ગુફામાં જે ક્રમમાં અષ્ટમંગલ જોવા મળે છે એ જ ક્રમમાં દક્ષિણ ભારતના આ સિક્કાઓ ઉપર અષ્ટમંગલ જોવા મળે છે. એ સમયે રૂઢ થયેલા ક્રમ અનુસાર સ્વાસ્તિક, શ્રીવત્સ, નંદ્યાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, દર્પણ અને મત્સ્યયુગલ એ પ્રમાણે અષ્ટમંગલ છે. પ્રાચીન સમયમાં માત્ર ધર્મસ્થાનકોમાં અષ્ટમંગલ કોતરવાનો રિવાજ અનુક્રમે ઘરોમાં પણ પ્રવેશ્યો હતો. ઘરના પ્રવેશદ્વાર પર અષ્ટમંગલ કોતરાતાં કે ચીતરાતાં હતાં. માણસો પોતાની પ્રિય કિંમતી વસ્તુ પર અષ્ટમંગલ કોતરાવતા. બે હજાર વર્ષથી વધુ પ્રાચીન એવી એક તલવાર મળી છે કે જેની મૂઠ પર અષ્ટમંગલની આઠ આકૃતિઓ દોરવામાં આવી છે. (અલાહાબાદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18